વડાપ્રધાન ગુરુવારે મોડી રાતે બે દિવસની મુલાકાતે ચીન પહોંચી ગયા છે. મોદીની આ ચાર વર્ષમાં ચોથી વખત ચીન મુલાકાત છે. આમ, મોદી હવે સૌથી વદારે વખત ચીન ગયેલા વડાપ્રધાન બની ગયા છે. આ પહેલાંના પૂર્વ પીએમ મનમોહન સિંહ ત્રણ વખત ચીનની મુલાકાતે ગયા હતા. આજે વહેલી સવારે મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વુહાન શહેરમાં મુલાકાત પણ થઈ છે. આ મુલાકાતને અનઔપચારિક શિખર વાર્તાનું નામ આપવામાં આવ્યું છે. પહેલીવાર એવું થશે કે, જ્યારે ભારત અને ચીનના કોઈ નેતાની બેઠક પછી કોઈ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કે મીડિયા બ્રીફિંગ કરવામાં આવશે નહીં. તેમ છતા આ મુલાકાતમાં બંને વચ્ચે ઘણાં મહત્વના મુદ્દા વિશે ચર્ચા થવાની શક્યતા છે.
અહીં અંદાજે 24 કલાકની અંદર જ મોદી અને શી જીનપિંગની વચ્ચે 6 મુલાકાતો થશે. તેમાં એક મુલાકાત ઇસ્ટ લેકમાં બોટ પર પણ થવું છે. આ મુલાકાતોમાં બંને નેતા દ્વિપક્ષીય સંબંધોને વધારવાની રણનીતિ અને દીર્ધકાલીન પરિપ્રેક્ષ્યથી સમીક્ષા કરશે. કહેવાઇ રહ્યું છે કે પીએમ મોદી માટે ચીનમાં ખાસ શાકાહારી ખાવાની પણ વ્યવસ્થા કરાઇ છે.
જેમ કે પહેલાં કહેવાઇ રહ્યું હતું કે પીએમ મોદી અને શી જીનપિંગની વચ્ચે માત્ર વન-ટુ-વન મુલાકાત થશે નહીં. બંને નેતાઓની વચ્ચે કમ સે કમ આવી બે મુલાકાતો પણ થશે જેમાં તેમના બંને પક્ષો સાથે 6-6 સભ્યોનું ડેલિગેશન પણ સામેલ હશે. આ બંને મુલાકાતો શુક્રાવારના રોજ જ સંપન્ન થશે. તેમાં પહેલી મુલાકાત હવાઇ પ્રોવિન્સ મ્યુઝિયમ થશે જ્યાં એક ખાસ એક્ઝિબિશન આયોજીત કરાયું છે.
બીજી મુલાકાત ઇસ્ટ લેકના કિનારે સ્ટેટ ગેસ્ટ હાઉસમાં થશે. ત્યારબાદ બંને નેતા ડિનર દરમ્યાન પણ મુલાકાત કરશે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકોને સત્તાવાર ડેલિગેશન સ્તરીય મુલાકાત કહેવી ખોટી હશે. આ બેઠકોને લઇ ખાસ મુદ્દા નક્કી કરાયા નથી. જો કે આતંકવાદ કે એનએસજી સભ્ય કે સરહદ વિવાદ તેમાંથી કોઇપણ મુદ્દા હોઇ શકે છે.
આ પહેલાં નક્કી થઇ ચૂકયું છે કે આ અનૌપચારિક વાર્તા દરમ્યાન ન તો કોઇ કરાર પર હસ્તાક્ષર થશે અને ન કોઇ સંયુકત નિવેદન રજૂ થશે. સૂત્રોનું કહેવું છે કે આવી સ્થિતિમાં બંને દેશ અલગથી સત્તાવાર નિવેદન રજૂ કરી તેને અનૌપચારિક મુલાકાતમાંથી નીકળેલ વસ્તુઓની માહિતી આપી શકે છે. મોદી અને શી જિનપિંગની પહેલી મુલાકાત શુક્રવારના રોજ બપોરે અંદાજે 3.30 વાગ્યે મ્યુઝિયમ પર થશે.
પહેલાં તો બંને નેતાઓની વચ્ચે વન-ઑન-વન મુલાકાત થશે. મ્યુઝિયમનું એક ચક્કર લગાવ્યા બાદ બંને પક્ષોના ડેલિગેશનની સાથે બંને નેતાઓની મુલાકાત થશે. ત્યારબાદ પીએમ મોદી શી જીનપિંગની સાથે આગળની બેઠક માટે તેમના ગેસ્ટ હાઉસ જશે. આ માઓના પ્રસિદ્ધ વિલાની બાજુમાં આવેલ છે. શનિવારના રોજ મોદી અને જીનપિંગની વચ્ચે 3 વન-ઑન-વન મુલાકાતો થશે. શનિવારના દિવસની શરૂઆત બોટ રાઇડિંગથી પહેલાં ઇસ્ટ લેકના કિનારે વૉકથી થશે. ત્યારબાદ બંને નેતા લંચ માટે ગેસ્ટ હાઉસ જશે.
સૂત્રોના મતે પીએમ મોદી માટે ખાસ શાકાહારી ગુજરાતી ખાવાની વ્યવસ્થા કરાઇ છે. કહેવાય છે કે મોદી શી જિનપિંગ માટે ગિફ્ટ પણ લઇ આવ્યા છે. શનિવારે લંચ બાદ પીએમ મોદીના વુહાનથી પાછા ફરવાની સંભાવના છે. મોદી અને શી ની આ મુલાકાત પર ચીની મીડિયામાં ઘણી સક્રિયતા છે. ચીની મીડિયા તેને લેન્ડમાર્ક મીટિંગ માની રહ્યું છે. તેમણે આ બેઠક 30 વર્ષ પહેલાંની ડાંગ શાઓપિંગ અને રાજીવ ગાંધીની મુલાકાતની યાદ અપાવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com