મોદી સરકારના બીજા કાર્યકાળના મંત્રી મંડળનું પ્રથમ વિસ્તરણ થઈ ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ટીમમાં ધરખમ ફેરફારો થયા છે. દિગજ્જ નેતાઓએ રાજીનામા આપ્યા છે તો અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતના ત્રણ નવા ચહેરાઓને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે જેમાં દર્શના જરદોશ, ડો.મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌધરીનો સમાવેશ છે. આમ ગુજરાતના કુલ પાંચ નેતા સહિત આજરોજ 43 મંત્રીઓએ નવા પદે શપથ ગ્રહણ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં 8 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી જ્ઞાતિ-જાતિના સમીકરણોના સોગઠા ગોઠવી કેન્દ્રની મોદી સરકાર દ્વારા પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. મંત્રી મંડળમાં નવા 43 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. 58 વર્ષ કે તેથી વધુની વયમર્યાદા ધરાવતા એકપણ સાંસદનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
કયા 43 મંત્રીઓનો મોદી ટીમ-2માં સમાવેશ ?
1. નારાયણ તટુ રાણે
2 સર્વાનંદ સોનોવાલ
3. ડો. વિરેન્દ્ર કુમાર
4 જ્યોતિરાદિત્ય એમ સિંધિયા
5. રામચંદ્ર પ્રસાદ સિંહ
6. અશ્વિની વૈષ્ણવ
7. પશુ પાટી કુમાર પારસ
8. કિરેન રિજીજુ
9. રાજ કુમાર સિંહ
10.હરદીપસિંહ પુરી
11.મનસુખ માંડવીયા
12. ભૂપેન્દ્ર યાદવ
13. પરર્ષોત્તમ રૂપાલા
14. જી. કિશન રેડ્ડી
15. અનુરાગસિંહ ઠાકુર
16. પંકજ ચૌધરી
17. અનુપ્રિયાસિંહ પટેલ
18. ડો. સત્ય પાલસિંહ બઘેલ
19. રાજીવ ચંદ્રશેખર
20. શોભા કરંડલાજે
21. ભાનુ પ્રતાપસિંહ વર્મા
22. દર્શના વિક્રમ જર્દોષ
23. મીનાક્ષી લેખી
24. અન્નપૂર્ણા દેવી
25. એ. નારાયણસ્વામી
26. કૌશલ કિશોર
27. અજય ભટ્ટ
28. બી. એલ. વર્મા
29. અજય કુમાર
30. ચૌહાણ દેવુસિંઘ
31. ભગવાનવંત ખુબા
32. કપિલ મોરેશ્વર પાટિલ
33. પ્રતિમા ભૂમિક
34. સુભાષ સરકાર
35. ભાગવત કિશનરાવ કરાડ
36. રાજકુમાર રંજનસિંહ
37. ભારતી પ્રવિણ પવાર
38. બિશ્વેશ્વર તુડુ
39. શાંતનુ ઠાકુર
40. મુંજપરા મહેન્દ્રભાઇ
41. જ્હોન બાર્લા
42. એલ. મુરુગન
43. નિસિથ પ્રમાનિક
ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને હાલ મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને સ્વતંત્ર હવાલો સંભાળી રહેલા રાજ્યમંત્રી મનસુખ માંડવીયાને પ્રમોશન આપી કેબીનેટમાં સ્થાન નિશ્ચિત કરાયું છે. તો આ સાથે રાજ્ય કૃષિમંત્રી પરષોતમ રૂપાલાને પણ કેબિનેટમાં સ્થાન અપવાનું નિશ્ચિત છે.