મોદી… મોદી… મોદી…
૭૪.૬ ટકા લોકોના મતે મોદીના પુનરાગમનને કોઈ નહીં રોકી શકે: દેશના શિક્ષીત બેકારો અને યુવાનો મોદી ઉપર આફરીન.
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે અનેકવિધ સંસ્થાઓ દ્વારા ઓનલાઈન ચૂંટણી અંગેના પોલ જાહેર કરવામાં આવતા હોય છે. જેમાં અત્યાર સુધીમાં પ્રાપ્ત માહિતી મુજબ ૮૩ ટકા લોકો મોદીની આગેવાનીમાં એનડીએ સરકારનું પુનરાગમન થવાના સંકેતો આપ્યા છે. એટલે કહીં શકાય કે કયાંકને કયાંક મોદીની લોકચાહના અને તમામ વર્ગમાંથી મળી રહેલો આવકાર અકબંધ હોવાનો ઓનલાઈન હાથ ધરાયેલા સર્વેમાં પ્રાપ્ત થઈ રહ્યો છે.
સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત લોકચાહના-લોકપ્રિયતા ટોચે હોવાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણીની તૈયારીઓના માહોલમાં ૮૪ ટકા લોકો નરેન્દ્ર મોદીને જ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની પસંદગી કરી લીધી હોવાનું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. ભારત દેશમાં છેલ્લા બે દાયકાથી ચૂંટણી પહેલાના મતદારોના વિચારને પારખવા માટે ઓપીનીયન પોલ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે ચૂંટણીમાં હવાનો રૂખ કઈ દિશામાં હશે તે તો આવનારો સમય જ જણાવશે. ત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, નરેન્દ્ર મોદીની લોકચાહનામાં સહેજ પણ ફેર પડયો નથી.
નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર ઈચ્છનારા લોકોની ટકાવારી ૮૩.૦૩ ટકા છે. જયારે રાહુલના નેતૃત્વ માટે ૯.૨૫ ટકા, મોદી વગરની એનડીએ સરકારની ૪.૨૫ ટકા અને મહાગઠબંધનને ૩.૪૭ ટકા લોકોએ પસંદ કર્યો છે. વડાપ્રધાન તરીકે મોદીને ૮૩.૮૯, રાહુલ ગાંધીને ૮.૩૩, મમતા બેનર્જીને ૧.૪૪, માયાવતીને ૦.૪૭ અને અન્ય નેતાઓના ભાગે વડાપ્રધાન તરીકે ઈચ્છનારાઓની સંખ્યા ૫.૯૨ ટકા રહી હતી. આ સર્વેમાં નરેન્દ્ર મોદી પછી ખુબજ મોટા અંતરે રાહુલ ગાંધીનો નંબર આવ્યો હતો. જો કે, ૨૦૧૪ની સરખામણીમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી હતી. રાહુલને પસંદ કરનારની સંખ્યા ૩૧ ટકા સુધી પહોંચી છે.
હાલ જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમાં ૨ લાખ જેટલા પસંદ કરાયેલા લોકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ઓપીનીયન પોલમાં નરેન્દ્ર મોદીને ૫૯.૫૧ ટકાનો મત વેરી વેરી ગુડ તરીકે આપવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી પર મતદારો ઓળધોળ થતાં હોવાના કારણે ૫ વર્ષના ગાળામાં મોદીએ ગરીબોના જીવન ધોરણમાં સુધારો કરાવ્યો છે તથા અનેકવિધ મુકેલી યોજનાઓનો અમલ જયારે જીએસટીમાં પણ સરળતા જેવા પગલાઓ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માટે કારણભૂત ગણાવ્યા હતા. સાથો સાથ રામ મંદિર મુદ્દાને લઈ ૩૫.૭૨ ટકા લોકોએ મોદીને પસંદ અને રામ મંદિરના વિલંબથી ૨૯.૫ ટકા લોકો મોદીથી નારાજ હોવાનું બહાર આવ્યું છે.
આગામી ચૂંટણીમાં મોદીને મળનારી જબ્બર સફળતા પાછળ દેશમાં વિવિધ રીતે ઉભા કરવામાં આવેલા રોજગારના અવસરથી દેશના શિક્ષીત બેકારો અને યુવાનો મોદી ઉપર આફરી થયા છે. દેશના યુવાનોનો વિકાસ થાય તે અભિગમ ધરાવતા ભારત દેશના નવયુવાનો નરેન્દ્ર મોદીના પડખે ઉભા રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. જયારે ખેડૂતોની સ્થિતિ ઉપરાંત સૌથી મોટા મુદ્દા તરીકે રામ મંદિરના મુદ્દાને લોકોએ ૨૧.૮ ટકાનો ગણાવ્યો હતો. જેમાં ૧૦ ટકાથી વધુ લોકો નિર્ણયની અવહેલના કરી હતી. એટલે કહીં શકાય કે, આગામી ચૂંટણીમાં ફરીથી મોદી… મોદી… ના નારાઓ ગુંજવા લાગશે.