આર્યનને ટ્રોફી તથા પાંચ લાખના ચેકનું ઈનામ અપાયું
મોદી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ રમત-ગમત અંગે પણ પ્રોત્સાહન મળે અને તેમની આવડતનો વિકાસ થાય તે અંગેનું માર્ગદર્શન શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રશ્મીરકાંત મોદી સર દ્વારા આપવામાં આવે છે.
તાજેતરમાં મુંબઈ ખાતે રમાયેલી સ્કોડા સિંગલ વિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વી.જે મોદી સ્કૂલ અંગ્રેજી માઘ્યમ ધોરણ ૭માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સવસાણી આર્યનું જેમણે રનર્સઅપ ટ્રોફી તથા રૂપિયા પાંચ લાખનો ચેક જીતી મોદી સ્કુલ પરિવાર, સવસાણી પરિવાર તેમજ સમગ્ર રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારેલ છે.આ બદલ મોદીસર દ્વારા તેમને ખુબ-ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.તેઓ મોરબી જિલ્લાના ટંકારા તાલુકના નાના એવા ગામના રહીશ અને હાલ મોરબી જિલ્લાની સરકારી માધ્યમિક શાળા લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર બી.સવસાણીના પુત્ર છે.
ઉપરોકત ટુર્નામેન્ટમાં ઓલઈડિયાના મેગાસીટીનાં અંડર ૧૨ કક્ષાના ક્રિકેટરો મુંબઈ ખાતેના એર ઈન્ડિયા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં તા.૧૯,૨૦ ફેબ્રુઆરીના રોજ રમ્યા હતા. જેમાં આર્યન સવસાણી ફાઈનલમાં પહોંચી રનર્સઅપ રહ્યા હતા તે બદલ ભારતના અંડર ૧૯ના પૂર્વ કપ્તાલ ઉન્મુકત ચાંદના હસ્તે ટ્રોફી તથા પિયા પાંચ લાખનું ઈનામ મેળવ્યું હતું.
આર્યન છેલ્લા બે વર્ષથી ક્રિકેટ માટેની તાલીમ બાલભવન ક્રિકેટ એકેડેમી, શાળાના કોચ આશીષભાઈ જોષી, બાલભવન ક્રિકેટ એકેડેમીના આઈ.સી.સી લેવલ -૧ના કોચ આશિફ સર, હિતેષ સર પાસેથી મેળવી રહ્યા છે.આ અંગેની વધુ માહિતી માટે સ્પોર્ટસટીચર આશીષ જોષી, પ્રિન્સીપાલ ખ્યાતિબેન ઓઝા, આર્યનના પિતા દિનેશભાઈ સવસાણી અને નીલમ ભટ્ટીએ અબતક મિડીયાની મુલાકાત લીધી હતી.