ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ઓચિંતા દિલ્હી બોલાવતા ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. આજે સવારે કેબિનેટ બેઠક પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી તાબડતોબ દિલ્હી ઉપડી ગયા હતા. તેઓએ વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વ પૂર્ણ બેઠક યોજી હતી. આગામી જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે. જે સંદર્ભે ચર્ચા કરવા માટે પીએમ એ સીએમને તેડાવ્યા હોવાનું મનાય રહ્યું છે.પરંતુ અંદરખાને કંઈક અલગ જ ચર્ચા રહ્યું છે.
કેબિનેટ બેઠક પૂર્ણ થતાની સાથે જ મુખ્યમંત્રી દિલ્હી ઉપડી ગયા:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક
આજે સવારે 10 કલાકે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.આ બેઠક પૂર્વે દિલ્હી ખાતેથી એક આદેશ આવ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા હતા ફટાફટ કેબિનેટ બેઠક પૂર્ણ કર્યા બાદ ભુપેન્દ્રભાઈ દિલ્હી જવા રવાના થઈ હતા.વાઇબ્રન્ટ સમિટ અને ગુજરાતમાં કોરોનાના નવા બે કેસ મળી આવ્યાની ઘટના સંદર્ભ ચર્ચા કરવા માટે પીએમએ સીએમને દિલ્હી બોલાવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે
પરંતુ અંદરખાને કંઈક અલગ જ ચાલી રહ્યું હોવાનું મનાય રહ્યું છે.કારણકે આવી સામાન્ય બાબતની ચર્ચા કરવા માટે ક્યારેય પીએમ સીએમને તાબડતોબ તેડુ મોકલી બોલાવતા હોતા નથી પરંતુ અન્ય કોઈ ગંભીર મુદ્દાને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભુપેન્દ્રભાઈને ગાંધી દિલ્હી તેડાવ્યા હોવાનું મનાય રહ્યું છે. સામાન્ય રીતે સીએમ અને સીઆરને એક સાથે હાઈકમાન્ડનું તેડું આવતું હોય છે પરંતુ આ વખતે માત્ર ભુપેન્દ્રભાઈને બોલાવવામાં આવ્યા છે તે વાત કંઈક અલગ જ દિશામાં ઇશારો કરી રહી છે.
તાજેતરમાં સરકાર એક વર્ષ પૂર્ણ કર્યું છે. ચાર મહિના પછી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવાની છે તે પૂર્વે ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે અને બોર્ડ નિગમમાં ચેરમેન, વાઇસ ચેરમેંન અને ડિરેક્ટરોની વરણી કરવામાં આવી તેવી વાત પણ ઘણા સમયથી ચાલી રહી છે મંત્રી મંડળના વિસ્તરણની ઘડીઓ ગણાય રહી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.