પ્રચારને વધુ પ્રચંડ બનાવવા તાકીદ: ભાજપ કાર્યાલયે વર્ષોથી કામ કરતા સ્ટાફ સાથે વાર્તાલાપ
ગુજરાત પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રમાં અલગ અલગ ચાર શહેરોમાં ચુંટણી સભા સંબોઘ્યા બાદ મોડી રાતે અમદાવાદમાં કોબા સર્કલ ખાતે આવેલા પ્રદેશ ભાજપકાર્યાલય ‘કમલમ’ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ:, સંગઠન મહામંત્રી રત્નાકર અને ગૃહ રાજય મંત્રી હર્ષભાઇ સંઘવી સાથે ચુંટણી લક્ષી બેઠક યોજી હતી.
પ્રથમ તબકકાના મતદાનના આડે માત્ર 10 દિવસ બાકી હોવા છતાં કયાંય ચુંટણી હોય તેવો માહોલ દેખાતો નથી. આવામાં પ્રચાર-પ્રસારને વધુ વેગવાન બનાવવા તાકીદ કરી હતી. પ્રદેશ ભાજપના નેતાઓ સાથેની બેન્ક દરમિયાન કંઇ બેઠક પર ભાજપે વધુ મહેનત કરવાની જરુરી છે. તે અંગે વિસ્તૃત માહીતી મેળવી હતી સંપૂર્ણ ચિત્રનો કયાશ મેળવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે વર્ષોથી કામ કરતા સ્ટાફ સાથે મુકત મને વાતચીત કરી હતી.