વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્ય સચિવો સાથે યોજી બેઠક : કોઈ પણ પ્રોજેકટ તેની સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે ધ્યાન કેન્દ્રિત કરવાનો આદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબુઓને જમીન સંપાદનની કાર્યવાહી ઝડપથી આટોપી ખર્ચ અને સમય બચાવવાનું ફરમાન કર્યું છે. સાથે કોઈ પણ પ્રોજેકટ તેની સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે પણ તેઓએ ધ્યાન કેન્દ્રિત કરવાનો આદેશ જાહેર કર્યો છે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યના મુખ્ય સચિવોને જમીન સંપાદનમાં ઊંડો રસ લેવા જણાવ્યું હતું. તેઓએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના સમય અને ખર્ચને અસર કરતી પ્રક્રિયામાં વિલંબ ટાળવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત વન અને પર્યાવરણ મંત્રાલયને પ્રોજેક્ટ માટે મંજૂરીઓ ઝડપી બનાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. જેથી આ નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેકટ પૂર્ણ થાય એમ સૂત્રોએ જણાવ્યું હતું.
જ્યારે પ્રગતિ બેઠકના અધ્યક્ષસ્થાને વડાપ્રધાને કેન્દ્ર સરકારના તમામ સચિવો અને રાજ્યના મુખ્ય સચિવો સાથે તમામ ક્ષેત્રોમાં વિલંબિત પ્રોજેક્ટ્સ અને કેન્દ્રીય યોજનાઓની વેબ-આધારિત સમીક્ષા બેઠક ઝડપથી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. દરેક રાજ્યને સંપૂર્ણ સરકારી અભિગમ સાથે મિશન મોડમાં કામ કરવાનું કહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે પીએમે ઉલ્લેખ કર્યો છે કે “કયા માતા-પિતા તેમના બાળકો માટે પોષણ ઇચ્છતા નથી”.તેવું જણાવી તેઓએ પોષણ અભિયાનને પણ અસરકારક બનાવવા કહ્યું હતું.
તેમણે કહ્યું કે આને આરોગ્ય મંત્રાલય અથવા મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવનારી યોજના તરીકે ગણવી જોઈએ, પરંતુ તેની સફળતા માટે તમામ સરકારી વિભાગો અને રાજ્ય સરકારોની વધુ સંડોવણી જરૂરી છે.વડાપ્રધાને સ્વ-સહાય જૂથો અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ભાગીદારી વિશે પણ વાત કરી હતી જેમાં પાયાના સ્તરે બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ વિશે જાગૃતિ લાવવામાં મદદ મળશે, જે અભિયાનની પહોંચ અને તેને વધારવામાં મદદ કરશે.
તેમ તેઓએ કહ્યું હતું.જમીન સંપાદનમાં વિલંબના મુદ્દા પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય સચિવોને કહ્યું કે તેમની પાસે વિવિધ જટિલ મુદ્દાઓ સાથે વ્યવહાર કરવાનો પૂરતો અનુભવ છે અને તેથી તેઓએ ઝડપી જમીન સંપાદન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કેન્દ્ર સરકારના તમામ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં રાજ્ય સરકાર અને સ્થાનિક એજન્સીઓ વધુ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.