આજી ડેમી એરપોર્ટ સુધી ૧૦ કિ.મી.નો ભવ્ય રોડ-શોમાં વિવિધ સમાજ અને સંસઓ દ્વારા વડાપ્રધાનનું રજવાડી સ્વાગત કરાશે: મોદી રાજકોટવાસીઓનું અભિવાદન જીલશે: સાધુ-સંતો વડાપ્રધાનને આશિર્વાદ આપશે: રાજકોટ બનશે મોદીમય
વડાપ્રધાન બન્યા બાદ પ્રમ વખત રાજકોટની મુલાકાતે પધારી રહેલા નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે રાજકોટવાસીઓમાં અનેરો નગનાટ જોવા મળી રહ્યો છે. આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરી જંગી જાહેરસભા સંબોધ્યા બાદ વડાપ્રધાન મોદી શહેરમાં ૧૦ કિ.મી.નો ભવ્ય રોડ-શો યોજશે. જેમાં લાખોની મેદની ઉમટી પડે તેવી સંભાવના જણાઈ રહી છે. વડાપ્રધાનને આવકારવા માટે શહેરના તમામ રાજમાર્ગો પર આંખ આંજી દેતી રોશની કરવામાં આવી છે. જેને નિહાળવા માટે લોકો ઉમટી પડે છે.
બપોરે ૪:૦૦ કલાકે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન શે. રેસકોર્સ ખાતે દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરી અહીં તેઓ એક જાહેરસભાને સંબોધશે. ત્યારબાદ આજી ડેમ ખાતે સૌની યોજનાનું લોકાર્પણ કરી આજીમાં નર્મદાના નીરના વધામણા કરશે. અહીં પણ એક જંગી જાહેરસભા સંબોધ્યા બાદ વડાપ્રધાન આજી ડેમી એરપોર્ટ સુધી ૧૦ કિ.મી.નો એક ભવ્ય રોડ-શો યોજશે. આજી ડેમી ચુનારાવાડ ચોક, પારેવડી ચોક, કૈસર-એ-હિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કુલ ચોક, બહુમાળી ભવન ચોક પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ત્યાંી જિલ્લા પંચાયત ચોક, રેસકોર્સ રીંગ રોડ, કિશાનપરા ચોક, એરપોર્ટ સુધીના ૧૦ કિ.મી.ના અંતરમાં વડાપ્રધાનનો રોડ-શો યોજાશે. જેમાં વિવિધ સમાજ અને સંસઓ દ્વારા વડાપ્રધાનનું શાહી સ્વાગત કરવામાં આવશે. રોડ-શોમાં લાખોની જનમેદની ઉમટી પડશે અને જ્ઞાતિ વાઈજ વડાપ્રધાનનું સન્માન કરવામાં આવશે.
આજી ડેમ ચોકડી, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો, બાવાશ્રી અને મહંતો હાજર રહેશે. જયાં ઝાલર, નગારા અને શંખના સો વડાપ્રધાનનું શાહી સ્વાગત કરવામાં આવશે. ગવર્નમેન્ટ પોલીટેકનીક કોલેજ પાસે બ્રહ્માકુમારીઝના ભાઈ-બહેનો દ્વારા વડાપ્રધાનને આવકારવામાં આવશે. તુરી બારોટ સમાજના લોકો પરંપરાગત પહેરવેશ સો વડાપ્રધાનને ઉમળકાભેર આવકારશે. મોટાભાગે શાળા-કોલેજોના વિર્દ્યાીઓ વડાપ્રધાનને આવકારવા માટે ઉમટી પડશે. સીદ્દી બાદશાહ સમાજનું ધમાલ નૃત્ય પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ોરાળા પોલીસ સ્ટેશન પાસે દલિત સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જયારે ચુનારાવાડ ચોક પાસે કોળી સમાજ અને માલધારી સમાજ રાસની રમઝટ સો રોડ-શોની શોભા વધારશે. અમુલ ચોકડી પાસે લુહાર સમાજ અને આજી ઔદ્યોગીક વસાહતના ઉદ્યોગકારો ફાયર બ્રિગેડ પાસે કચ્છી ભાનુશાળી સમાજના લોકો મોદીને ઉમળકાભેર આવકારશે.
આ ઉપરાંત ક્ષત્રિય સમાજ સાફા પહેરી, પ્રજાપતિ સમાજ પરંપરાગત સાધનો સો, વોરા સમાજ, સગર સમાજ, વાળંદ, સમાજ, મુસ્લિમ સમાજ, આહિર-બોરીચા સમાજ સહિતના વિવિધ સમાજો ૧૦ કિ.મી.ના રોડ-શો દરમિયાન મોદીને આવકારશે.
રોડ-શોમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ ગોઠવી દેવામાં આવી છે. શહેરના અનેક રાજમાર્ગો પર નો-એનર્ટી જાહેર કરવામાં આવી છે. તો રાજમાર્ગોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં સુરતમાં યોજાયેલા વડાપ્રધાનના રોડ-શોમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. એક અંદાજ મુજબ રાજકોટમાં પણ મોદીના રોડ-શોમાં ૧૦ લાખી વધુ લોકો સામેલ ાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.