રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સુશાસન સપ્તાહની ઉજવણીમાં વડાપ્રધાન પણ સામેલ થાય તેવી સરકારની ઇચ્છા પરિપૂર્ણ: 3 ઓગસ્ટે અન્ન ઉત્સવમાં જોડાશે
આગામી સાતમી ઓગસ્ટની રોજ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં આગામી 1 ઓગસ્ટથી રાજય સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં કોઇ એક દિવસ આ ઉજવણીમાં સામેલ થવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આપવામાં આવેલા આમંત્રણનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
ત્રીજી ઓગસ્ટના રોજ યોજનારા અન્ન ઉત્સવ કાર્યક્રમમાં પી.એમ. વર્ચ્યુઅલ હાજરી આપશે અને લાભાર્થીઓને સંબોધશે.રાજયની વર્તમાન સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા એક સપ્તાહ સુધી વિવિધ પ્રજાલક્ષી કાર્ય થકી તેની ઉજવણી કરવામાં આવશે. 1 ઓગસ્ટથી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
પાંચ વર્ષની ઉજવણીમાં કોઇ એક દિવસ જોડાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેનો પીએમ દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો છે. આગામી ત્રીજી ઓગસ્ટના રોજ ગોધરા ખાતે અન્ન ઉત્સવ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે અને લાભાર્થીઓને સંબોધન પણ કરશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આમંત્રણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વીકાર કરવામાં આવતા ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. આગામી બીજી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીનો જન્મદિન છે ત્યારે સંવેદના દિન તરીકે ઉજવણી કરવામાં આવશે અને રાજયભરમાં 500 જેટલા સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. અલગ અલગ સેવાકીય અને પ્રજાલક્ષી કાર્ય યોજાશે.