ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ મેળવવા પડાપડી થઈ રહી છે. કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ ન આપીને પણ રાજી રાખવા તે વિષય મુશ્કેલ બની રહ્યો છે. માટે ભાજપ ટિકિટોના વિતરણમાં જૂની ફોર્મ્યુલા અપનાવે તેવી શકયતા છે. મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૭માં ૪૭ સીટીંગ ધારાસભ્યો ટિકિટ આપવામાં આવી ન હતી. જયારે ૨૦૧૨માં ૩૦ સીટીંગ ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઈન્કાર કરાયો હતો. જો કે આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જ્ઞાતિવાદ સહિતના ફેકટર આ વખતે ટિકિટના વિતરણમાં અસમંજસ ઉભી કરે છે માટે મોદી કેટલાને વેંતરશે તે જોવાનું રહ્યું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.