ઈન્ડિયા મીન્સ બિઝનેસનો મંત્ર મોદીએ આપ્યો
મહાકાય ૬૦ કંપનીઓના વડાઓની હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દાવોસમાં વર્લ્ડ ઈકોનોમીક ફોરમ દરમિયાન જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું છે. આલપ્સ પર્વતમાળામાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેની વચ્ચે દાવોસની ગરમાગરમ ઈકોનોમીક ફોરમની બેઠકનું આયોજન થયું છે. મોદી વર્લ્ડ ઈકોનોમીક ફોરમના માધ્યમથી સમગ્ર વિશ્ર્વને ભારતમાં મુડી રોકાણ માટે આહ્વાન આપશે.
દાવોસમાં ઉમટેલી કંપનીઓના ગ્લોબલ સીઈઓ ભારતને મુડી રોકાણ માટે પાંચમાં ક્રમનું સૌથી સારૂ સ્થળ ગણી રહ્યાં છે. ભારતનો જીડીપી દર આગામી વર્ષમાં ધીમો રહે તેવી શંકાએ વડાપ્રધાન મોદીએ દાવોસમાં હાજરી આપવાનો નિર્ણય લીધો છે.
અત્યાર ચીન મુડી રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું માનવામાં આવે છે. પરંતુ ભારત પણ હવે વૈશ્ર્વિક કંપનીઓનું માનીતુ બનવા લાગ્યું છે. જર્મની અને યુકેને ભારતે પછાડયા છે.
વડાપ્રધાન મોદીએ વિશ્ર્વ ફલક પર ભારતની અર્થ વ્યવસ્થા અને વિકાસ અંગે વકતવ્ય આપવાની તૈયારી કરી છે. બે દશકા બાદ ભારતીય વડાપ્રધાન પ્રથમ વખત આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. જે ભારતીય અર્થ વ્યવસ્થા માટે ખૂબજ મહત્વની બાબત છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દાવોસની ઈકોનોમીક ફોરમ બાદ ભારત તરફ મુડી રોકાણ માટે આકર્ષાય તેવી યોજના મોદી સરકારે ઘડી કાઢી છે.
વહેલી સવારે મોદી જયુરીક પહોંચ્યા હતા જયાંથી તેઓ દાવોસમાં ૧૫૦૦થી વધુ ડેલીગેટશને સંબોધશે. આ ઉપરાંત તેઓ સ્વીસ કો.ફેડરેશનના પ્રમુખ એલેન બેરસેર્ટ સાથે મીટીંગ કરશે. એક વાગ્યા રાઉન્ડ ટેબલ પર ડિનર થશે. ઉપરાંત ૬૦ થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત થશે. આ ૬૦ કંપનીઓ વિવિધ ૨૬થી વધુ ક્ષેત્રમાં વ્યાપાર કરી રહી છે. કંપનીઓનું માર્કેટ કેપ ૩.૩ ટ્રીલીયન ડોલર જેટલું છે.
વડાપ્રધાન સાથેની ડીનર ડિપલોમર્શીમાં એરબસ ગ્રુપના વડા ડિર્ક હોકે, હિતાચી ગ્રુપના ચેરમેન હિરોકી નાકનીસી, વર્લ્ડ ડબલ્યુઈએફના સ્થાપક પ્રોફેસર કલાઉસ સેવાબ સહિતના આર્થિક ક્ષેત્રના વડા હાજર રહેશે. આ ઉપરાંત ઈકોનોમીક ફોરમમાં જનરલ મોટર્સના વડા ટેરી બારા, રોયલ ડચ સેલના વડા, નેસ્લે અને જે.પી.મોર્ગનના સીઈઓ પણ હાજર રહેશે. એકંદરે આ ફોરમ વિશ્ર્વની મહાકાય કંપનીઓના વડાઓનો મેળો છે. જયાં તમામ લોકો વેપાર-વાણીજય માટે ઉમટી પડયા છે.
વિશ્ર્વની મહાકાય કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે આકર્ષાય તે માટે વડાપ્રધાન મોદી દાવોસમાં હાજરી આપી રહ્યાં છે. દાવોસનું વાતાવરણ હાલ બર્ફછાદી છે. વડાપ્રધાન મોદીને દાવોસમાં બહોળો આવકાર મળ્યો છે. અનેક જગ્યાએ મોદીના પોસ્ટર લાગ્યા છે. મોદી ઈન્ડિયા મીન્સ બીઝનેસની વાત ગ્લોબલ કંપનીઓને સમજાવી રહ્યાં છે.
દાવોસની આ ઈકોમોનીક ફોરમમાં વર્ષો બાદ ભારતના વડાપ્રધાન પણ હાજરી આપવાના હોય વૈશ્ર્વિક કંપનીઓ ઉપરાંત ભારતના પ્રતિસ્પર્ધીઓની નજર ઈકોનોમીક ફોરમ પર છે. ચીન સહિતના દેશો રોકાણ માટે ઈકોનોમીક ફોરમમાં પોતાની તાકાત લગાડશે તે નિશ્ર્ચિત છે.
મોદીનો નેક્સ્ટ ટાર્ગેટ મઘ્ય એશિયા ૧૦મીએ પેલેસ્ટાઇનની મુલાકાતે
વડાપ્રધાન મોદી હવે મધ્ય એશિયા ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે. મધ્ય એશિયાના પ્રવાસ દરમિયાન ૧૦મી ફેબ્રુઆરીએ પેલેસ્ટાઈનની મુલાકાત લેશે. તાજેતરમાં ઈઝરાયલ સાથે સંબંધો મજબૂત બનાવ્યા બાદ પેલેસ્ટાઈન સાથે પણ સંબંધોમાં બેલેન્સ જાળવવા આ મુલાકાત થશે. વડાપ્રધાન પેલેસ્ટાઈનના કેપીટલ રામલ્લાહમાં પ્રમુખ મહેમુદ અબ્બાસ સાથે મુલાકાત કરશે. મધ્ય એશિયાના ઓમાન અને યુનાઈટેડ આરબ અમીરાતનો પ્રવાસ મોદીનો છે.
પેલેસ્ટાઈનની મુલાકાત ૧૦મી ફેબ્રુઆરીએ લેશે. છેલ્લા પાંચ દસકાથી ભારત પેલેસ્ટાઈનને ટેકો દઈ રહ્યું છે. પ્રથમ વખત ભારતે ઈઝરાયલ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જો કે હવે આ સંબંધોમાં સમતોલન જાળવવા માટે પેલેસ્ટાઈન પ્રવાસ પણ કિંમતી છે.
દાવોસમાં મોદીનું શું છે લક્ષ્ય જુઓ આ ૧૦ મુદ્દા
- સ્વીત્ઝરલેન્ડના દાવોસમાં આર્થિક ક્ષેત્રના વડાઓનો જમાવડો હાલ માધ્યમોમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ ઈકોનોમીક ફોરમમાં ભારત માટે ૧૦ મુદ્દા અતિ મહત્વના બની જાય છે.
- ઈકોનોમીક ફોરમનું મેનુ ભારતીય સ્વાદથી ભરેલુ છે. સમોચા અને કચોરીનો સ્વાદ ભારતીયો અને વિદેશી કંપનીઓના વડા માણશે.
- વિવિધ ૧૮ દેશમાંથી ૬૦ વૈશ્ર્વિક કંપનીઓના વડા હાજરી આપશે. અબજોના કરાર માટે વાટાઘાટો થશે.
- વડાપ્રધાન મોદી ઈકોનોમીક ફોરમની પ્રથમ સેશનને સંબોધશે. લોકો સમક્ષ ઈન્ડિયા મીન્સ બિઝનેશનો આઈડિયા મુકશે.
- ૪૮ વર્ષમાં પ્રથમ વખત ભારતીય વડાપ્રધાન ઈકોનોમીક ફોરમમાં હાજરી આપશે.
- શાહરુખ ખાન અને હોલીવુડ એકટ્રેસ કેટ વિન્સલેટ તથા મ્યુઝીકના લેઝન્ડ એલ્ટોન ઝોન હાજરી આપશે.
- ઈકોનોમીક ફોરમથી ૩.૩ ટ્રિલીયન ડોલરનો ધંધો કરનાર કંપનીઓ એકબીજાથી નજીક આવશે.
- ભારતને વિદેશી મુડી રોકાણ ખેંચી લાવવા મોટું પ્લેટફોર્મ મળશે.
- વર્લ્ડ ઈકોનોમીક ફોરમમાં ૧૫૦૦થી વધુ ડેલીગેટ્સની હાજરી રહેશે.
- ભારતીય કંપનીઓ રિલાયન્સ, ટાટા, અદાણી, વિપ્રો, આઈસીઆઈસી બેંક, કોટક મહિન્દ્રા અને સ્પાઈસ જેટની હાજરી પણ રહેશે.
- ઈન્ટરનેશનલ બિઝનેસ કાઉન્સીલના ૧૨૦ સભ્યો સાથે મોદીનો વાર્તાલાપ થશે.