મિડલેન્ડ સ્થિત મકાન સહિત અનેક સંપતિ જપ્ત કરાઈ હોવાના અહેવાલ
૧૯૯૩ શ્રેણીબદ્ધ વિસ્ફોટોનો આરોપી અને મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સામેની કાર્યવાહીમાં મોદી સરકારને બહોળી સફળતા હાથ લાગી છે. રિપોર્ટ અનુસાર બ્રિટનમાંથી દાઉદની ૬.૭ બીલીયન ડોલર એટલે અંદાજે ‚ા.૪૩ હજાર કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે.બ્રિટન સરકારના આ પગલાને ભારત સરકારની કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. ભારતે વર્ષ ૨૦૧૫માં દાઉદના મામલે બ્રિટનને ડોઝીયર સોંપ્યું હતું. આ વર્ષે યુએઈમાં પણ દાઉદની સંપતિ જપ્ત કરવામાં આવી હતી.વિગતો મુજબ બ્રિટનમાં જપ્ત થયેલી સંપતિમાં મીડલેન્ડ સ્થિત મકાન ઉપરાંત અન્ય મિલકતો પણ સામેલ છે. ફોર્બસ મેગેઝીનના મત મુજબ કોલંબીયાના ડ્રગ્સ તસ્કર પાબલો એસ્કોબાર પછી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ દુનિયાનો સૌથી ધનીક ક્રિમીનલ છે.બ્રિટનમાં દાઉદ પાસે હોટલ સહિત અનેક સંપતિ છે. અત્યાર સુધીમાં દાઉદના પાકિસ્તાનમાં પાંચથી વધુ સરનામા મળી આવ્યા છે. દાઉદ ૨૧થી વધુ નામે વ્યવહારો કરે છે. તાજેતરમાં જ ફાઈનાન્સીયલ સેકશનના રિપોર્ટ અનુસાર દાઉદના રહેઠાણના નામ મામલે અનેક ખુલાસા થયા હતા. દાઉદ ઈન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં સામેલ છે. અમેરિકાએ પણ ૨૦૦૩માં તેને વૈશ્ર્વિક આતંકી જાહેર કર્યો હતો.