દરિયામાં થતા ચાચિયાગિરી, અપહરણ અને પ્રદુષણ ઠાલવવા સહિતના કૃત્યો અંગે ભારતે વિશ્વનું દોર્યું 

એક મહિના માટે યુએનસીસીના અધ્યક્ષ પદની ભારતને તક મળી, તેમાં વડાપ્રધાન મોદી આગવી રીતે કરી રહ્યા છે પ્રદર્શન 

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ ભારતને એક મહિના માટે મળ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમુદ્ર મંથન કરીને નીલકંઠના રૂપમાં ભૂમિકા ભજવી રહ્યા છે. જેમ ભગવાન શિવે નીલકંઠનું સ્વરૂપ ધારણ કરી ઝેરના ઘૂંટડા ગળે ઉતાર્યા હતા. તેવી જ રીતે નરેન્દ્ર મોદી વાસ્તવિક રીતે રહેલા ઝેર જેવા કે ચાચિયાગિરી, અપહરણ અને પ્રદુષણ ઠાલવવા સહિતના કૃત્યો સ્વીકારીને સમગ્ર વિશ્વને તેનાથી વાકેફ કરી સાગરથી સહકારનું સૂત્ર આપવાના પ્રયત્નો કરી રહ્યા છે.

યુએન સિક્યુરિટી કાઉન્સિલની અંદર દરિયાઇ સુરક્ષાની સમસ્યાને રજૂ કરવા અગાઉ બે વખત પ્રયાસ થયો હતો. વિયેતનામે એપ્રિલ 2021માં અને ફેબ્રુઆરી 2019માં ઇક્વેટોરિયલ ગિનીમાં આ પ્રયાસ કર્યો હતો. પણ તેને સફળતા મળી ન હતી. વર્તમાન સમયમાં દરિયાઇ સુરક્ષા એ દક્ષિણ ચીન સમુદ્રની અંદર ખૂબ જરૂરી બની છે. જેની સ્થિતિ ભયંકર રીતે નાજુક હોવાથી ચીને પણ દરિયાઈ સુરક્ષા માટે  અગાઉ એક પ્રયાસ કર્યો હતો.

યુએનએસસીનું સુકાન મળતા ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તક ઝડપી લેવા કોઈ કચાશ છોડી નથી. દરિયામાં થતા ચાચિયાગિરી, અપહરણ અને પ્રદુષણ ફેલાવવા જેવા કૃત્યોને વિશ્વ સમક્ષ મુકવામાં આવ્યા છે. સુરક્ષા પરિષદની બેઠકમાં દરિયાઇ ક્ષેત્રમાં ગુનાહિત પ્રવૃતિઓ અને જોખમને ઓછું કરવા અને પરસ્પર તાલમેલ વધારવાને લઇને મંથન કરવામાં આવ્યું છે. બેઠકમાં અનેક રાષ્ટ્રપ્રમુખો, અનેક સરકારોના પ્રતિનિધિઓ, યુએનના વરિષ્ઠ અધિકારીઓ સિવાય અનેક ક્ષેત્રીય સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ થયા છે.

દરિયાઇ સુરક્ષા પર કોઇ પણ એક દેશ નિર્ણય કરી શકતો નથી જેના કારણે આ વિષય પર વ્યાપક રીતે ચર્ચા કરવા અને સહમતિ સાધવાની જરૂર છે. ભારત એ વાતના પક્ષમાં રહ્યો છે કે એક સહમતિથી બનાવવામાં આવેલી વૈશ્વિક નીતિ જ્યાં દરિયાઇ સુરક્ષાના મુદ્દા પર કાયદેસર ગતિવિધિઓને સંરક્ષણ આપશે. જ્યારે પારંપરિત અને બિન પારંપરીક ખતરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વ્યવસ્થાને મજબૂતાઇ મળશે.

દરિયાઇ સુરક્ષા પર વિશેષ બેઠકના બહાને ભારતનો પ્રયાસ સાગરની અવધારણાને આગળ વધારવાનો છે જેની વાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 2015થી કરતા આવ્યા છે. સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિઝન એક એવી અવધારણા છે જેમા તમામની સુરક્ષા અને વિકાસના અવસર હોય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રીતે વિશ્વ સમક્ષ કહ્યું છે કે સામુદ્રિક વિવાદોનું સમાધાન શાંતિપુર્ણ અને આંતરરાષ્ટ્રિય કાયદાઓનાં આધારે થવું જોઇએ.. આપણે સમુદ્રમાં ઉત્પન્ન કુદરતી હોનારતો અને પડકારોનો સાથે મળીને સામનો કરવો જોઇએ. આ સંબંધમાં સહયોગ વધારવા પર ભારતે ઘણા પગલા લીધા છે, સમુદ્ર વ્યાપારને વધારવા માટે સમુદ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વધારવાની જરૂર છે.આપણે સમુદ્ર પર્યાવરણ અને સમુદ્ર સંસાધનોને પણ સાચવીને રાખવા જોઇએ.  સમુદ્ર વેપારમાં કોઇ પણ અવરોધ વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે, કાનુની સમુદ્ર વ્યાપારને દુર કરવાનું આહવાન કરતા તેમણે કહ્યું કે વિવાદોને શાંતિપુર્વક અને આંતરરાષ્ટ્રિય કાયદા પ્રમાણે ઉકેલવા જોઇએ તેવું કહ્યું હતું.

મોદીએ વિશ્વ સમક્ષ મુકેલા 5 મુદાઓ

  1. દરિયાઈ વેપારમાં અવરોધો દૂર કરવા જોઈએ.
  2. દરિયાઈ વિવાદો શાંતિપૂર્ણ રીતે અને આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે ઉકેલવા જોઈએ
  3. એકસાથે કુદરતી આફતો અને દરિયાઈ જોખમોનો સામનો કરવો 
  4. દરિયાઈ પર્યાવરણ અને દરિયાઈ સંસાધનોનું જતન કરવું 
  5. જવાબદાર દરિયાઈ સંપર્કને પ્રોત્સાહન આપવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.