તમામ સરકારી યોજનાઓનો લાભ તમામ વર્ગના લોકો સુધી પહોચાડી સર્વાંગી વિકાસનો સરકારનો લક્ષ્યાંક: પીએમ મોદી
વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેકને ઘરનું ઘર આપવા મોદી સરકાર પ્રયત્નશીલ છે. મંગળવારના રોજ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબને પોતાની માલીકીનું ઘણ મળે તે માટે કેન્દ્ર સરકાર કાર્યરત છે. પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત માત્ર ઈટ અને ચુનાની દિવાલો બનાવી ઘર આપવું એ જ લક્ષ્યાંક નથી પરંતુ દરેક ગરીબને ઉચ્ચ ગુણવતા સાથેનું ઘર મળે અને તેમના સપનાઓ પૂર્ણ થાય તે માટે સરકાર કામ કરી
રહી છે.
પીએમ મોદીએ ભાષણમાં વધુ જણાવ્યું કે, ચાર વર્ષનાં ગાળામાં દેશમાં એક કરોડ ઘરોનું નિર્માણ કરાયું છે. અગાઉ લોકોને ૭૦ થી ૭૫ હજારની સહાય મળતી હતી જે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને ૧.૩૦ લાખ ‚પીયાની સહાય મળશે પીએમ મોદી એ કહ્યું કે, હાલની સરકાર મર્યાદીત લોકો નહી પણ તમામ લોકો માટે કામ કરી રહી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ યુપીએ સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે અગાઉ માત્ર બીપીએલ ધારકોને જ લાભ મળતો હતો પરંતુ હવે,
તમામ લોકોને યોજનાઓનો લાભ મળતો થયો છે. દરેક આર્થિક પછાત વર્ગને લાભ આપવાનું અમે શ‚ કરાવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવીનતમ ટેકનોલોજીની મદદથી ઘરોનું નિર્માણ થશે. તમામ સરકારી યોજનાઓનો લાભ વધુને વધુ મહિલાઓ દિવ્યાંગ ભાઈઓ બહેનો, એસસી એસટી અને ઓબીસી તેમજ અન્ય લઘુતમ વર્ગોને મળે તે માટે સરકારે ખાસ ધ્યાન દોર્યું છે. તેમ જણાવતા પીએમ મોદીએ આજના યુવા વર્ગને રોજગારી આપવા પણ કહ્યું હતુ અને દારૂ, તંમાકુ જેવા વ્યસનોથી દૂર રહેવા યુવા વર્ગને સલાહ આપી હતી.