રક્ષા મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય વગેરેની જવાબદારીઓ સોંપવા થશે મહત્વના નિર્ણય
ભાજપના મંત્રી વેંકૈયા નાયડુની ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી થતા હવે કેબીનેટમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે. વેંકૈયા નાયડુ હાલ શહેરી વિકાસ મંત્રાલય તેમજ સુચના અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે. ત્યારે હવે કેબીનેટનો ગંજીપો મોદી ચીપે તેવા આસાર દેખાઈ રહ્યાં છે. સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ અસરકારક રીતે લોકો સુધી પહોંચે તે માટે સરકાર પુરતા પ્રયત્નો કરી રહી છે તેવામાં હજુ પણ ક્યાંક કચાસ રહી જતી હોવાથી કેબીનેટનો ગંજીપો ચીપીને વિવિધ યોજનાઓની અસરકારક અમલવારી બાબતે પુરતા પ્રયાસો કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.
આ બાબતે સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે. મનોહર પર્રિકરને ગોવાના મુખ્યમંત્રી બનાવવામાં આવતા રક્ષા મંત્રાલયની જવાબદારી અ‚ણ જેટલીને અપાઈ છે ત્યારે હવે આ જ બધા ખાતાઓની વહેંચણી થશે. બીજી તરફ પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેના નિધન બાદ સાયન્સ એન્ડ ટેકનોલોજી મીનીસ્ટર હર્ષવર્ધનને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ પરિસ્થિતિમાં હવે કેબીનેટનું વિસ્તરણ નક્કી લાગી રહ્યું છે.