યે મેરા પ્રેમપત્ર પઢકર…

૧૦૦૦ ઓનલાઇન ‘વર્ચ્યુયલ રેલી’ની સાથે સીધો લોકસંપર્ક જાળવી રાખવા મોદીનો સંદેશો લઇને લાખો કાર્યકર્તાઓ બુથ લેવલે પહોંચશે

વર્ષ ૨૦૧૯માં યોજાયેલી ૧૭મી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીના નામની સુનામી ચાલી હોય ભાજપે એકલા હાથે સ્પષ્ટ બહુમતિ મેળવી હતી. જે બાદ નરેન્દ્રભાઈ મોદીએ ૩૦મી મેએ સતત બીજી વખત વડાપ્રધાન પદના સુત્રોગ્રહણ કર્યા હતા. આગામી ૩૦મીએ મોદી સરકાર-૨ની પ્રથમ વર્ષગાંઠ છે. આ પ્રથમ વર્ષ દરમ્યાન મોદી સરકારે કરેલી કામગીરીની યથોગાથા લોકો સુધી પહોચાડવા ભાજપ દ્વારા લોકડાઉનની સ્થિતિમાં ઉજવણી મોકૂફ રાખીને ઓનલાઈન નવર્ચ્યુલથ રેલીઓનું આયોજન કરવાનો નિર્ણય કરાયો છે. તદઉપરાંત વડાપ્રધાન મોદી પોતાનો કરિશ્મા લોકોમાં જળવાય રહે તે માટે ૧૦ કરોડ પરિવારોને પત્ર લખીને સીધો સંપર્ક કરનારા છે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે અમલી બનેલા લોકડાઉનમાં લોકોનો સીધો સંપર્ક શકય ન હોય ભાજપે મોદી સરકાર-૨ની પ્રથમ વર્ષગાંઠઅનોખી રીતે ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા ઉજવવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ ભાજપ દ્વારા દેશભરમાં એક હજાર ઓનલાઈન નવર્ચ્યુલથ રેલીનું આયોજન કરવામાં આવનારૂ છે. આવી એક રેલીમાં ૭૫૦ લોકો જોડાઈને મોદી સરકારની એક વર્ષની કામગીરી ઉપરાંત કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ આપેલા આત્મનિર્ભરના મંત્ર અને વોકલ ફોર લોકલને ચારિતાર્થ કરવાનો સંદેશો આપવામાં આવનારો છે. આ વર્ચ્યુલ રેલી દ્વારા એકમાસમાં દેશના ૭.૫ લાખ લોકોનો ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સીધો સંપર્ક કરવામાં આવનારો છે.

આ વર્ચ્યુલ રેલી ઉપરાંત વડાપ્રધાન મોદી ૧૦ કરોડ પરિવારોને પત્ર લખીને આત્મીનર્ભર્તા વોકલ ઓફ લોકલનાં મંત્રનો ઉદેશ્ય સમજાવીને કોરોનાને રોકવા લોકડાઉનમાં તેમની સરકારે કરેલા પ્રયત્નો અંગેની વિગતો આપનારા છે. આ અંગેની વિગતો ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવે આપતા ઉમેર્યું હતુ કે હાલમાં કોરોનાની સંક્રમણની સ્થિતિમાં કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થાય તો સંક્રમણ ફેલાવવાની સંભાવના વધારે હોય દરેક બુથ દીઠ બે કાર્યકરો કોરોનાથી બચવાના માપદંડો મુજબ જ લોકો સુધી જશે એક માસમાં દેશભરનાં તમામ બુથો પર બે કાયર્કરો વડાપ્રધાન મોદીના પત્રને ૧૦ કરોડ પરિવારો સુધી પહોચાડશે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા આ અંગેની વિગતો ફેસબુકના માધ્યમથી લાઈવ થઈને દેશભરનાં કાર્યકરોને સંબોધીને આપશે.

દેશના દરેક જિલ્લામાં ભાજપ એક ‘વર્ચ્યુઅલ’ રેલીનું આયોજન કરશે

લોકડાઉનની હાલની સ્થિતિમાં મોદી સરકાર-૨ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી માટે રેલીનું આયોજન શકય ન હોય ભાજપે સોશ્યલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ‘વર્ચ્યુલ’ રેલીનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ ૩૦મી મેથી એક માસ સુધી દેશભરમાં એક હજાર વર્ચ્યુલ રેલી યોજવામાં આવશે. આવી એક દેશના વર્ચ્યુઅલ રેલીમાં ૭૫૦ લોકો ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી આવી એક વર્ચ્યુલ રેલી યોજીને ભાજપે દેશના ૭.૫ લાખ લોકોને મોદી સરકારની એક વર્ષની કામગીરીની યથોગાથા પહોચાડવાનો નિર્ણય કર્યો છે. જેથી ભાજપે લોકડાઉન દરમ્યાન પણ આ જ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો સુધી પોતાનો સંદેશો સરળતાથી પહોચાડી શકશે.

ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા ભાજપ લોકડાઉનમાં પણ લોકો સુધી પહોંચશે

રાજકીય પક્ષોને પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા સતત લોકસંપર્કમાં રહેવું પડે છે. જેથી દરેક રાજકીય પક્ષો, આઝાદી બાદના સમયગાળા એટલે કે વર્ષ ૧૯૫૦ થી ૭૦ સુધી ચૂંટણી પ્રચાર પ્રસાર માટે પોસ્ટર અને પેમ્ફલેટનો ઉપયોગ કરતા હતા વર્ષ ૧૯૭૦ બાદ રેડિયો આવતા તેના દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરાયું હતુ જે વર્ષ ૧૯૯૦ સુધી ચાલુ રહ્યું હતુ વર્ષ ૧૯૯૦ બાદ ટીવીનો દબદબો આવતા રાજકીય પક્ષો ટીવીના માધ્યમથી પોતાના પ્રચાર પ્રસાર કરતા રહ્યા હતા. પરંતુ છેલ્લા એકાદ દાયકાથી સોશ્યલ મીડિયાનો દબદબો ઉભો થયો હતો. સોશ્યલ મીડિયાનો ઉપયોગ દ્વારા પોતાની વિચારધારાને ફેલાવવામાં ભાજપ અગ્રેસર રહ્યું છે.

સોશિયલ મીડિયા અને ટેકનોલોજી દ્વારા મોદીએ લોકહૃદયમાં સ્થાન બનાવ્યું

હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગણના વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતામાં થાય છે. તેની પાછળ મોદીની સમયથી આગળ ચાલીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રેટજી બનાવવાની કળાએ ભાજ ભજવ્યો છે. જયારે દેશમાં સોશ્યલ મીડિયાનો પ્રારંભ થયો ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રીપદે રહેલા મોદીએ આયોજન પૂર્વક આખી થીંકટેન્ક ઉભી કરીને સમગ્ર દેશમાં ભાજપના એકમાત્ર વડાપ્રધાન પદના સક્ષમ દાવેદાર તરીકે ઉભરી આવ્યા હતા. વિપક્ષો જયારે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા થયા ત્યારે વડાપ્રધાન મોદીએ રૂા.૫૪૬ કરોડનો ખર્ચ દેશભરમાં થ્રી-ડી સભાઓને સંબોધીને લોકહૃદયમાં આગવું સ્થાન ઉભુ કર્યું હતુ આમ સોશ્યલ મીડિયા અને ટેકનોલોજીના મહત્તમપયોગ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓના લોકહૃદયમાં આગવું સ્થાન ઉભુ કયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.