માર્ચથી લઈ અત્યાર સુધીમાં 9 ચિતાએ ગુમાવ્યો જીવ : મોત પાછળ ગરમી મુખ્ય કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન જાણે રોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ એક સમયે ચિતાની જાતિ લુપ્ત થતી જોવા મળી હતી અને આફ્રિકા માંથી 20 પિતાને ભારત લાવવામાં આવ્યા હતા પરંતુ ગરમીના કારણે 30 ટકા એટલે કે છ થી વધુ ચિતાના મોત નિપજ્યા છે. ત્યારે આવનારા સમયમાં વન્ય પ્રાણીઓ ની દેખરેખ અને તેના સંવર્ધન માટે સરકાર દ્વારા યોગ્ય પગલાઓ લેવામાં આવે તે ખુબજ જરૂરી છે.

મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થઈ ગયુ છે. હવે કૂનોમાં નામીબિયાથી લવાયેલા માદા ચિત્તા તબ્લીશીનું મોત થઈ ગયુ છે. માર્ચથી લઈને અત્યાર સુધીમાં કુલ 9 જેટલાં ચિત્તાઓનાં મોત થઈ ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બે દિવસથી ચિત્તાનું લોકેશન મળી રહ્યુ નહોતું. કૂનોના બહારના વિસ્તારમાંથી ચિત્તાની બોડી મળી છે. તો શ્યોપુરના કૂનો પાલપુર નેશનલ પાર્કમાંથી એક માદા ચિત્તો લાપતા થયો હતો. બે દિવસથી તેના કોઈ સુઘડ મળી રહ્યા નહોતા. જે બાદ પાર્કની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તરફ સીતા નું જે મોત નીપજી રહ્યું છે તેની પાછળ ગરમી પણ એક મુખ્ય કારણ છે.

ચિત્તાની ગરદનમાં લગાવવામાં આવેલું રેડિયો કોલર આઈડી ખરાબ થઈ ગયુ હતુ. એના કારણે તેનું લોકેશન ટ્રેસ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. હવે વન વિભાગે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. એ પછી તેની શોધખોળ હાથ ધરી હતી. મધ્ય પ્રદેશમાં શ્યોપુરના કૂનો પાલપુર અભયારણ્ય છેલ્લાં કેટલાંક દિવસોથી સતત ચર્ચામાં છે. પહેલાં જ્યારે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવ્યા ત્યારે સારા સમાચાર સામે આવ્યા હતા. આ કેન્દ્ર અને રાજ્ય સરકારનો મહત્વનો પ્રોજેક્ટ હતો. પરંતુ આ ખુશી થોડા જ દિવસો રહી અને પછી સતત એક બાદ એક ચિતાના મોત થવા લાગ્યા હતા. ગયા 10 મહિનામાં 7 ચિત્તાના મોત થયા છે. જેમાં બચ્ચાઓનો પણ સમાવેશ થાય છે. કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાના મોત રોકવાનું નામ લઈ રહ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.