૪૫ મીનીટ ચર્ચા બાદ ૫૦૦ કરોડ ની સહાય જાહેર કરતા પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલ હેલિકોપ્ટર દ્વારા બિહારના પુરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ વખતે તેમની સાથે બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર તથા નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી તેમની સાથે હતા. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી પણ તેમની સાથે હતા. પ્રધાનમંત્રી મોદીએ પુરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ૫૦૦ કરોડ ‚પિયાની સહાયની જાહેરાત કરી હતી.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પ્રધાનમંત્રી પટના એરપોર્ટ પર પહોંચ્યા બાદ પાંચ-દસ મિનિટમાં જ પુરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે નીકળી ગયા હતા. ૪૫ મિનીટ સુધી સમીક્ષા કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી તથા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મળી અધિકારીઓ સાથે બેઠક કરી પુરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.બિહારમાં પુરથી અત્યાર સુધીમાં ૪૧૮ લોકોના મોત થઈ ચુકયા છે. રાજયમાં એનડીઆરએફની ૨૮ ટીમો અને સેનાના ૬૩૦ જવાનો રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા છે. તેમજ બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે ૧૪ ઓગષ્ટે સોમવારે પૂર પ્રભાવિત જિલ્લાઓનો એરિયલ સર્વે કર્યો હતો. આ પહેલા જ પ્રધાનમંત્રી દ્વારા રાજયને શકય તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો હતો. બિહારમાં નીતિશે લાલુ સાથે ગઠબંધન તોડયું અને ભાજપનો સાથ લઈ સરકાર બનાવ્યા બાદ એનડીએમાં સામેલ થયાની જાહેરાત બાદ પ્રધાનમંત્રીનો આ પ્રથમ બિહાર પ્રવાસ છે. તેમજ પ્રધાનમંત્રીએ પ્રવાસ બાદ ૫૦૦ કરોડ ‚પિયાની સહાય બિહાર પુર પીડિતો માટે કરી હતી.