ભારત સરકાર મોનીટરી પોલીસીને સુધારવા સહિત વ્યાજદરમાં કરશે ઘટાડો

હાલ ભારતની આર્થિક વ્યવસ્થા સુધારવા સરકાર આવનારા સમયમાં બજારમાં તરલતા વધારવા રૂપિયો ઠાલવવાની વાત સામે આવી રહી છે. ત્યારે જો ભારતના અર્થતંત્રને વેગ મળશે તો ભારત વિશ્વના પાંચમાં ક્રમે પહોંચી જશે. જેનો શ્રેય નરેન્દ્ર મોદીના શિરે જાશે. વાત કરવામાં આવે તો હાલ ભારતની અર્થ વ્યવસ્થા ધીમી ગતિએ આગળ વધી રહી છે અને સરકાર દ્વારા જે આરબીઆઈને પગલા લેવાનું કહેવામાં આવ્યું હતું તેમાં આરબીઆઈ સફળ નિવડી ન હતી જે અન્વયે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જીત પટેલે રાજીનામુ આપી દેતા શક્તિકાંત દાસ આરબીઆઈના નવા ગવર્નર બન્યા હતા અને જેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સરકાર કોઈપણ દેશની હોય તે પોતાની અર્થ વ્યવસ્થા સુધારવા માંગતી હોય જેથી આરબીઆઈ પણ ભારત સરકારને અર્થ વ્યવસ્થા સુધારવામાં મદદ કરશે અને જરૂરી સુધારા પણ કરશે.

ભારતની અર્થ વ્યવસ્થા ૨૦૧૮માં અન્ય દેશો કરતા થોડી સારી હતી જે લોકસભા ચૂંટણી બાદ એટલે કે ૨૦૧૯ની સાલમાં વિશ્વના પાંચમાં ક્રમે પહોંચી જશે જેમાં ભારત યુકેને પણ પાછળ રાખી દેશે. પરંતુ આ સ્તર પર પહોંચવા માટે ભારતને ઘણી મહેનત કરવી પડશે તે વાત તો સાચી છે કારણ કે આ વર્ષમાં લોકસભાની ચૂંટણી જે મે માસમાં યોજાવાની છે તે પણ કયાંકને કયાંક અર્થતંત્રને અસર કરશે અને હાલ બજાર પણ થોડી અસ્ત-વ્યસ્ત અને ડામાડોળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

ત્યારે નોમુરા હોલ્ડીંગ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૮ની સરખામણીએ ભારતનો વૈશ્વીક વિકાસ ૨.૮ ટકાનો રહેશે જે ૨૦૧૮માં ૩.૨ ટકા રહ્યો હતો. જેનું એકમાત્ર કારણ ચાઈનાની અર્થ વ્યવસ્થા પણ માનવામાં આવી રહ્યું છે.

વધુમાં ભારતમાં નિકાસ અને રોકાણની સાયકલ પણ આ ઘટમાં કારણરૂપ નિવડી છે. આરબીઆઈ દ્વારા દેવામાં આવેલી મોનીટરી પોલીસી પણ કયાંકને કયાંક ભારતની અર્થ વ્યવસ્થાને હચમચાવી નાખી હતી જેમાં તેલના ભાવો, ફૂગાવામાં વધારો પણ મુખ્ય કારણભૂત નિવડયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર ૬ સભ્યોની મોનીટરી પોલીસી કમીટી દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે તો કયાંકને કયાંક ભારતની આર્થિક સ્થિતિ પણ સુધરી શકે.

ત્યારે હવે જયારે સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે તો નરેન્દ્ર મોદી પણ આર્થિક વ્યવસ્થાને વેગ આપવા માટે અને ચૂંટણી જીતવા માટે ખેડૂતલક્ષી નિર્ણયો લઈ રહ્યાં છે અને જે રીતે ખેડૂતો માટેની લોન માફીનો જે વાયદો કરવામાં આવ્યો છે તે કયાંકને કયાંક ભારતની આર્થિક સ્થિતિને થોડી અસર પણ થઈ શકે છે પરંતુ સર્વે અનુસાર ૨૦૧૯ સુધીમાં ભારતની આર્થિક સ્થિતિમાં ખૂબજ સારો સુધારો જોવા મળશે અને ભારત તરલતામાં વધારો કરવાની સાથે જ વિશ્વના પાંચમાં ક્રમે પહોંચશે જેમાં અહમ ફાળો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.