ફીટ ઈન્ડિયા મુવમેન્ટમાં ભાગ લેવા અપીલ કરી: નદીઓના પ્રચાર-પ્રસારની જરૂર
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ૫૯મી વખત દેશવાસીઓ સાથે મન કી બાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ૯મી નવેમ્બરના રોજ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન્યાયવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વનો સાબિત થયો છે. લોકોને શાંતિ અને સદભાવનાના મૂલ્યોને સાબિત કર્યા છે. તેમણે એમપણ જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાના ચોથા રવિવાર પ્રત્યેક વર્ષ એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હું પણ તમારી માફક એક કેડેટ રહી ચુક્યો છું અને આજે પણ મારી જાતને એક કેડેટ માનું છું. વિશ્વના સૌથી મોટા યુનિપોર્મ્ડ યુથ ઓર્ગેનાઈઝેશનમાં ભારતના એનસીસીનો સમાવેશ થાય છે. તેમા સેના,નૌ-સેના અને વાયુ સેનાનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ૭મી ડિસેમ્બરના રોજ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડેની ઉજવણી કરવામાં આવે છે. જ્યારથી આપણા સશસ્ત્ર દળોને યાદ કરી છીએ.આપણી પાસે તે દિવસે આર્મ્ડ ફોર્સીસનો ફ્લેગ હોવો જોઈએ. આપણા વીર સૈનિકોનું સ્મરણ કરીએ.
ફીટ ઈન્ડિયા મૂવમેન્ટથી તો તમે પરિચિત હશો. સ્કૂલ્સ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ ડિસેમ્બરમાં ગમે ત્યારે ઉજવી શકાય છે. તેમા બાળકો ચિત્રકારી, રમતગમતસ્પર્ધા અને યોગમાં સામેલ થઈ શકે છે. બાળકોને તેમા પરસેવો વહાવવો જોઈએ. તેનાથી ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધે છે. તમામ શાળા ફિટ ઈન્ડિયા રેન્કિંગમાં સામેલ થાય અને ફિટ ઈન્ડિયાને સહજ સ્વભાવ બનાવો. આ એક આંદોલન બને. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટમાં ફિટનેસને લઈ શાળાના રેન્કિંગનીવ્યવસ્થા કરવામાં આવે છે.
પુષ્કરમ, પુષ્કરાલુ, પુષ્કર: અંગે તેમણે કહ્યું હતું કે તે નદીઓના કિનારે ઉજવવામાં આવતો ઉત્સવ છે. પુષ્કરમ એક એવો ઉત્સવ છે જેમાં નદીના મહાત્મય,નદીના ગૌરવ, જીવનમાં નદીનું શું મહત્વ રહેલું છે તે અંગે જાણકારી આપે છે.
તે દેશની ૧૨ જેટલી અલગ અલગ નદીઓ પર જે ઉત્સવ યોજાય છે તે અંગેવિવિધ નામ છે. પ્રત્યેક વર્ષ એક નદી પર એટલે કે તે નદીનો નંબર ૧૨ વર્ષ બાદ આવે છે. આ ઉત્સવ દેશના વિવિધ ક્ષેત્રોમાં ૧૨ નદીઓ પર આવે છે. તે૧૨ દિવસ સુધી ચાલે છે.
વડાપ્રધાને ગત મન કી બાતમાં અયોધ્યા કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ચૂકાદા અગાઉ લોકોએ શાંતિપૂર્ણ રીતે રહેવા સલાહ આપી હતી. મોદીએ કહ્યું હતુંકે અયોધ્યા કેસ પર ૨૦૧૦માં તણાવ ઉભો કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટનો ચૂકાદો આવ્યા બાદ દેશનો મૂડ બદલાઈ ગયા છે. સ્થિતિ સામાન્ય કરવામાં રાજકીય પક્ષો, સામાજીક સંગઠનોએ મહત્વની ભૂમિકા ભજવી છે.
આ ઉપરાંત તેમણે ગુરુનાનક દેવજીના ૫૫૦માં પ્રકાશપર્વ અંગે પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે ગુરુનાનક દેવના આદર્શો પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે.તેમને સેવાઓને હંમેશા સર્વોપરી ગણી હતી. ગુરુનાનક દેવજી માનતા હતા કે નિસ્વાર્થ ભાવથી કરાવમાં આવેલી સેવાની કોઈ કિંમત હોઈ શકે નહીં. તેઓ અસ્પૃશ્યતા જેવા સામાજીક દૂષણ સામે મજબૂત રીતે ઉભા રહ્યા હતા.