- સરકારની નીતિથી જે 54 કંપનીઓને સીધો ફાયદો થશે તેવી કંપનીઓની યાદી ગ્લોબલ બ્રોકરેજ ફર્મ સીએલએસએએ કરી જાહેર: રોકાણકારોની આ શેરો ઉપર મિટ
ભારતની લોકસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે 4 જૂને આવશે. આ પહેલા 1 જૂનના રોજ, દેશભરના તમામ એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે ભાજપની આગેવાની હેઠળ એનડીએ ગઠબંધન આ ચૂંટણીઓમાં ફરીથી સત્તા મેળવવા જઈ રહ્યું છે. તેવામાં આજે શેરબજારની પ્રિ-ઓપનિંગ પહેલા જ ગિફ્ટ નિફ્ટીએ 689 પોઈન્ટનો બમ્પર ઉછાળો દર્શાવ્યો હતો અને બજાર ખુલતા પહેલા જ ગિફ્ટ નિફ્ટીએ પહેલીવાર 23,300ને પાર કરી લીધો છે. ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને છેલ્લા 16 મહિનામાં આ સૌથી મોટો વધારો છે. આ દરમિયાન હજુ મોદીના ત્રીજા કાર્યકાળમાં મોદી સ્ટોક રોકાણકારોને બમ્પર ફાયદો કરાવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આજે સવારથી બજારના આ ઉત્તમ સંકેતોનો અર્થ એ છે કે ભારતીય શેરબજાર એક્ઝિટ પોલના અંદાજોથી ખૂબ જ ઉત્સાહિત છે અને તેના કારણે ગિફ્ટ નિફ્ટી તેની ઐતિહાસિક ઊંચાઈ પર છે. જો વાસ્તવિક પરિણામો એક્ઝિટ પોલના પરિણામો જેવા જ છે, તો મોદી સરકાર 3.0ના આગમન પછી, ઘણી કંપનીઓને જબરદસ્ત પ્રોત્સાહન મળવાનું છે અને તેમના શેરની બમ્પર કમાણી થવાની છે.
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ સીએલએસએએ આવી 54 કંપનીઓની ઓળખ કરી છે જેને ફરી મોદી સરકારની નીતિઓથી ફાયદો થશે. આમાંથી અડધાથી વધુ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયુ) કંપનીઓ છે અને તેઓએ છેલ્લા નાણાકીય વર્ષથી સારો નફો મેળવ્યો છે.
ટેલિકોમ સેક્ટર
ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા, ઈન્ડસ ટાવર્સ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ સેક્ટર
ઈન્ડસ ટાવર્સ, જીએમઆર એરપોર્ટ, આઈઆરસીટીસી, ક્ધટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
બેંકિંગ અને નાણાકીય સેક્ટર
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા
સંરક્ષણ અને ઉત્પાદન સેક્ટર
એચએએલ, હિન્દુસ્તાન કોપર, નાલ્કો, ભારત ઈલેક્ટ્રોનિક્સ, કમિન્સ ઈન્ડિયા, સિમેન્સ, એબીબી ઈન્ડિયા, એસએઆઈએલ, ભેલ, ભારત ફોર્જ
પાવર અને એનર્જી સેક્ટર
એનટીપીસી, એનએચપીસી, પીએફસી, આરઇસી, ટાટા પાવર, એચપીસીએલ, જીએઆઈએલ, જેએસપીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, પેટ્રોનેટ એલએનજી, બીપીસીએલ, આઈઓસીએલ
અન્ય
અદાણી પોર્ટ્સ, અંબુજા સિમેન્ટ્સ, એસીસી, ઈન્ડિયન હોટેલ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એલએન્ડટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ, ધ ઈન્ડિયા સિમેન્ટ્સ, દાલમિયા ભારત, ધ રેમ્કો સિમેન્ટ્સ