લાંબા સમયની મંદી બાદ સેન્સેક્સમાં ૧૭૦૦ પોઇન્ટનો ઉછાળો, રોકાણકારોને ધરપત
કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થતંત્રની કમ્મર તૂટી ગઈ છે, ભારતમાં શેરબજારમાં લાંબા સમયથી વેચવાલીનો માહોલ હતો. ત્યારે ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશને આપેલી અગમચેતીએ શેરબજારમાં આજે થોડા સમય માટે મંદી દૂર કરી છે. આજે બજારમાં ૧૭૦૦ પોઇન્ટની તેજી જોવા મળી હતી.
જોકે, આજે બપોરે IT, ટેકનો, એનર્જી, ઓઈલ-ગેસ, FMCG, મેટલ શેરોમાં વેલ્યૂબાઈંગથી BSE સેન્સેક્સ ૧૨૫૦ પોઈન્ટ્સ વધીને
ટ્રેડ થઈ રહ્યો હતો. આજે બપોરે રિયલ્ટી, બેન્ક અને કન્ઝયુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. કોરોનાના ફફટાડને કારણે ગઈકાલે તૂટ્યા બાદ નીચા મથાળે લેવાલીથી આજે શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો.
બપોરે BSE સેન્સેક્સ ૧૨૫૦ પોઈન્ટ્સ અથવા ૪.૪૭ ટકાના ઉછાળા સાથે ૨૯,૫૫૩.૬૧ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૩૪૬.૫૦ પોઈન્ટ્સ અથવા ૪.૩૮ ટકાના ઉછાળા સાથે ૮,૬૨૫.૫૦ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૨.૫૮ ટકા અને ૨.૮૯ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે બપોરે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ONGC ૧૪.૧૬ ટકા,ઝઈજ ૧૧.૫૭ ટકા, હિન્દુસ્તાન યૂનિલિવર ૧૦.૦૧ ટકા, રિલાયન્સ ઈન્ડ.૮.૯૪ ટકા, નેસ્લે ઈન્ડિયા ૮.૦૪ ટકા અને ઈન્ફોસિસ ૭.૯૯ ટકાનો સમાવેશ થાય છે. બપોરે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ઇંઉઋઈ બેન્ક ૩.૨૭ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૪૧ ટકા, એક્સિસ બેન્ક ૧.૦૬ ટકા, ખખ ૦.૮૬ ટકા અને ટાઈટન ૦.૨૬ ટકાનો સમાવેશ થાય છે.