૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી માટે વિજયભાઈ ‚પાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓએ ઘર બદલવું પડશે: બે તબકકામાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે: ૪૦ થી ૫૦ નામો માસના અંત સુધીમાં જાહેર

ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની આગામી ચુંટણી સંદર્ભે સંગઠનને મજબુત કરવા માટે તેમજ ૨૦૧૭ની ચુંટણીમાં કોગ્રેસને બે તૃતિયાંશ બહુમતિ મળશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. તેમજ ૨૦૧૭ની ચુંટણીમાં પ્રદેશ કોંગ્રેસ સમીતી તૈયારીના ભાગરુપે સંગઠનના માળખાને ૨૭ લોકસભામાં વિભાજીત કરી ને ૨૬ આગેવાનોને જવાબદારી સોંપી હોય તેવું પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું તેમણે વધુમાં મુખ્યમંત્રી વિજય ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પોતાના મત વિસ્તાર બદલશે વધુ પણ જણાઇ રહ્યું છે.

આ ઉપરાંત કોગ્રેસના ઉમેદવારોની યાદી પ્રથમ અને બીજા તબકકામાં બહાર પાડવામાં આવશે. પ્રથમ યાદીમાં ૪૦ થી ૫૦ નામો માસના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે. આ વખતે બુથ લેવલ સુધી કાર્યકરો ને સક્રિય કરવાની માંગ છે. બુથદીઠ ૧૫ કાર્યકરોની નોંધણી ચાલી રહી છે.

તેમજ ઉમેદવારો પ્રક્રિયા પસંદગી પણ ચાલી રહી છે. આ બધા જ નામો ફાઇનલ કરવા માટે પસંદગી સમીતીની રચના પણ ટુંક સમયમાં કરવામાં આવશે ત્યારબાદ જ હાઇ કમાન્ડોના નામ જાહેર થશે.

પત્રકાર પરિષદ સંબોધતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે બધા જ ઉમેદવારોને જીતવાની શકયતા હોય તેને જ ટિકીટ આપવામાં આવશે. આ વખતે કોંગ્રેસને બે તૃતિયાશ બહુમતિ મળશે તેમજ ૨૦૧૫માં જીલ્લા ૨૦૧૭માં રાજય અને ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસનો ઝળહળતો વિજય થશે અને સત્તા પર આવશે.

આ વખતે વિધાનસભા ૨૦૧૭ની ચુંટણીમાં કોંગ્રેસના સંગઠનમાં ફેરફારો અને પ્રમુખ બદલાવાની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. અને એકાદ અઠવાડીયામાં નવી નિમણુંકો જાહેર કરાશે.

પત્રકાર પરિષદમાં પુછાયેલા ગૌ માસના સવાલો પર સોલંકીએ જણાવ્યું હતું કે ગાય આપણી માતા છે અને અમારી એવી ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્વીકારવામાં આવે ૧૯૯૫માં પહેલી વાર છબીલ દાસ મુખ્યમંત્રી હતા ત્યારે ગૌ હત્યા રોકવા માટે નો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપના પ્રકાશ એમ કહેતા હોય કે મને સત્તા પર લાવો હું ગૌ માસ સસ્તુ અને સારુ ખવડાવીશ. ભાજપ બે મોઢાની જ વાત કરે છે. ખોટા વચનો આપી રહી છે.

આજે ગુજરાતમાં ગેરકાયદેસર અનેક કતલખાના ચાલે છે. મુખ્યમંત્રી વિજય ‚પાણીએ આ રોકવું જોઇએ. અને કેરળની ઘટનાને લઇને ભરતસિંહ સોલંકી અને જણાવ્યું હતું કે કોંગ્રેસના જે કાર્યકર્તા એ કૃત્ય કર્યુ છે. તેની સજા તેને મળી ગઇ છે. અને કાયદેસરની કાર્યવાહી થઇ રહી છે. તેમજ ગોવા જેવા રાજયોમાં પણ કાયદો કાનુનનો અમલ થાય તેમ જણાવ્યું હતું. અમદાવાદમાં ગઇકાલે કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે મારા મારીની ઘટના વિશે તેઓએ જણાવ્યું હતું કે વાસ્તવમાં કોંગ્રેસના કાર્યકરો ગૌ હત્યાના સમર્થનમાં જ ગયા હતા. ગૌવંશ હત્યા પ્રતિબંધ કાયદાને ચુંટણી લક્ષી રાજકારણ બંધ કરવાની માંગ કરતા તેઓએ કહ્યું હતું કે ભાજપે ગૌ ચરોની જમીન મૂડીપતિઓ વેંચી નાખી ગૌહિતના ગાણા ગાતા ભાજપે ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરી ગૌચર જમીનો પાછી મેળવવી જોઇએ.પત્રકાર પરિષદમાં પુછાયેલા શંકરસિંહ વાઘેલાના પ્રશ્ર્નોનો ઉત્તરોતર આપતા ભરતસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે હું અને શંકરસિંહ સાથે મળીને ગુજરાત વિધાનસભા ૨૦૧૭ ની ચુંટણીમાં કોંગ્રેસ ની સત્તા આવે તેવા પ્રપ્તનો કરશું. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ શહેર પ્રમુખ કુવરજી બાવળીયા, સૌરાષ્ટ્રના પ્રવકતા હેમાંગ વસાવડા, જીલ્લા પ્રમુખ દિનેશ ચોવટીયા, જીલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણી હાજર રહ્યા હતા. અબતક સાથેની વાતચીતમાં ભરતસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે મોદી પૈસા ખર્ચી ભષ્ટાચાર ના પૈસાનો ઉપયોગ કરી આ પ્રકારના પ્રોફેસન્રો દ્વારા પ્રચાર-પ્રસાર કરાવી રહયા છે. ગુજરાતની પ્રજા તેને ચોકકસ પણે જવાબ આપશે. તેમજ ભષ્ટાચારનો ગોટાળાનો અને આપેલા ખોટા વચનોનો પણ જવાબ આપતા સમયમાં આપશે. કોંગ્રેસ આવનારા સમયમાં ગુજરાતમાં બેરોજગારો હોય ખેડુતોના પરેશાની હોય વિઘાર્થી અને વાલીઓની પરેશાની હોય તો બધા જ પ્રશ્ર્નો દુર કરી નવસર્જન ગુજરાતના કોન્સેટર નો સંકલ્પ કરી ભારતભરમાં ગુજરાતને આગળ લઇ જશું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.