ધોરણ-૧૦, ધોરણ-૧૨ સાયન્સ, ગુજકેટ તથા ધોરણ-૧ર કોમર્સ ચારેય પરિણામમાં ઝળહળતુ પરિણામ પ્રાપ્ત કરતી મોદી સ્કૂલ
વર્ષ ૧૯૯૯ થી રાજકોટ શહેરમાં શરૂ થયેલ – મોદી સ્કૂલ તેના બોર્ડનાં પ્રથમ પરિણામથી જ રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનાં શિક્ષણ જગતમાં છવાઈ ગઈ છે. જો શિક્ષણમાં સારી કારકીર્દી ઘડવી હોય, ભવિષ્યમાં મેડિકલ એન્જિનિયરીંગમાં જવું હોય કે એમાં પણ જો એનઆઈટી/આઈઆઈટીમાં કે ધીરૂભાઈ અંબાણી કે પેટ્રોલિયમ યુનિ. વગેરે જેવી આંતરરાષ્ટ્રિય ખ્યાતનામ સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય અથવા મેડિકલ, ડેન્ટલમાં ડોનેશન વગર પ્રવેશ મેળવવો હોય તો મા-બાપની પ્રથમ પસંદગી મોદી સ્કૂલ હોય છે કારણ કે મોદી સ્કૂલમાં માત્ર બોર્ડની જ નહી પરંતુ નીટ/ગુજકેટ અને જેઈઈ મેઈન-એડવાન્સ, સીએ-સીપીટી તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોમર્સના વિદ્યાર્થીઓને પણ તૈયારી કરાવે છે.
મોદી સ્કૂલનાં સ્થાપક ડો.આર.પી.મોદી સાહેબ પોતે શિક્ષણની ગુણવત્તા સાથે બાંધછોડમાં માનતા નથી. તે શોર્ટકટમાં માનતા નથી. સખત પરિશ્રમમાં માને છે. જેના ફળ સ્વરૂપે આ સ્કૂલનાં તમામ શિક્ષકો, અધ્યાપકો અને પ્રિન્સીપાલશ્રીઓ પણ આ જ પથ પર ચાલે છે અને એટલે જ આ સ્કૂલ સમગ્ર ગુજરાતની સ્કૂલોને નમુનારૂપ શિક્ષણ પૂરું પાડી રહી છે.બોર્ડના પરિણામોમાં મુખ્ય ગણાતા પરિણામો એટલે કે ધોરણ- ૧૦, ધોરણ-૧૨ સાયન્સ અને કોમર્સના પરિણામો સતત સર્વોચ્ચ સ્થાને રહેનાર મોદી સ્કૂલ્સે આ પરંપરા આ વર્ષે પણ જાળવી રાખેલ છે. ત્રણે પરિણામોમાં બોર્ડ પ્રથમ વિદ્યાર્થીઓ આ શાળાના રહૃાા છે. આ સાથે ઉંચાઈની તમામ ગિરિમાળાઓ પણ આ શાળાના વિદ્યાર્થીઓએ સર કરી. ધો.૧૦ એસએસસીના પરિણામો સમાજને સૌથી વધુ આકર્ષિત કરનારા હોય તેમાં આ શાળાના ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ (એ) નંદાણી ખુશાલી, (બી) પરમાર આંચલ, (સી) બોરડ આસ્થા બોર્ડ પ્રથમ સ્થાને ૯૯.૯૯ પીઆર મેળવેલ છે. બોર્ડ ટોપ ૧૦માં ૨૫ વિદ્યાર્થીઓ સાથે એ-૧ ગ્રેડ મેળવનાર ૧૨૪ વિદ્યાર્થીઓ છે. ધો. ૧૦ ની પરીક્ષામાં ગણિત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ ૧૬ વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલ છે. માર્ચ ૨૦૧૯ ની ધો.૧૨ સાયન્સના પરિણામોમાં બોર્ડ ટોપટેનમાં ૨ વિદ્યાર્થીઓ ૯૯ પીઆર કે તેથી વધુ ૩૮ વિદ્યાર્થીઓ તથા ૯૦ પીઆર કે તેથી વધુ ૨૨૬ વિદ્યાર્થીઓ આ સાથે ગુજકેટ ટોપટેનમાં પણ ૩ વિદ્યાર્થીઓ ૯૯ પીઆર કે તેથી વધુ ૩૫ વિદ્યાર્થીઓ તથા ૯૦ પીઆર કે તેથી વધુ ૨૪૯ વિધાર્થીઓ છે. નીટમાં ૬૦૦ કે તેથી વધુ માર્કસ એવા અપેક્ષીત ૧૧ વિદ્યાર્થીઓ તથા જેઈઈ-મેઈન-૨૦૧૮ માં ૯૯ પીઆર ઉપર ૭, ૯૫ પીઆર ઉપર ૪૫, અને ૯૦ પીઆર ઉપર ૮૭, જેઈઈ એડવાન્સ માટે કવોલીફાય ૧૫૯ વિદ્યાર્થીઓ એ સમગ્ર ગુજરાતમાં મોદી સ્કૂલનું ગૌરવ વધારેલ છે. નીટ/જેઈઈની ૩૮ અધ્યાપકોની સ્ટ્રોંગ ટીમ જેમાં ૨૨ ફેકલ્ટી તો આઉટસ્ટેટની છે. માર્ચ ૨૦૧૯ ની ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામોમાં ૯૯.૯૮ પીઆર સાથે બોર્ડ દ્વિતીય (૧) ભુવા માર્ગી, (૨) જોષી પ્રેરણા તથા ૯૯.૯૫ પીઆર સાથે બોર્ડ પાંચમાં (૧) સાવલિયા વિધી, (૨) બુધ્ધદેવ આરોહી, (૩) મેહતા હેતલ, (બી) જોષી પ્રેરણા બોર્ડ ટોપટેનમાં કુલ ૫ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. બોર્ડ ટોપ ૧૦ માં ૫ વિદ્યાર્થીઓ સાથે અ૧ ગ્રેડ મેળવનાર ૧૩ વિદ્યાર્થીઓ છે. વિષય પ્રથમમાં કુલ ૮ વિદ્યાર્થીઓ નામાનાં મૂળતત્વો(એકાઉન્ટ)માં (એ) જોષી પ્રેરણા, (બી) સચદેવ રીષીત, (સી) કાંત્રોડિયા હેતવ, (ડી) વ્યાસ આશુતોષ ૧૦૦ માંથી૧૦૦ માર્કસ મેળવેલ તેમજ આંકડાશાસ્ત્રમાં (એ)જોષી પ્રેરણા, (બી)જોષી કૃપા, (સી) સાવલિયા વિધી, (ડી) લુંભાણી શ્રેય એ ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવેલ.આજે જાહેર થયેલ ધોરણ:૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં આંકડાશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવનાર મોદી સ્કુલના ૪ વિદ્યાર્થીઓ અને એકાઉન્ટમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવનાર ૪ વિદ્યાર્થીઓ મોદી સ્કુલના તથા સમગ્ર બોર્ડ ટોપ-ટેનમાં ૫ અને એ-૧ ગ્રેડમાં ૧૩ વિદ્યાર્થીઓ મોદી સ્કૂલના અને ૯૯.૯૮ પીઆર સાથે બોર્ડ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરતાં ૨ વિદ્યાર્થીઓ મોદી સ્કૂલના જોષી પ્રેરણાએ એકાઉન્ટ અને સ્ટેટ બન્ને વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલ.
મોદી સ્કૂલના પ્રિન્સીપાલ નીલેશભાઈ સંજલીયા એ અબતક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે ધોરણ 12સામાન્ય પ્રહવાનું પરીક્ષાનું પરિણામ 99 ટકા આવેલ છે.તેમના તરફથી તમામ વિધ્યાર્થીઓને શુભ કામના પાઠવેલ છે અને તેમની કારકિર્દીઑ ખુબજ વધે અને મોદી સ્કૂલના પાંચ વિધ્યાર્થીઓ બોર્ડ ટોપ ટેનમાં સ્થાન મેળવેલ છે. એ-૧ ગ્રેડ 13વિધ્યાર્થીઓ અને 100 માથી 100 વિષયમા માર્ક લેનાર ચાર વિધ્યાર્થીઓ છે.
ધોરણ–૧૨ ભુવા ગાર્ગી ૯૯.૯૮ પીઆર (એ–૧ ગ્રેડ)
હું છેલ્લા ૧૨ વર્ષથી મોદી સ્કૂલમાં અભ્યાસ ક૨ું છું. મા૨ી લાઈફનું પ્રથમ ચ૨ણ મેં મોદી સ્કૂલમાં વિતાવ્યું. એ વાત માટે મને મા૨ા પ૨ અને મોદી સ્કૂલ પ૨ ગર્વ છે. આખા વર્ષ દ૨મિયાન અમને શિક્ષકો, પ્રિન્સીપાલનું સતત માર્ગદર્શન મળતું ૨હ્યું. જેનાથી બોર્ડ પ૨ીક્ષમાં ખૂબ જ ફાયદો થયો. અમા૨ા દ૨ેક ટીચર્સ અમને ગમે તે ડાઉટ ગમે તે સમયે સોલ્વ ક૨ી આપતા. ટીચર્સનું ગાઈડન્સ + મા૨ા પે૨ેન્ટસનો સપોર્ટ આ બન્ને મળતા મને બોર્ડ એકઝામમાં ખૂબ જ આત્મવિશ્ર્વાસ મળ્યો. સ્કૂલમાંથી ૮ પ્રિલીમ, યુનિટ ટેસ્ટ અને વિકલી ટેસ્ટ આપ્યા પછી અમને બોર્ડની પ૨ીક્ષ ૯મી પ્રિલીમ જેવી જ લાગી. ટીચર્સ અમા૨ા દ૨ેક પેપ૨માંથી એકદમ નાની – નાની ભૂલો પ૨ અમા૨ું ધ્યાન દોર્યું.
ધોરણ-૧૨ જોષી પ્રેરણા ૯૯.૯૮ પીઆર (એ-૧ ગ્રેડ)
ધો. ૧૨ એ વિદ્યાર્થીઓની કા૨કીર્દિ માટેનું ખૂબ જ મહત્વનું વર્ષ ગણાય છે. મોદી સ્કૂલ દ્વા૨ા વિદ્યાર્થીઓની સફળતા માટે ખૂબ જ પ્રયત્નો ક૨વામાં આવે છે. ખાસ ક૨ીને શાળાની ડે ટુ ડે પધ્ધતિથી વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થાય છે. ઉપ૨ાંત એક જ અઠવાડિયામાં લેવાતી બે પ૨ીક્ષાથી ખૂબ જ ફાયદો થાય છે. યોગ્ય સમયાંત૨ે સ્કૂલ દ્વા૨ા વિવિધ વિના પ્રશ્નોનાં લીથા આપવામાં આવે છે. વિવિધ સમયે સ્કૂલ દ્વારા ૭ પ્રિલીમ પ૨ીક્ષા લેવામાં આવે છે. જેથી બોર્ડની પ૨ીક્ષા વખતે વધા૨ે મહેનતની જરૂ૨ીયાત ૨હેતી નથી. સ્કૂલ દ્વારા ડિઝાઈન૨ ટેસ્ટ ઉપયોગી બને છે. મોદી સ્કૂલે મા૨ી કા૨કીર્દિ માટે ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે.
ધોરણ–૧૨ સાવલિયા વિધિ ગો૨ધનભાઈ ૯૯.૯૫ પીઆર (એ–૧ ગ્રેડ)
મે મા૨ા જીવનના મહત્વપૂર્ણ ૧૨ વર્ષ આ સંસ્થા સાથે વિતાવ્યા છે અને આ ૧૨ વર્ષમાં શાળાએ મને જે માર્ગદર્શન આપી ઘડત૨ ર્ક્યું છે તેની હું હંમેશા ૠણી ૨હીશ. ધો. ૧૨ એ કા૨કીર્દિનું મહત્વનું વર્ષ ગણાય છે. આ મહત્વના વર્ષ્ામાં સફળતા અપાવવા માટે હું મોદી સ્કૂલના મેનેજમેન્ટ અને ટીચર્સની ખૂબ આભા૨ી છું અમા૨ી શાળાની ડે ટુ ડે પધ્ધતિ, વિકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ તેમજ પ્રિલીમ ટેસ્ટથી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ સ૨ળતાથી યાદ ૨હી જાય છે. આઠ આઠ પ્રિલિમ પ૨ીક્ષાને કા૨ણે આખો અભ્યાસક્રમ વ્યવસ્થિત તૈયા૨ થઈ જતાં બોર્ડની પ૨ીક્ષાનો જ૨ાપણ ભય ૨હેતો નથી. આ ઉપ૨ાંત શાળા મેનેજમેન્ટ ક્ષેત્રે પણ ખૂબ જ સા૨ું કાર્ય થઈ ૨હ્યું છે. શાળામાં શિક્ષકો અને પ્રિન્સીપાલના માર્ગદર્શનથી નાની – નાની ભૂલો ત૨ત જ સુધ૨ી જાય છે. તેમજ કોઈપણ બાબત અંગેની સમસ્યાનો ત૨ત જ ઉકેલ આવી જાય છે.
ધોરણ–૧૨ બુધ્ધદેવ આ૨ોહી ૯૯.૯૫ પીઆર (એ–૧ ગ્રેડ)
કા૨કીર્દિ માટે ધો. ૧૨ ખૂબ જ મહત્વનું પગલું ગણાય છે. મા૨ા જીવનમાં એ પગલાંને ખૂબ જ મહત્વનું અને સફળ બનાવવા માટે હું મોદી સ્કૂલનો ખૂબ જ આભા૨ માનું છું. મોદી સ્કૂલ દ્વારા લેવામાં આવતી વિવિધ વિકલી ટેસ્ટ, પ્રિલીમ અને વિવિધ ડિઝાઈન૨ ટેસ્ટને કા૨ણે બોર્ડનું પેપ૨ સ્કૂલના સામાન્ય પેપ૨ જેવું જ લાગે છે તથા શાળા દ્વારા આપવામાં આવતું ડે ટુ ડે વર્ક દ્વારા દ૨૨ોજનું કાર્ય દ૨૨ોજ થતું હોવાથી ટેસ્ટના સમયે વધા૨ે વાંચવાની જરૂ૨ ૨હેતી નહી તથા શિક્ષ્ાકો દ્વારા ક૨વામાં આવતું મૂલ્યાંકન ખૂબ જ સા૨ુ અને સચોટ છે.
ધોરણ-૧૨ (ગુજરાતી માધ્યમ) મહેતા હેતલ ૯૯.૯૫ પીઆર (એ-૧ ગ્રેડ)
ધો. ૧૨એ વિદ્યાર્થીઓ માટે કા૨કીર્દિનું મહત્ત્વનું વર્ષ ગણાય છે. એમાં સફળતા મેળવવા માટેના હેતુથી હંમેશા કાર્ય૨ત ૨હેતા મોદીસ૨ તથા સ્કૂલ શિક્ષાકોના માર્ગદર્શન હેઠળ તૈયા૨ી ક૨ી, તેના કા૨ણે હું આ સફળતા પ્રાપ્ત ક૨ી શકી. મા૨ા માતા-પિતાએ આવી સા૨ી શાળામાં અભ્યાસ ક૨ાવ્યો એ બદલ એમનો ખૂબ-ખૂબ આભા૨ માનું છું અહીં શિક્ષકો તથા પ્રિન્સીપાલના માર્ગદર્શનના કા૨ણે સફળતા પ્રાપ્ત ક૨ી શકી છું. વિવિધ સંદર્ભ પુસ્તકો તથા વિષય શિક્ષકોના માર્ગદર્શનથી સોનામાં સુગંધ ભળવા જેવું થયું છે. મોદી સ્કૂલની શિક્ષ્ાણ પધ્ધતિ જેવી કે ડે ટુ ડે વર્ક, વિકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ અને પ્રિલીમ પ૨ીક્ષાથી મા૨ું ભવિષ્ય ઉજ્જવળ બન્યું. છે.