વૈશ્વિક સ્તર પર રમકડા ઉદ્યોગની બજાર ૭ લાખ કરોડને પાર પહોંચી તેવી આશા
વિશ્વભરમાં ભારત અનેક વિધ ક્ષેત્ર સાથે જોડાયેલો દેશ છે. ત્યારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે આત્મ નિર્ભર ભારત અભિયાનને અમલી બનાવ્યું છે. આ તકે રમકડા ઉઘોગને વૈશ્ર્વિક સ્તર પર પ્રસ્થાપિત કરવા સ્થાનીક રમકડા ઉત્૫ાદકોને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારે તૈયારી બતાવી છે. હાલ ભારત રમકડા ક્ષેત્રે ૯૦ ટકા જેટલી આયાત ચાઇના અને તાઇવાનથી કરી રહ્યું છે. આ તકે હવે આયાતી રમકડાઓ પર ૧લી સપ્ટેમ્બરથી કવોલીટી ક્ધટ્રોલ થકી તેમની ગુણવતાને તપાસવામાં આવશે. આ તકે વડાપ્રધાન મોદીને પોતાની ‘મન કી બાતમાં’ રમકડા ઉઘોગને વિશ્ર્વ કક્ષાએ પહોચાડવા માટે અપીલ પણ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ભારત પાસે પ્રતિભા અને ક્ષમતા વિશ્વના રમકડા ઉત્પાદન ક્ષેત્રે સર્વપરી બનવાની ક્ષમતા છે. તેમણે આ ઉઘોગને વિકસાવવા અને નવા એકમો શરુ કરવાની દિશામાં કામ કરવાનો નિર્દેશ આપીને સ્થાનીક ધોરણે ધરેલું રમકડાઓનો અવાજ ગુંજતો કરવા જણાવ્યું હતું.
ભારતમાં બોલતા રમકડાઓનો ગુંજારો વિશ્વમાં ડંકો વગાડવા સમર્થ છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્ર્વિક રમકડા ઉઘોગનો કદ ૭ લાખ કરોડ જેટલું થવા જાય છે. પરંતુ ભારતના હિસ્સો ખુબ જ ઓછો છે તેમણે આ દિશામાં કામ કરવાનું અને હિસ્સો વધારવાની જરુરીયાત પર ભાર મુકયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઘોગકારોની ટીમને રમકડાના ઉત્પાદનનું આહવાન કરી જણાવ્યું હતું કે આ સમય ધરેલું રમકડાઓને ગુંજતા કરવાનો છે. તેમણે તેમની માસિક મન કી બાતના પ્રસારણમાં વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે દેશવાસીઓએ કોરોના કટોકટીનાઓ કપર કાળમાં તહેવારોની ઉજવણીમાં ખુબ સાવચેતી, સાદગીના દર્શન કરાવ્યા છે. તેમણે ખેડુતોને પણ વિવિધ પ્રકારના ધાનના વાવેતરનો વિસ્તાર વધારવા આહવાન કર્યુ હતું. આ તહેવારોની ઉજવણીનો સમય છે પરંતુ આ જ સમયમાં કોરોનાની કટોકટી દરમિયાન લોકોમાં શિસ્ત અંગેની જાગૃતિ અને સાવચેતીનો સમય છે વડાપ્રધાને જણાવ્યું હતું કે આપણા તહેવારો અને પ્રકૃતિ વચ્ચે સિધો અને નિકટનો સંબંધ છે.
તેમણે યુવા ઉઘોગપતિઓને કોમ્પ્યુટર રમતો ભારતમાં અને ભારત માટે વિકસાવવાનું જણાવ્યું હતું. તેમના સંબોધનમાં વડાપ્રધાને એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, વર્ષ ૨૦૨૨ માં ભારત પોતાના સ્વતંત્રતાના ૭૫ વર્ષ પુરા કરી રહ્યું છે. ત્યારે પ્રથમ યજમાન પરિણામો માટે શિક્ષકોને દેશના હજારો લાખો સ્વતંત્ર સેનાનીઓ અને દેશના નાયકોની સ્વતંત્ર સંગ્રામની વિરગાથાઓ ઉજાગર કરવામાં મહત્વનું પ્રદાન કરે.
વડાપ્રધાને ઉઘોગપતિઓને દેશમાં ધરેલું ધોરણે રમકડા ઉઘોગને વિકસાવવાનું આહવાન કર્યુ છે.