ગુજરાત ઈ-વે બીલ જનરેશનમાં દેશમાં અવ્વલ
નીતિ આયોગની ચોી ગવર્નીંગ કાઉન્સીલ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો હુંકાર
દેશનો વિકાસ બે આંકડા સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન મોદીએ તમામ રાજયોને તાજેતરની નીતિ આયોગની બેઠકમાં આહવાન કર્યું છે. નવીદિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચોથી ગર્વનર કાઉન્સીલની બેઠકમાં ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મુખ્યમંત્રીઓ હાજર રહ્યાં હતા.
વડાપ્રધાન મોદીએ આ બેઠકમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવા ઉપર ભાર મુકયો હતો. આ તકે દેશમાં મુડી રોકાણ વધારવા મામલે પણ ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, હવે દેશનો વિકાસ ડબલ ડિઝીટમાં લઈ જવાની ચેલેન્જ છે જે પૂર્ણ કરવા આપણે ‘સબકા સા સબકા વિકાસ’ મુજબ આગળ ચાલીશું.
આ બેઠકમાં વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, પાછલા દોઢ દાયકામાં ગુજરાતના કૃષિ વિકાસ દરમાં ડબલ ડિઝિટની વૃદ્ધિ થઇ છે. રાજ્ય સરકારની જી.એસ.એફ.સી. અને જી.એન.એફ.સી. જેવી ફર્ટિલાઇઝર ઉત્પાદક કંપનીઓ ખેડૂતોને ખાતરનો યોગ્ય ઉપયોગ કરવા માટે જે માર્ગદર્શન આપી રહી છે તેને પરિણામે ઓછા ખાતરના ઉપયોગી મહત્તમ ખેત ઉત્પાદન મેળવી શકાયું છે. સોઈલ હેલ્ કાર્ડ આપીને તેમની જમીનની ગુણવત્તાની જાણકારી વ્યાપકરૂપે અપાઈ છે એટલું જ નહીં માઈક્રો ઇરીગેશન માટે સબસિડી પણ સરકાર આપે છે. સુક્ષ્મ સિંચાઇ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં ૪૧ લાખ એકર કરતા વધુ ખેતીલાયક જમીનને લાભ આપવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે તેને હાંસલ કરવા ગુજરાત સરકાર સફળ રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય સેવાઓ અને સુવિધાઓ તેમજ રાજ્ય સરકારની પ્રોગ્રેસિવ હેલ્ પોલિસી કી ગુજરાતને હેલ્ સેક્ટરમાં શ્રેષ્ઠ બન્યું છે. નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના આજે લાખો લોકો માટે જીવનદાયી યોજના બની ગઈ છે. ૫૦ લાખી વધુ પરિવાર આ યોજનાનો લાભ લઈ રહ્યાં છે.રાજ્યમાં ૪.૨૫ લાખ વધારાના કરદાતાઓ જી.એસ ટી. હેઠળ નોંધાયા છે તે અંગે ગૌરવ વ્યક્ત કરતા વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત ઈ-વે બીલ જનરેશનમાં દેશભરમાં અગ્રેસર છે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિ ગુજરાત તેમના માતૃરાજ્ય તરીકે ભવ્ય રીતે મોટાપાયે ઉજવશે એમ પણ મુખ્યમંત્રીએ બેઠકની ચર્ચામાં સહભાગી તા જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અહિંસાના ફરિશ્તા ગાંધીજી સો જોડાયેલી મુખ્ય જગ્યાઓએ માળખાગત સુવિધાઓ વધારવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતે બીજી ઓક્ટોબર, ૨૦૧૭ના દિવસે જ ઓપન ડેફિકેશન ફ્રી સ્ટેટનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સીએમ ડેશબોર્ડ, પોકેટકોપ એપ, સ્માર્ટ ક્લાસ, ડિજિટલ પેમેન્ટ, નમો ઈ-ટેબલેટ, નમો વાઈ-ફાઈ, જ્ઞાનકુંજ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ જેવી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને તેની ઉપલબ્ધિ અંગે માહિતી આપી હતી.
એઇમ્સમાં સારવાર લઇ રહેલા વાજપેયીજીના ખબરઅંતર પુછતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નીતિ આયોગની બેઠક પૂર્ણ તા નવી દિલ્હી ખાતે એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૂર્વ પ્રધાનમંત્રી અને વરિષ્ઠ અગ્રણી અટલબિહારી વાજપેયીજીના ખબર અંતર પૂછવા ગયા હતા. અટલબિહારી વાજપેયીજી તા.૧૧ જૂની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રીએ વાજપેયીજીના સુસ્વાથ્યની કામના આ તકે કરી હતી.