આગામી કેન્દ્રીય બજેટમાં ફુગાવો, ગ્રાહક વર્તુણક, ડિજિટલ માધ્યમો તેમજ પેમેન્ટ સિસ્ટમ પર વધુ ભાર મૂકી “ડિજિટલ ઈન્ડિયાનું સ્વપન સાકાર કરવામાં મોટી મદદરૂપ થશે
આજના આધુનિક ૨૧મી સદીનાં યુગમાં અદ્યતન ટેકનોલોજી વિકસતા ‘ડીજીટલી સેવા’નો વ્યાપ વધ્યો છે. મોટાભાગનીસેવા ‘આંગળીના ટેરવે’ મળતી થઈ છે. ત્યારે સંપૂર્ણ ભારતમાં ‘ડીજીટલ ક્રાંતી’ આણી ‘ડીજીટલ ઈન્ડીયા’નું લક્ષ્યાંક મોદી સરકારે સેવ્યું છે. દરેક ક્ષેત્રે ડીજીટલ સેવાનો વ્યાપ વધે અને તમામ લોકોને આનો લાભ મળે તે માટે ડિજીટલ ઈન્ડીયા’નું લક્ષ્યાંક મોદી સરકારે સેવ્યું છે. દરેક ક્ષેત્રે ડીજીટલ સેવાનો વ્યાપ વધે અને તમામ લોકોને આનો લાભ મળે તે માટે ડીજીટલ ઈન્ડીયા અભિયાન છેડાયું છે. આજના અધતન યુગમાં જેમ સમય રફતાર પકડી રહ્યો છે. તેમ તેની સાથે ચાલી ભારત પણ આગળ વધે અને વિશ્ર્વભરમાં આગવી ઓળખ ઉભી કરે તે માટે સરકાર મથી રહી છે. પરંતુ આ માટે ‘ડીજીટલ’ બનવું અનિવાર્ય જ છે. કારણ કે અત્યારના સમયમાં તમામ ચીજ વસ્તુઓ ડીજીટલનું સ્વરૂપ ધારણ કરી રહી છે. અને આની સાથે ચાલી વિકાસ હાંસલ કરવા ‘ડીજીટલ’માં ડુબવું જરૂરી છે.
મોદી સરકારે જે ડીજીટલ ઈન્ડીયાનું સ્વપ્ન સેવ્યું છે તેને ઝડપી સાકાર કરવા આગામી બજેટમાં પણ ખાસ ધ્યાન દેવાશે. નિષ્ણાંતોના મતાનુસાર, બજેટમાં ચાર મહત્વરૂપ પાયા થકી આ સપનું સરળતાથી હાંસલ કરી શકાશે જેમાં ફુંગાવો નિયંત્રીત, ગ્રાહક વર્તુણક, ડીજીટલ માધ્યમો અને પેમેન્ટ સીસ્ટમ પર વધુ ધ્યાન દેવાની જરૂર છે.
હાલ, કોરોનાના કપરાકાળમં દરેક ક્ષેત્રે નકરાત્મક અસર ઉપજી છે. પરંતુ એક ‘ડીજીટલ’ જ એવું માધ્યમ છે જેની સમયગાળામાં પણ વ્યાપ વધુ રહ્યો છે. વાયરસે જાણે ‘અશ્પૃશ્યતા’ ફેલાવી હોય, તેમ લોકો બહાર જવાનું કે એકબીજાની અડકવાનું ટાળી રહ્યા છે. આના કારણે ઓનલાઈન સેવામાં વધારો થયો છે. સંક્રમણના ભયથી બેકીંગ, પોસ્ટ, ફુડ ડીલવરી સહિતની તમામ સેવા લોકો ઘેર બેઠા મેળવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ગ્રાહકોનો બદલાયેલો આ જ સ્વભાવ ‘ડીજીટલ ઈન્ડિયા’ અભિયાનને વેગ આપવાનું મોટુ માધ્યમ બન્યું છે. તો આ લક્ષ્યાંકને હાંસલ કરવા સરકારે વધુ બજેટ ફાળવી ઓનલાઈન પેમેન્ટ સીસ્ટમ અને તેની સુરક્ષા પર વધુ ધ્યાન આપવું પડશે તો આ સાથે ડીજીટલ તરફ વળવા લોકોને પણ જાગૃત કરવા પડશે. અર્થતંત્રનાં સંમતુલન માટે ફુગાવાનો દર સરેરાશ ૪ ટકાની આસપાસ જળવાવો જરૂરી છે. અને આ ઈન્ફલેલેશન દરની ડીજીટલ માર્કેટ પર પરોક્ષ પણે હાલ ખૂબ અસર પડી રહી છે. ડીજીટલ સેવાને વધુને વધુ આગળ ધપાવવી છે તો સરકાર અને આરબીઆઈએ ફુગાવાનો દર યોગ્ય સ્તરે જાળવવો જરૂરી બન્યો છે.