તાલુકાના ૪૩ ગામડાોઅમાં વાઇ-ફાઇ, એજયુકેશન, એગ્રીકલ્ચર અને ટેલી. મેડીસીનની સુવિધાઓ અપાશે
સરકાર ગામડાઓને ડીજીટલ બનાવવાની યોજના હેઠળ વડાપ્રધાન મોદીના વતન વડનગરને દિવાળી પહેલા ડીજીટલાઇઝ બનાવવાની કવાયત કરી રહી છે. તાલુકાના અન્ય ૪૩ ગામડાઓને પણ ડીજીટલ બનાવવામાં આવશે.
વડનગર રેલવે સ્ટેશન તથા શર્મિષ્ઠા તળાવ સહીતના જાહેર સ્થળોએ વિનામૂલ્યે વાઇ-ફાઇ સર્વિસ પુરી પાડવામાં આવશે. આ ઉ૫રાંત ઇ-ગ્રામ સહીતની વિવિધ સરકારી યોજના શ‚ થશે તથા આરોગ્ય અને શિક્ષણને પણ ડીજીટલાઇઝેશને અનુકુળ બનાવાશે. સરકાર ગામડાને વધુને વધુ સૌર ઉર્જા આધારીત બનાવવાનો પ્રયાસ પણ કરાશે. સરકારની યોજના અંતર્ગત માઘ્યમથી સુપર સ્પેશ્યાલીટી હેલ્થ સર્વિસ પણ પુરી પાડવામાં આવશે. ટેલી.એગ્રીકલ્ચર
સુવિધાથી ખેડુતોને ખેતીને લગતી માહીતી સરળતાથી મળી રહેશે. ટેલી એજયુકેશનથી વિઘાર્થીઓને ટયુશન પણ આપવામાં આવશે.