નીટમાં 700થી વધુ 3 વિદ્યાર્થીઓ, જેઈઈ મેઈન્સમાં 99 પીઆરથી વધુ 43 વિદ્યાર્થીઓ
દેશની શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજો માટે લેવાતી IIT-JEE + Advanded 2023 ઉપરાંત AIIMSતથા દેશ/રાજ્યની મેડીકલ કોલેજનાં પ્રવેશ માટે લેવાતી NEET 2023 નાં પરિણામોમાં મોદી સ્કૂલનું પરિણામ સર્વશ્રેષ્ઠ રહ્યુ છેં. IIT-JEE 2023 તથા NEET 2023 નાં પરિણામોએ સાબિત કર્યુ છે કે રાજકોટ તથા સૌરાષ્ટ્રભરનાં વિદ્યાર્થીઓ માટે Modi School System જ શ્રેષ્ઠ વિકલ્પ બની છે. જે નાના Standard થી જ વિદ્યાર્થીઓની લર્નીંગ સ્કીલ ડેવલોપ કરીને કોટા કરતા પણ મોટા એવા Extra Ordinary પરિણામો આપી રહી છે.
વર્ષ 2023 માં જાન્યુઆરી તથા એપ્રીલ 2023 માં લેવાયેલ JEE Main પરિક્ષા જેના થકી દેશની શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજ એવી NIT, IIIT ઉપરાંત ગુજરાતની શ્રેષ્ઠ કોલેજો જેમ કે.. DAIICT, Nirma, PDEU માં પ્રવેશ મળે છે તેમાં 99 PR+ ગુણ 43 વિદ્યાર્થીઓએ મેળવેલ છે જે સૌરાષ્ટ્ર કચ્છની કોઇપણ સ્કૂલ તથા કોચીંગ કરતા વધુ છે. કાનાણી દેવ જેઓ સમગ્ર દેશમાં 99.96 PR સાથે પાંચમાં ક્રમ ઉપર રહી ટોચનું સ્થાન મેળવેલ છે. આ ઉપરાંત મોદી સ્કૂલનાં 77 વિદ્યાર્થીઓ 98 PR કે વધુ તથા 240 વિદ્યાર્થીઓ 90 PR કે તેથી વધુ મેળવી સમગ્ર દેશનાં 11 લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી મોખરાનું સ્થાન હાંસલ કરેલ છે. JEE Main પરિક્ષા નાં માધ્યમથી મોદી સ્કૂલનાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ચીફહશરશયમ થયા છે જે શાળા પરિવાર માટે ગૌરવની વાત છે.
આજે જ્યારે કોચીંગ કલ્ચરનાં કારણે વિદ્યાર્થીઓ મોબાઇલનાં દુષણ તરફ તથા ડમી સ્કૂલ કલ્ચર તરફ જઇ રહ્યા છે ત્યારે મોદી સ્કૂલીંગ સિસ્ટમે એક સ્કૂલ મોડલનાં માધ્યમથી NTA દ્વારા લેવાતી નેશનલ લેવલની પરિક્ષાઓમાં સમગ્ર દેશમાં ટોચનું સ્થાન હાંસલ કરીને સ્કૂલ સિસ્ટમ દ્વારા JEE (Main + Advanced) તથા NEET માં શ્રેષ્ઠ પરિણામ આપી શકાય છે તે સાબિત કર્યુ છે. તથા ડમી કલ્ચરથી વિદ્યાર્થીનો જે શૈક્ષણિક તથા સર્વાંગી વિકાસ રુંધાય રહ્યો છે તેમાં સ્કૂલીંગ સિસ્ટમનાં માધ્યમથી શ્રેષ્ઠ પરિણામ આપ્યુ છે.
મોદી સ્કૂલનાં સંસ્થાપક Dr. R. P. Modi Sir એ આ સફળતા અંગે જણાવ્યું કે અમો 37 વર્ષથી સૌરાષ્ટનાં વિદ્યાર્થીઓના ઘરનાં વાતાવરણ તથા તેઓનાં એજ્યુકેશન કલ્ચર તેમજ હાલની શિક્ષણ પદ્ધતિને સમજીએ છીએ. જેના કારણે શ્રેષ્ઠ પરિણામો શક્ય બને છે. હાલમાં NEET, JEE (Main + Advanced), Board, GUJCET તથા Std. 6 થી 10 નાં ફાઉન્ડેશન ડીવીઝન માટે 11 IITans, 5 NITians સાથે કુલ 65+ ફેકલ્ટીની મોટી ટીમ કાર્યરત્ત છે. જેમાનાં 30+ ફેકલ્ટી તો આઉટસ્ટેટ નાં છે. ગુજરાત અને આઉટસ્ટેટ ફેકલ્ટીની ટીમ તથા મોદી સ્કૂલ મેનેજમેન્ટની સૌરાષ્ટ્રની સાયન્સનાં વિદ્યાર્થીઓનાં માનસપટને સમજવાની ક્ષમતાના કારણે આવા શ્રેષ્ઠ પરિણામો મોદી સ્કૂલ મેળવી રહી છે.
મોદી બોર્ડિગ સ્કુલનાં 75 વિદ્યાર્થીઓ 500 કે તેથી વધુ ગુણ NEET માં મેળવીને પોતાનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરેલ છે. બોર્ડિગ સ્કૂલ નું શાંત વાતાવરણ, શિક્ષણ માટેનું શ્રેષ્ઠ આયોજન, રીડીંગ લાઇબ્રેરી તથા ડાઉબ્ટ ચેમ્બર, મોબાઇલ તથા સોશ્યલ મિડીયાનાં દુષણોથી દૂર કુદરતી અને શાંત વાતાવરણ તથા સક્ષમ વિદ્યાર્થીઓ વચ્ચેની હરિફાઇનું તત્વ સૌરાષ્ટ્રભર તથા ગુજરાતભરનાં આવા તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાની ઉચ્ચ કારકિર્દીનાં ઘડતર માટેનો મજબૂત પાયો પૂરો પાડે છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે ધવલભાઇ મોદી, વિમલભાઇ, અલ્પેશભાઇ શાહ તેમજ બેસ્ટ પરીણામ લાવેલા વિદ્યાર્થીઓ ઉ5સ્થિત રહ્યા હતા.
નીટના પરિણામમાં 700 કે તેથી વધુ માર્ક મેળવતા ત્રણ વિઘાર્થીઓ મોદી સ્કુલના: પ્રિન્સીપાલ અલ્પેશભાઇ શાહ
‘અબતક’ ની મુલાકાતે આવેલા પ્રિન્સીપાલ અલ્પેશભાઇ શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2023 નાં પરિણામોમાં ધો. 12 સાયન્સનાં બોર્ડનાં પરિણામમાં 6 વિદ્યાર્થીઓ મોદી સ્કૂલનાં 99.99 PR સાથે બોર્ડ પ્રથમ રહ્યા જે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીની કોઇપણ સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ છે. કંડોરીયા ફ્રીનાદ, તન્ના બાદલ, સોમૈયા ચાર્મિ, ઢોલરિયા ક્રેજલ, સવજાણી પરમ તથા કોટડીયા દેવ એ 99.99 PR મેળવી પ્રથમ સ્થાન મેળવ્યુ છે.બોર્ડ 2023 નાં પરિણામમાં પણ મોદી સ્કૂલનું પરિણામ ઉત્કૃષ્ઠ રહ્યુ છે જેમાં 37 વિદ્યાર્થીઓ 90% કે તેથી વધુ માર્ક્સ મેળવેલ છે જે સૌરાષ્ટ કચ્છની કોઇપણ સ્કૂલ કરતા વધુ છે. આ ઉપરાંત ગુજકેટની પરિક્ષામાં પણ ઈઇજઊના 1 અને ગુજરાત બોર્ડનાં 3 વિદ્યાર્થીઓએ 99.99 PR પ્રાપ્ત કર્યા છે.
આને લીધે ગુજરાતની એન્જિનિયરીંગ કોલેજોમાં પ્રવેશ માટેનાં અઈઙઈ રેન્કમાં સમગ્ર ગુજરાતમાં Top-10 માં 2 અને Top-100 માં 6 વિદ્યાર્થીઓ છે. NEET 2023 નાં પરિણામોમાં 700 કે તેથી વધુ માર્ક મેળવતા 3 વિદ્યાર્થીઓ, 690 કે તેથી વધુ માર્ક મેળવતા 7 વિદ્યાર્થીઓ, 650 કે તેથી વધુ માર્ક મેળવતા 26 તથા 600 કે તેથી વધુ માર્ક મેળવતા 62 વિદ્યાર્થીઓ સાથે બહોળી સંખ્યામાં ઉચ્ચ સ્કોર મેળવતા વિદ્યાર્થીઓનો સમૂહ મોદી સ્કૂલનાં પરિણામોમાં પ્રસ્થાપિત થયો છે. આ ઉપરાંત બાયોલોજી વિષયમાં જે NEET માં 50% ભાગ ભજવે છે તેમાં All India First – 360/360 માર્ક્સ સાથે 5 વિદ્યાર્થીઓ સ્થાન મેળવ્યુ છે તથા ફિઝીક્સ જેવા લોજીકલ વિષયમાં પણ All India First- 180/180 માર્ક્સ સાથે કોટડીયા દેવે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
જ્યારે કેમેસ્ટ્રીમાં 4 વિદ્યાર્થીઓ 175 માર્ક્સ સાથે સમગ્ર ભારતમાં ત્રીજા ક્રમે રહ્યા છે. NEET 2023 નાં આવા ઉજળા પરિણામો થકી મોદી સ્કૂલનાં માધ્યમથી 225+ વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થશે. મોદી સ્કૂલનાં સંસ્થાપક Dr. R. P. Modએ આ સફળતા અંગે જણાવ્યું કે અમો 37 વર્ષથી સૌરાષ્ટનાં વિદ્યાર્થીઓના ઘરનાં વાતાવરણ તથા તેઓનાં એજ્યુકેશન કલ્ચર તેમજ હાલની શિક્ષણ પદ્ધતિને સમજીએ છીએ. જેના કારણે શ્રેષ્ઠ પરિણામો શક્ય બને છે. હાલમાં NEET, JEE (Main + Advanced), Board, GUJCET તથા STD. 6 થી 10 નાં ફાઉન્ડેશન ડીવીઝન માટે 11 IITans, 5 NITians સાથે કુલ 65+ ફેકલ્ટીની મોટી ટીમ કાર્યરત્ત છે. જેમાનાં 30+ ફેકલ્ટી તો આઉટસ્ટેટ નાં છે.
ગુજરાત અને આઉટસ્ટેટ ફેકલ્ટીની ટીમ તથા મોદી સ્કૂલ મેનેજમેન્ટની સૌરાષ્ટ્રની સાયન્સનાં વિદ્યાર્થીઓનાં માનસપટને સમજવાની ક્ષમતાના કારણે આવા શ્રેષ્ઠ પરિણામો મોદી સ્કૂલ મેળવી રહી છે. મોદી બોર્ડિગ સ્કુલનાં 75 વિદ્યાર્થીઓ 500 કે તેથી વધુ ગુણ NEET માં મેળવીને પોતાનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરેલ છે. બોર્ડિગ સ્કૂલ નું શાંત વાતાવરણ, શિક્ષણ માટેનું શ્રેષ્ઠ આયોજન, રીડીંગ લાઇબ્રેરી તથા ડાઉબ્ટ ચેમ્બર, મોબાઇલ તથા સોશ્યલ મિડીયાનાં દુષણોથી દૂર કુદરતી અને શાંત વાતાવરણ તથા સક્ષમ વિદ્યાર્થીઓ વચ્ચેની હરિફાઇનું તત્વ સૌરાષ્ટ્રભર તથા ગુજરાતભરનાં આવા તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાની ઉચ્ચ કારકિર્દીનાં ઘડતર માટેનો મજબૂત પાયો પૂરો પાડે છે.
મારે આઇઆઇટી એન્જિનિયરીંગમાં બનાવી છે કારકીર્દી : પરમ ચૌહાણ
અબતક સાથે વાતચીત માં પરમ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાંજ તા 18 જુનનાં રોજ જાહેર થયેલ JEE Advanced ની પરિક્ષા થકી દેશની શ્રેષ્ઠ એવી એન્જીનીંયરીંગ કોલેજ એવી IIT માં પ્રવેશપાત્ર બનતા હોય તેના પરિણામમાં મોદી સ્કૂલનો દબદબો રહ્યો છે. શાળાનાં વિદ્યાર્થી પરમ ચૌહાણ 2.5 લાખ વિદ્યાર્થીઓ જેઓ એડવાન્સ માટે ક્વોલીફાઇ થયા હોય તેમાંથી AIR – 222 (OBC NCL) સાથે ટોચનું સ્થાન મેળવેલ છે. તથા સમગ્ર રાજકોટમાં ગુજરાતી માધ્યમ પ્રથમ રહેલ છે. આ ઉપરાંત શાળાનાં 6 વિદ્યાર્થીઓ Under Top 1000 માં અને 36 વિદ્યાર્થીઓ ઞક્ષમયિ Top 5000 (All Cat. Rank) સાથે ઉત્તિર્ણ થયેલ છે. આ સાથે 62 વિદ્યાર્થીઓ IIT માં પ્રવેશપાત્ર બનેલ છે જે સૌરાષ્ટ્રની કોઇપણ સ્કૂલ કે કોચીંગ કરતા વધુ છે.
મારે કાર્ડિયોલોજિસ્ટ બનીને કરવી છે માનવ સેવા: બાદલ તન્ના
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા બાદલ તન્નાએ જણાવ્યું હતું કે નીટના 2023ના પરિણામમાં મોદી સ્કૂલના દેખાવ અદ્રિતીય તથા અવિસ્મરણીય રહ્યો છે જ્યારે સમગ્ર દેશના 21 લાખ વિદ્યાર્થી કોઈએ પરીક્ષા આપેલી તેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ તથા સમગ્ર ગુજરાતમાં ત્રીજા સ્થાને 710 માર્ક મેળવ્યા છે ત્યારે તેમણે કહ્યું હતું કે મારા પરિવાર રે પણ મને એ રીતનું વાતાવરણ ઘરમાં પૂરું પાડ્યું છે સાથે સાથે મોદી સ્કૂલ ની અને મારી મહેનત નું ગૌરવવંતું પરિણામ આવ્યું છે તે તેમણે નર્સરી થી ઉચ્ચ કારકિર્દી ઘડતરના હેતુથી મોદી સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને આગળ અભ્યાસમાં એમબીબીએસ કરી ને કડિયોલોજિસ્ટ બનવું છે.