નેપાળ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ અને માલદીવ સહિતના દેશોને આર્થિક સહાય આપવા ચીન અને ભારત વચ્ચે હોડ
સાઉથ એશીયાના દેશો ઉપર પ્રભુત્વ હાંસલ કરવા ભારત અને ચીન વચ્ચે હોડ લાગી છે. ચીન વિસ્તારવાદની દ્રષ્ટીએ સાઉથ એશીયાના દેશો ઉપર કબજો કરવા માંગે છે. જયારે ભારત આવા દેશોને ચીનના ભરડામાંથી બચાવવા માટે સહાય કરી રહ્યું છે. સાઉથ એશીયામાં પ્રભુત્વ હાસલ કરવા માટે બન્ને દેશોના ઉદ્દેશ્ય ભિન્ન-ભિન્ન છે.
હાલ સાઉથ એશીયાના તમામ દેશોમાં ચીનનો કોઈને કોઈ પ્રોજેકટ ચાલુ છે. ચીન સાઉથ એશીયાના દેશોમાં ખૂબજ ઝડપી મસમોટા ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે. જયારે આ મામલે ભારત હજુ થોડુક પછાત રહ્યું છે. ચીનના એગ્રીસીવ વલણના કારણે જ તેનું પ્રભુત્વ નેપાળ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, માલદીવ, શ્રીલંકા સહિતના દેશો ધીમે ધીમે તેના પડખે જઈ રહ્યાં છે.આંકડાનુસાર વર્ષ ૨૦૧૭માં નેપાળમાં ચીન દ્વારા ૩૭૫ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જે ૨૦૧૮-૧૯માં ૬૦૦ કરોડ સુધી પહોંચી જશે. આવી જ રીતે મ્યાનમારમાં ૨૮૦ કરોડ અને બાંગ્લાદેશમાં ૧૭૫ કરોડ સુધીના રોકાણ ચીન આગામી વર્ષમાં કરવા જઈ રહ્યું છે. બીજી તરફ ભારત સરકારે પણ ભુતાન અને નેપાળમાં મુડી રોકાણ ઉપર જોર વધાર્યું છે. નેપાળને અપાતી ર્આકિ સહાયમાં ૭૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય ભારત સરકારે લીધો છે. નેપાળને આગામી ચાલુ વર્ષે ૬૫૦ કરોડની સહાય સરકારે કરી છે. જે અગાઉ ૩૭૫ કરોડ સુધી જ હતી.નેપાળ કરતા વધુ સહાય ભુતાનને આપવામાં આવી છે. ભુતાનના હાઈડ્રો ઈલેકટ્રીક પ્રોજેકટ સહિતના પ્રોજેકટોમાં ભારતની કંપનીઓ અને સરકારનું મુડી રોકાણ વધી રહ્યું છે. આંકડાનુસાર ભુતાનને ૧૮૧૩ કરોડની સહાય ભારતે આપી છે. અફઘાનિસ્તાનને ૩૨૫ કરોડ અને સીસેલ્સને ૩૦૦ કરોડની સહાય આપવામાં આવી છે.
સાઉથ એશીયામાં વધતા ચીનના પ્રભુત્વને લઈ સમગ્ર વિશ્વ ચિંતીત છે. હિન્દ મહાસાગર અને ચીની સમુદ્રમાં પણ પગપેશારો વધી રહ્યો છે. પરિણામે ભારતે પણ હવે બિગબ્રધરની ભૂમિકા માટે તૈયારી આરંભી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,