ભારત તરફી વચન મુજબનું મુડી રોકાણ ન કરાતા ઈરાન નારાજ: સાઉદી અરેબીયા, રશીયા, ઈરાન કે અમેરિકા પાસેથી ભારત તેલ ખરીદશે તો ઓછી કિંમતે ઓઈલ ન આપવાનો નિર્ણય
પાકિસ્તાનને બાયપાસ કરી એશિયા સહિત વિશ્વમાં વેપાર-વાણીજય માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરવા ચાબહાર પોર્ટ અગત્યનું
વડાપ્રધાન મોદીના અતિ મહત્વકાંક્ષી ચાબહાર પોર્ટ પ્રોજેકટ પર સંકટના વાદળો ઘેરાયા છે. પાકિસ્તાનને બાયપાસ કરી વિશ્વ વ્યાપારમાં ડંકો વગાડવા માટે ઈરાન અને અફઘાનિસ્તાન સો મળી ભારતે ચાબહાર પોર્ટ વિકસાવવાનો પાયો નાખ્યો હતો. પરંતુ થોડા સમય પહેલા ચાબહાર પોર્ટમાં ભારતે યોગ્ય મુડી રોકાણ ન કરતા ઈરાન રોષે ભરાયું છે અને ભારતની રણનીતિને વખોડી છે.
વડાપ્રધાન બન્યાની સો જ મોદીએ ભૌગોલીક રાજકારણમાં આગળ રહેવા માટે અફઘાનિસ્તાનના વડાપ્રધાનને શપવિધિમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. આ નિર્ણય પાકિસ્તાન મારફતે તાં વ્યાપારને અટકાવી ઈરાનમાં પોર્ટ વિકસાવી, ત્યાંથી સુરક્ષીત વ્યાપાર માટે લેવાયો હતો. એકંદરે ચાબહાર પોર્ટ ભારત માટે મહત્વનું માનવામાં આવી રહ્યું હતું.ચાબહાર પોર્ટ કુદરતી રીતે પણ ભારત માટે ભૌગોલીક રણનીતિમાં મહત્વનું માનવામાં આવે છે. ભારત, ઈરાન, અફઘાનિસ્તાન તેમજ મધ્ય એશિયાના દેશો માટે આ પોર્ટ માલ-સામાનની હેરફેર સરળતાી સુરક્ષીત રીતે કરી શકે તેવું સધ્ધર છે. પરંતુ હવે આ પોર્ટ ઉપર સંકટ આવ્યું છે. જો ચાબહારમાં વચન આપ્યા મુજબ ભારત સરકાર મુડી રોકાણ નહીં કરે તો ઈરાન ઓઈલના ભાવમાં ભારતને અપાતી છૂટછાટ બંધ કરશે. પરિણામે ભારતને ક્રુડ મોંઘુ મળશે.
તાજેતરમાં ઈરાનના નાયબ રાજદૂત મસુદ રેઝવાનીને કહ્યું હતું કે, જો ભારત હવે સાઉદી અરેબીયા, રશીયા, ઈરાક અને અમેરિકા કે અન્ય કોઈ દેશ પાસેથી ઓઈલ ખરીદવાનો નિર્ણય લેશે તો ઈરાન પોતાનું ક્રુડ આપવાનું બંધ કરી દેશે. ભારતે ચાબહારમાં મુડી રોકાણ કરવાનું વચન આપ્યું છે. જો ચાબહાર પ્રોજેકટમાં ભારતે સફળતા મેળવવી હશે તો ઈરાન સાથે સમજૂતી બરકરાર રાખવી જ‚રી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬ના મે મહિનામાં ભારત, ઈરાન અને અફઘાનિસ્તાને ટ્રાન્સીટ એન્ડ ટ્રાન્સપોર્ટ કોરીડોર સપવાનો નિર્ણય કર્યો હતો. ઈરાનમાં ચાબહાર પોર્ટ વિકસાવી સધ્ધર બનાવવા ત્રણેય દેશોએ હાથ મિલાવ્યા હતા. જો કે, આ પોટ્રની કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે અને ભારત તરફી યોગ્ય મુડી રોકાણ ન આવતું હોવાની ફરિયાદ ઈરાને કરી છે.
અમેરિકાના આકરા પ્રતિબંધો બાદ ભારત ઈરાન પાસેથી ક્રુડ ન ખરીદે તે માટે દબાણ થઈ રહ્યું છે. એશિયામાં મોટાભાઈ બની રહેવા માટે ભારતને હાલ ઈરાનના ચાબહાર પોર્ટની આવશ્યકતા છે. જયારે બીજી તરફ અમેરિકા તરફી થતું દબાણ વધી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી તેલ ન ખરીદવાની સીખામણ આપી છે. ત્યારે હવે ભારત શું પગલા ભરશે તે જોવાનું રહ્યું.અમેરિકાના પ્રતિબંધ છતાં ક્રુડના વેંચાણમાં ઘટાડો નહીં થાય તેવો ઈરાનને વિશ્વાસ
પરમાણુ સંધી તોડયા બાદ અમેરિકા ઈરાન ઉપર આકરા આર્થિક પ્રતિબંધો મુકી રહ્યું છે. ત્યારે આવા પ્રતિબંધોથી કોઈ ફર્ક નહીં પડે તેવી અપેક્ષા ઈરાનને છે. અમેરિકાના પ્રતિબંધ સામે વધુને વધુ ઓઈલ વેંચવાનો નિર્ણય ઈરાને લીધો છે. હાલ ઈરાન સૌથી વધુ ઓઈલ યુરોપીયન દેશો ખરીદશે તેવી આશા રાખી રહ્યું છે. ડોનાલ્ડ્ર ટ્રમ્પે યુરોપને પણ ઈરાન પાસેથી ઓઈલ ન ખરીદવાની તાકીદ કરી છે. જો કે હજુ સુધી યુરોપના દેશો આ મુદ્દે કોઈ નિર્ણય લેવા સહમત થયા નથી. જેથી ઈરાનને અમેરિકાના પ્રતિબંધ છતાં ક્રુડના વેંચાણમાં ઘટાડો નહીં થાય તેવો વિશ્વાસ છે. બીજી તરફ ચીન અને રશિયા પણ ઈરાન પાસેથી વધુને વધુ ઓઈલ ખરીદવા તૈયાર છે.
કેમીકલ, એગ્રીકલ્ચર અને ટેકસટાઈલ સહિતના વેપાર માટે ગુજરાત સાથે હા મિલાવતું કોરિયા
નવીદિલ્હી ખાતે કોરીયા ટ્રેડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી (કોતરા) સો ગુજરાત સરકારના ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન ડિપાર્ટમેન્ટ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે. જે હેઠળ કેમીકલ, પેટ્રો કેમીકલ્સ અને ફાર્માસ્યુટીકલ્સ, રિન્યુએબલ એનર્જી, સ્ટાર્ટઅપ, ઈકો સીસ્ટમ, ટેકસટાઈલ અને કપડા તા ગ્રામ્ય ઈન્ફાસ્ટ્રકચર, ફૂડ પ્રોસેસીંગ તેમજ કૃષિ ઉદ્યોગ, સ્કીલ ડેવલોપમેન્ટ અને ઓટો મોબાઈલ ક્ષેત્રે વેપાર માટે સમજૂતી થઈ છે. ઈન્ડસ્ટ્રીઝ અને માઈનના પ્રિન્સીપલ સેક્રેટરી એમ.કે.દાસ દ્વારા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ભારત અને કોરીયા વચ્ચેના આ કરાર બહોળી રોજગારી ઉભી કરશે તેવી અપેક્ષા છે. કોરીયાની આ એજન્સી ૨૦૧૯ વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં ભાગ લેશે.
અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વોરમાં ભારતને ફાયદા હી ફાયદા
અમેરિકા અને ચીનની ટ્રેડ વોર વધુ ઘેરી બનશે તેવી દહેશત વિશ્વને છે. ચીનના માલ-સામાન ઉપર ફરીથી ટેરીફ જીકવાનો નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો છે. ૨૦૦ બીલીયન ડોલર (અંદાજે ૧૫ લાખ કરોડ)ના સામાન ઉપર ૧૦ ટકા ટેરીફ ઝીંકવાની તૈયારી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ અમેરિકાએ સત્તાવાર રીતે ચીનના માલ-સામાનની યાદી જાહેર કરી હતી. જેમાં તમાકુ, કેમીકલ, કોલસો, સ્ટીલ અને એલ્યુમીનીયમ સહિત હજારો વસ્તુઓનો ઉલ્લેખ હતો.
આ તમામ સામાન ઉપર ટેરીફ ઝીંકવામાં આવ્યો છે. હવે અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડવોર ભારત માટે આર્થિક રીતે ફાયદાકારક છે. અમેરિકામાં ચીનના સામાન ઉપર ટેરીફ મુકાતા ઈમ્પોર્ટ અને એકસ્પોર્ટ એમ બન્ને ઉપર અસર પડશે જેનો ફાયદો ભારત ઉપાડી શકે છે. ભારતના સામાનને અમેરિકામાં વેંચવાની પૂર્ણ તક મળશે. અત્યાર સુધી માલ-સામાનના વેંચાણ મામલે ભારતની સૌી મોટી હરીફાઈ ચીન સાથે હતી જેમાં ચીનને ટેરીફના કારણે નુકશાન થયું છે અને ભારતને તક મળી છે.