દર વર્ષે કંપનીઓએ એક જ વિષય પર લક્ષ્યાંક રાખી કામ કરવું જોઇએ: મોદી
વિકાસની ઉંચાઇને આંબવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી કંપનીઓને પોતાના રોડમેપ અને લક્ષ્યાંકોની ક્ષમતાને દર્શાવવા માટે ૧૦૦ દિવસમાં પરિણામ આપવાનું ફરમાન કર્યુ છે. કેન્દ્રીય જનતા વિસ્તાર એન્ટરપ્રાઇઝની દિલ્હીની એક સભામાં સંબોધતા મોદીએ સુચનો પણ આપ્યા હતા કે સીએસઆરે દર વર્ષે એક થીમ પ્રમાણે લક્ષ્યાંક રાખવો જોઇએ અને તેને હાંસિલ કરવો જોઇએ.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે એક સારા વિષયને લઇ ૧૧૫ જીલ્લાઓમાં વિકાસના કાર્યા માટે નીતી આયોગ બનાવવામાં આવશે. સીપીએસઇ સ્કીલ ડેવલોપમેન્ટ જેવા પ્રોગ્રામ પણ કરી શકે છે. વડાપ્રધાન સમક્ષ સરકારી નિગમ, માનવ સંશાધન સંચાલન, નાણાકીય સુવિધા, એન્જીનીયરીંગ, ટેકનોલોજી અને સંશોધન જેવા વિષયો પરના પ્રોજેકટની રજુઆત કરવામાં આવી હતી. મોદીએ કહ્યું હતું કે, મારે પણ તમારી પાસેથી ઘણું બધું શિખવાનું છે, સરકારી સંચાલન માટે મને દરેક ક્ષેત્રોમાંથી પ્રેરણા મળે છે, મને આશા છે કે ૧૦૦ દિવસો બાદ આજે તમે જે પ્રસ્તુત કર્યુ છે તેની જવાબદારી લઇ ફુલપ્રુફ રોડમેપ તૈયાર કરી લેશો આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ સીપીએસઇ કંપનીઓમાંથી પર્યટન આવક કઇ રીતે શકય અને તે અંગેની પણ ચર્ચા કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,