“કાળા ટીકાના રૂપમાં આવીને અમંગળને દૂર કરવાની ભૂમિકા ભજવી છે વિપક્ષે”

અવિશ્વાસ પ્રસ્તાવ એ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી પરંતુ વિપક્ષની સરકારનો જ ફ્લોર ટેસ્ટ છે. આ વાતથી પોતાની ચર્ચાની શરૂઆત કરતાં PM મોદીએ ચર્ચા આગળ વધારી હતી. અવિશ્વાસના પ્રસ્તાવને પોતાના માટે શુભ ગણાવ્યો હતો. NDA અને BJP જૂના બધા રેકોર્ડ તોડીને 2024માં નવો રેકોર્ડ બનાવશે તેવી ખાત્રી આપી અહતી.
લોકસભામાં વિકાસશીલ ભારત માટેના વિવિધ બિલ રજૂ કરાયા હતા પરંતુ એના માટે પણ વિયાક્ષે વિરોધ નોંધાવ્યો હતો. ડિજિટલ ડેટા બિલને પાસ કરવા માટે પણ વિરોધ પક્ષને વિરોધ હતો

વિરોધપક્ષ માટે રાજનીતિ વધુ મહત્વની છે

દેશની જનતાએ જેના માટે એને અહિયાં મોકલ્યા છે એ કામ કરતાં પણ રાજનીતિ મહત્વની છે. દેશ કરતાં પક્ષ મહત્વનો, સત્તાની ભૂખ વધુ મહત્વની છે, પોતાના રાજનીતિક ભવિષ્યની ચિંતા વધુ છે, જ્યારે દેશના યુથની ચિંતા નથી. કટ્ટર ભ્રષ્ટ સાથીની શરત પર મજબૂર થઈને અને આ અવિશ્વશ પ્રસ્તાવ પર પણ વિશ્વાસ નથી રાખતો વિપક્ષ. વિપક્ષને જવાબ આપતા વું પણ કહ્યું હતું કે “એક બાજુ સેન્ચ્યુરી અને એક બાજુ નો બોલ નો બોલ થઈ રહયું છે”
5 વર્ષમાં પણ સત્તા પરીવર્તન નથી લાવી શક્યું વિપક્ષ

“જેના પોતાના ખાતા ગડબડ વાળા છે તે હિસાબ માંગી રહ્યા છે.”

અધિરબાબુનો શું હાલ થયો કે એને બોલવાનો મોકો ના આપ્યો અને જ્યારે મોકો મળ્યો તો વેડફી નાખ્યો. કલકત્તાથી કઈ કોલ આવ્યો હોય, કોંગ્રેસ વાર વારે તેનું અપમાન કરે છે. અધિરબાબુ પ્રત્યે પૂરી સંવેદના વ્યક્ત કરીએ છીએ
નવા ઉદ્ભવ અને નવા સામાની વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક સમય એવો આવે જેમાં નવું જીવન જીવવા નવી ઉર્જા સાથે નવી શરૂઆત કરીશું, આવનારા 1હજાર વર્ષ સુધી રહેશે, મજબૂત નીવ રાખસે આ કાલખંડ.
યુવાનો વિષે વાત કરતાં કહ્યું કે, સંકલ્પને સિધ્ધી સુધી લઈ જવાનું દેશનું કામ છે સામૂહિક તાકાત એ ઊચાઇ સુધી લઈ જવા સક્ષમ છે. યુવાપેઢી સંકલ્પને સિધ્ધી સુધી પહોચડવાનું સામર્થ્ય ધરાવે છે. ગોટાળાઓ રહિત સરકાર આપી છે. યુવાઓ અને નિષ્ણાંતોને.

“દુનિયા હવે દેશને જાણી ચૂકી છે એ શાનને કોઈ ડાઘ નહીં લગાવી શકે”

અવિસવાસના પ્રસતાવની આડમાં જનતાના વિશ્વાસને તોડવાની કોશિશ કરી છે.સ્વછ ભારત અને જળ જીવન મિશન વિષે WHO યુનિસેફ જેવી સંસ્થાઓએ પણ વખાણી પણ વિપક્ષે નથી વખાણી. જે હકીકત દુનિયા દૂરથી જોવે છે અને PM મોદીએ વિપક્ષને શાહમૃગ્નિ ઉપમા આપી હતી.

“કાળા ટીકાના રૂપમાં આવીને અમંગળને દૂર કરવાની ભૂમિકા ભજવી છે વિપક્ષે”

“મોદી તેરી કબર ખુદેગી”, વિપક્ષનો નારો મોદી માટે સૌથી પ્રિય, “એક ટોનિક છે મારા માટે” : PM મોદી
સિક્રેટ વરદાન મળ્યું છે વિપક્ષના લોકો જેનું ખરાબ વિચારશે એનું ભલું જ થશે એ બાબતે 3 ઉદાહરણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું…

-બેંકિંડ સેક્ટર ને બદનામ કરી તો પબ્લિક સેક્ટર બેંકમાં નેટ પ્રોફિટ વધી ગયો. NPAનો પહાડ ઊભો કર્યો હતો તેને પણ પર કર્યો.

-HAL હેલિકોપ્ટર બનાવતી કંપની માટે પણ ખરાબ બોલ્યા હતા એ પણ ખરાબ ભાષામાં ભારતીય ડિફેન્સ ઈન્ડસ્ટ્રી ખતમ થયી ગયી છે એવું કહ્યું હતું. HAL ફેક્ટરીમાં મજૂરોને ભડકાવ્ય હતા આજે HAL સફળતાની નવી બુલંદીઓને હાસિલ કરી છે રેવન્યુ હાઈએસ્ટ નોંધાવ્યો છે.

-LIC બરબાદ થયી ગયી ગરીબોના રૂપિયા બારબાદ થયી ગયા, પરંતુ આજે LIC પર જનતાનો પૂરો વિષવાસ છે. શેર માર્કેટમાં એક રૂલ છે કે જે લોકો સરકારી કંપનીઓને ગાળો આપે તેમાં પૈસા લગાવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.