‘અબતક’ની પોલિટીકસની પંચાતમાં સામેલ થતાં રાજય સરકારના પૂર્વ મંત્રી ઉમેશભાઇ રાજયગુરૂ

જયારે મને પ્રધાનપદ મળ્યું ત્યારે મારી પાસે ગાંધીનગર જવાના પણ પૈસા ન હતા: ઉમેશ રાજયગુરૂ  બે દાયકા બાદ મીડિયા સમક્ષ આવ્યા

રાજય સરકારના પૂર્વ મંત્રી તરીકે રહી ચુકેલા ઉમેશ રાજયગુરુ એ બે દાયકા બાદ મીડિયા સમક્ષ આવ્યા હતા. તેઓએ અબતક ના પોલીટીકલ પંચાયત શો માં રાજકીય વાતો મન મૂકીને કરી હતી. સામાન્ય કાર્યકરથી તેઓની સારી કામગીરી દાખવી કોર્પોરેટર બન્યા ત્યારબાદ મનોહરસિંહ જાડેજાને જે તે સમયમાં હરાવી જાયન્ટ કીલર તરીકે સાબીત થયાં હતાં. હાલમાં તેઓ સ્વીમીંગ એસોસીએશનના પ્રમુખ અને કેરિયર ડેવલોપમન્ટ કલાસના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. અને વધુમાં તેઓ એ પોલીટીકસ પંચાતમાં મન મુકીને વાત કરી હતી.

વિધાનસભાની ચુંટણીને ઘ્યાનમાં લઇ હાલની સાંપ્રત સ્થીતી શું છે?

ઉમેશ રાજયગુ‚એ ઉતરોતર આપતા જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં ચુંટણી આવે છે ચુંટણીનો માહોલ ચારે બાજુ છે. ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબુત છે. એવી જ રીતે વધુ મજબુત બનીને વિધાનસભાની ચુંટણીના પરિણામો આવશે.

એક ટાઇમમા: આપને લડવાનું હતું ત્યારે માહોલ શું હતો ? ભુતકાળ શું હતું.

૧૯૯૫માં જયારે વિધાનસભા લડવાનું કહેવામાં આવ્યું ત્યારે અગાઉ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો કેશુભાઇ પટેલ ચુંટણી હારી ગયા હતા. બીજી વિધાનસભામાં વાળા પણ ચુંટણી લડીને હારીને નીકળી ગયા શિવલાલભાઇ વેકરીયા પણ ચીમનભાઇ શુકલ પાર્લામેન્ટી બોર્ડના ચેમ્બરની ટુંકા માર્જીનથી હાર થઇ, ત્યારબાદ ટીમે નકકી કર્યુ હતું. દિવસ રાત જે મહેનત કરી હતી. જે દિવસે ચીમનકાકાની હાર થઇ એટલે ગાંઠ બાંધી હતી કે આવતી ચુંટણી જીતી જ છે. પરિણામ આવી ગયું છેલ્લે જેમાં કાર્યકર્તાઓની જીત થઇ, સાથી મિત્રોની પણ ખુબ મહેનત હતી.

ચીમનભાઇ શુકલનું માનસ પુત્ર ઉમેશ રાજયગુરુ કહેવાય…. તો ચીમનકાકાનું વ્યકિતત્વ કેવું લાગ્યું?

ઉત્તરોતર આપતાં ઉમેશ રાજયગુરુએ જણાવ્યું હતું કે ચીમનકાકાનું લોખંડી વ્યકિતત્વ હતું. કયારેક એવો નિર્ણયો લેવાના હોય તે વખતની વાતમાં જન્માષ્ટમીમાં રથયાત્રા નીકળે તો ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકે હતો. જેમાં બજરંગદળ અને વિશ્ર્વ હિંન્દુ પરિષદના કાર્યક્રમો મારા દ્વારા હતા અને જન્માષ્ટમીની શોભાયાત્રાનો હું ત્રણ વર્ષ તરીકે ક્ધવીનર હતો. ત્યારે બે રથયાત્રાની વાત કરી જેમાં કોંગ્રેસ પણ યાત્રા કાઢવાની હતી. જેમાં ભાજપનો કે કોંગ્રેસનો રથ કોનો રહે તે લોકમુખે પણ ચર્ચા હતી.

અમા‚ નેટવક રાજકોટમાં પથરાયેલ હતુ. તે સમયે ચીમનકાકા સાંસદમાં હતા અને બહાર ગામથી આવીને એક મીટીંગ બોલાવી અને તુરંત જ કીધું કે આપણી રથયાત્રા નીકળશે એક તો એક નહીં તો બે બસ આટલું નિર્ણય લઇ મીટીંગ પુરી થઇ, ચીમનકાકાનું વ્યકિતત્વ ખુબ જ અદભુત હતું. જેમાં લોખંડી મનોબળ અને ચાણકય વૃત્તિ પણ ખુબજ હતી.

આજની ધારાસભા લડવી હોય તો કરોડો ‚પિયા થાય…. એ ટાઇમે આપની પાસે કંઇ ન હતું. તો ત્યારની સ્થિતિ અને આજની સ્થિતિને કંઇ રીતે જોવો છો?

એ સમયમાં મારે ડિપોઝીટ ભરવાની હતી એ પણ મારી પાસે નહોતી. જયારે મને મંત્રી બનાવ્યો ત્યારે મારી પાસે કંઈ નહોતું. મારે ગાંધીનગર જવાનું થયું ત્યારે ઘરે પણ બધા રોતા હતા. પ્રધાન થવાનો આનંદ પણ આવો હતો. ઘરની આવી પરિસ્થિતિમાં રહેતો હતો. મિત્રોએ અને પાર્ટીએ બધી વ્યવસ્થા કરી મારા ખિસ્સામાં એક ‚પિયો નહતો અને ખાસ તો હું જયારે ચુંટણીમાં જીતો ત્યારે મારા પિતાને ખુબ આનંદ થયો.

પાર્ટીના આપ કાર્યકર હતા. રાજયકક્ષાનું પદ આપ્યું. પાર્ટીમાં તળા પડયા અને તમે ત્યારે મુદામાં આવ્યા કે શું થયું?

મારે વધુ સંપર્કો સૌરાષ્ટ્રના આગેવાનો સાથે હતા. જેમાં કેશુભાઈ શાહ, સુર્યકાન્તભાઈ, ચીમનકાકા તેમજ આનંદભાઈ દવે વારંવાર મુલાકાત થતી. ત્યારે ચુંટાણા પછી રાજપાના બધા આગેવાનો સાથે સંપર્ક હતો. નરેન્દ્રભાઈનો ત્યારે ફોન આવતો અને સચોટ રીતે કામ આપતા આદેશાત્મક ભાષામાં તેઓ વાત કરે અને અમે પ્રેમથી કામ લઇએ. આ સિવાય ગુજરાતના આગેવાનોનો વધુ સંપર્ક ન હતો.

એ સમયનો ખજુરીયા-હજુરીયા…તો આપ એકમાં પણ નહોતા…તમારુ ઉદેશ કયા કામ કરી ગયું?

એ સમયમાં શ‚આતમાં વાંસણીયા મહાદેવ કેમ્પ થયો ત્યારે સી.એમ. કેશુભાઈ શાહ અમેરીકા હતા ત્યારે કવિ સંમેલન ગાંધીનગર બંગલામાં રાખ્યું હતું. ઓલ ઈન્ડિયા કવિ સંમેલનનો કાર્યક્રમ પુરુ થયો ત્યારે તેમાં મુખ્યમંત્રીની ગેરહાજરી હતી. ત્યારે ઈન્ચાર્જ તરીકે અશોક શાહ હતા. ત્યારબાદ અશોકભાઈ શાહનો સંપર્ક થતા તેઓએ મને તાત્કાલિક ગાંધીનગર જવાનો આદેશ આપ્યો એટલે હું તાત્કાલિક લોધાવડ ચોક ગયો ત્યા સંઘના વરિષ્ઠ આગેવાનો હતા. પરિવાર ક્ષેત્રના આગેવાનો હતા. પરિવાર ક્ષેત્રના આગેવાનો હતા. તો જીતુભાઈ જ આગેવાનોને લઈ વાંસણીયા મહાદેવ જતા તેમાં મારો કોઈ ભાગ નથી. એ પછી બધા ખંજુરાઓ ગયા ત્યારે હું બગલા નં.૫માં જ હતો. હું એવા કોઈ પણ ચિત્રમાં ન હતો.

પાર્ટી માટે આપે ખુબ જહેમત ઉઠાવી. અચાનકથી દુર થયા આપ ત્યારે કેવું લાગ્યું હતું?

પાર્ટી છુટુ થવાનું થાય બીજી પાર્ટીમાં જવાનું થાય જે પાર્ટી માટે લોહી રેડયા અને આવુ થાય. ખુબ જ દુ:ખ થાય. ખરેખર હું બે વાર ૧૫ દિવસ માટે હોસ્પિટલમાં રહી ચુકયો છું. ડોકટરોએ પણ ત્યારે એમ કીધુ હતું કે ૪૮ કલાક માટે અમે ઉમેશ માટે કાઈ ના કહીએ. આજે પણ હું પાર્ટી સાથે જોડાયેલો છું. જયારે રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં ગયો તો બધાની કાળજી લીધી છે. આજે પણ હું સંઘનો સ્વયંસેવક છું. રાજપામાં હતો ત્યારે પણ હું એ જ હતો.

જેમ દુધમાંથી માખણ નિકળે એમ આપ પાર્ટીમાંથી દુર થઈ ગયા. હજુ તો આપની રાજકારણ જીવન શ‚ થતુ હતું. ત્યારે આપે મંત્રી પદ ભોગવી લીધું…..

એ સમયમાં ભેદભાવ કે બીજી પાર્ટીમાં જતો રહે એવું ન હતું. હું રાજપામાં બાપુ સાથે હતો. પછી તે કોંગ્રેસમાં ગયા અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. જવાબદારી આજે પણ મારી પર નથી પણ ચુંટણીલક્ષી કોઈ કામ સોંપવામાં આવે તો હું ચોકકસ કરુ છું. શંકરસિંહજી બાપુ ચુંટણી નહોતા લડયા અને ત્યારે મારો પણ ચુંટણી લડવાનો કોઈ વિચાર ન હતો. ભારતીય જનતા પાર્ટીમાં છતા મે સક્રિય રીતે કામ કયુર્ં.

તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા ત્યારે નેતાઓએ તમારો ખુલાસો સાંભળ્યો નહી કે આપે જ ખુલાસો ન કર્યો?

ત્યારની પરિસ્થિતિ ખુબ જ અલગ હતી અને જયારે મંત્રી હતા. ત્યારે કામ ખુબ જ કર્યું છે અને આજે પણ લોકો યાદ કરે છે. મને પોતાને ભારે ચિંતા થતી હતી કે ખાસ મારા કાર્યકર્તાનો ખુબ સપોર્ટ હતો. કાર્યકર્તાઓની લોકચાહના હતી. ત્યારે મને બીક હતી કે હું આ પદ જાળવી રાખીશ કેમ અને અંતે ૩ વર્ષે એવુ બન્યુ અને લગભગ ૬-૭ મહિના પછી બળવો થયો હતો.

મંત્રી થયા બાદ આપ કુંવારા હતા તો આપની પત્નિનો કોઈ નિર્ણય હતો પાર્ટી દુર કરવા બાબતે

સાચી વાત કરુ તો આ બાબતે મારી પત્નીનો ખુબ જ સપોર્ટ હતો. મારી વાઈફ જયોતી કણસાગરા કોલેજમાં વાઈસ પ્રિન્સીપાલ છે. મેરેજ થયા બાદ પાડુંરગ દાદા પણ એને દીકરીની જેમ રાખતા એટલે અમારી સગાઈ બાદ દાદાએ પણ બોલાવ્યો હતો અને એને હા પાડી પછી મારા લગ્ન થયા. મારી પત્નિએ રાજકીય અને સામાજીક કાર્ય પ્રત્યે કયારેય ના જ નથી પાડી.

તમારા જેવા માણસને ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યા છે તો પાર્ટીને પણ એ સમયે નુકસાન થયું હોય શું લાગે છે તમને?

પાર્ટીના કાર્યકર્તા-આગેવાનોને પણ દુ:ખ થતું હશે. ચીમનકાકા મને દીકરાની જેમ રાખતા. કાર્યકર્તાને નેતા તરીકે ઉભો કરવા માટે ખુબ જ સમય લાગે છે. ચીમનકાકા થકી જ હું મંત્રી લેવલે પહોંચ્યો છું. ચીમનકાકાએ મને ઠપકો આપ્યો છે. મને આગળ કર્યો છે. આજે પણ હું એમને યાદ કરુ છું. હું ગુ‚ માનુ છું. રાજકીય રીતે હું જે કાંઈ છું એ ચીમનકાકાને લીધે છું.

પાર્ટી છોડયા બાદ કયારેય એવો વિચાર આવ્યો રાજકારણમાં ફરી જોડાવવાનો?

અત્યારે પણ હું રાજકારણમાં સક્રિય છું. મારી જવાબદારી નથી. મને પણ ઈચ્છા નહોતી કે મારે પાર્ટીમાં જવું જોઈએ. હું હંમેશા પાર્ટી સાથે જોડાયેલો છું. મારી સાથે ભાજપમાં જે મંત્રી હતા તે મારી સાથે જ છે. હું પણ જોડાયેલો જ છું. પાર્ટી સાથે અત્યારે મારી જ‚રીયાત નહી હોય અને જે કામ ચાલે છે એ ખુબ જ સરસ ચાલે છે. રાજય સરકાર પણ વિજયભાઈના નેતૃત્વમાં ખુબ સારી ચાલે છે.

હાલના મુદ્દે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીને આપની જ‚ર છે તેવું નથી લાગતુ?

પાર્ટીને જયારે યોગ્ય લાગશે ત્યારે બોલાવશે. પાર્ટી જયારે સામેથી કેશે ત્યારે વિચારશું અને હાલ હું ભાજપમાં સક્રિય રીતે છું જ.

શંકરસિંહ વાઘેલાનો મુદ્દો હાલ ઝળહળતો છે ? આપે ખુબ નજીકથી જોયેલા છે ? બાપુની લડાઈ ચાલી રહી છે કોંગ્રેસ સાથે…શું કેશુ?

કહેવાયને કે આંગળાથી નખ વેગળા બાપુ માટે એટલું કહી શકું. હું ભાજપાનો શ‚આતનો સંઘર્ષ હતો. ત્યારે મોદી સાથે તેમને ખુબ જ પ્રવાસ કર્યો છે. કાશી રાણા, કેશુભાઈ શાહ આ બધાના સમયમાં બાપુએ કામ કર્યું છે. ખુબ જ સરાહનીય છે. બાપુ કોંગ્રેસમાં જઈ કાપડમંત્રી તરીકે પણ કામ સંભાળ્યું. બાપુ ખુબ જ દિગ્ગજ નેતા છે. આજે પણ બાપુ સિવાયની કોંગ્રેસ જોવો એટલે પંદરથી વીસ સીટ જ દેખાય.

બાપુ અને કોંગ્રેસનું શું ચાલે છે એ મને ખબર નથી. બાપુ સાથે પંદર વર્ષથી મને રાજકીય સંપર્ક નથી. એ પણ સંઘના સ્વયંસેવક છે. હું પણ સંઘનો સ્વયં સેવક છું. બાપુ જો ભાજપમાં આવી જાય તો ૧૫૦થી વધુ સીટ ગુજરાતમાં થઈ જાય અને કોંગ્રેસ મુકત ગુજરાત બની જાય.

નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે બાપુની સાથે બધા રહેતા પરંતુ આજદીન સુધી મોદીજી બાપુ વિશે એક લાઈન નથી બોલ્યા… શું કહેશો?

હું આમ એટલું કહીશ કે મોદીજીનો એક સ્વભાવ જ છે. આક્ષેપ સામે પ્રતિ આક્ષેપ આપવો એ મોદીજી નહીં કરે. મોદીજી તો ટવીટ કરે તો તેમાં ચર્ચા ચાલુ થઈ જાય. મોદીજી વિરોધીઓને દોરે છે કે મારી પાછળ આવો.

ભાજપમાં આપ જેવા સારા માણસો નીકળતા જશે તો ભવિષ્યમાં ભાજપની સ્થિતિ કેવી થશે?

મારા અભિપ્રાય મુજબ વાત કરુ તો હાલ પાર્ટીમાં મારી જવાબદારી હાલ કાંઈ નથી. માસ પાર્ટી જયારે થાય ત્યારે વાદ-વિવાદ આવતા હોય છે. અત્યારે આપણા કરતા ખુબ જ હોંશિયાર લોકો ઉપર બેઠા છે. ખુબ જ ધ્યાન રાખે છે. અમને સંસ્કાર મળ્યા છે એ સંઘમાંથી મળ્યા છે. હાલ પણ હું આ સમયે પણ જીમમાં જાવ છું અને બધી જ રીતે સમયસર અને યોગ્ય રહુ છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.