શિક્ષણ જગતમાં અત્યારે ચિતાની રેસ ચાલે છે. જે દોડી શકે છે તેને વધુને વધુ દોડવું છે અને દોડનારાઓ માટે વધુને વધુ ઢાળ મળે તેવી રાજકોટની વિકાસયાત્રા છે. સૌરાષ્ટ્રનું આ શહેર રંગીલુ અને ખંતીલું-ઉદ્યમ કરનારાનો આ શહેરમાં તોટો નથી. ધોરણ ૧૨ સાયન્સ સાથે જેઈઈ/નીટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ દિવસ-રાત કામ કરે છે અને અસાધારણ સફળતા મેળવે છે. આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ તૈયારી પણ અસાધારણ માંગી લે છે-કોટામાં આવી તૈયારી કરતા પુષ્કળ કલાસીઝ છે.
સાથે સાથે તે કલાસીઝની આંધળી હરીફાઈ, ખોરાકની ગુણવતાનાં પ્રશ્નો ઘરથી દૂર રહેવાની સમસ્યા અને વડીલોથી દુર રહેવાના ગેરફાયદા વિદ્યાર્થી જગતને છે. ડો.મોદી જે મોદી સ્કુલ્સના પ્રણેતા છે તે આ નવી પરિસ્થિતિને પહોંચી વળવા હંમેશા અગ્રેસર હોય જ. તેમનું વિઝાન વિદ્યાર્થીને માટે વરદાન સાબિત થયું. શા માટે કોટા જવાનું ? તો જવાબ છે સારા અને અનુભવી શિક્ષકો માટે ડો.મોદીએ ખુબ સારી કક્ષાના ૨૨ થી વધુ નામાંકિત કોચીંગ ઈન્સ્ટીટયુટમાંથી શિક્ષકો જુદા જુદા રાજયમાંથી અહીં આયાત કર્યા.
શરૂઆતમાં તેમના રહેઠાણ, ખોરાકની વ્યવસ્થા સાંચવીને વિદ્યાર્થીઓને તેમને સુપ્રત કર્યા. પહેલેથી જ ખૂબ સારા શિક્ષકોની ટીમ સાથે આ નવી ટીમે સોનામાં સુગંધનું કામ કર્યું. સાથે સાથે વિદ્યાર્થીઓને શાળામાં જ રહીને કામ કરવા જમવા સહિતની બધી વ્યવસ્થા ગોઠવી. દરેક બિલ્ડીંગમાં વાતાનુકુલિત વર્ગખંડો સાથે શિક્ષણનો કોઈપણ સમસ્યાના સમાધાન માટે ડાઉટ-સોલ્યુશનના વર્ગો, કાઉન્સેલર અને ખુદ પોતે ખડે પગે રહીને વિદ્યાર્થીઓને ઉચ્ચ પરીણામના હકકદાર બનાવ્યા.
કોટાના વિદ્યાર્થીઓની સરખામણીએ અહીં બધુ બહેતર બન્યું. કોઈ જાતની માલ પ્રેકટીસ ન હોય, શુદ્ધ સાત્વિક જમવાની સુવિધા મળે, સમયસર મળે, ઘરે જવાનો સમય ન બગડે, સતત શૈક્ષણિક અને તંદુરસ્ત હરિફાઈના માહોલમાં જ રહેવાનું જયાં કોઈપણ સમસ્યાનો તરત નિકાલ થઈ જાય છતાં પણ સાંજે ઘરે જવા મળે એટલે હોમસીકનેસ તો ઉદભવે જ નહીં. આવું વિઝન અને આવી મહેનત રંગ લાવે જ.
આના પરીણામ સ્વરૂપે જેઈઈ મેઈનમાં ૨૦૦+ માર્કસવાળા અને નીટમાં ૬૦૦+ માર્કસવાળા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા બે વર્ષમાં સતત બે ગણીથી ચાર ગણી થઈ છે. એન્જિનિયરીંગમાં પ્રવેશ પામતા મોદી સ્કૂલનાં વિદ્યાર્થીઓનું સરેરાશ પેકેજ ૪ લાખ આસપાસ છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ દર વર્ષે વધતા જાય છે. આ સંખ્યાઓ કદાચ નામાંકિત ત્રણ કે ચાર સ્કુલોના સરવાળા કરતા વધુ છે. આ બધાનો શ્રેય ડો.મોદી પોતાની ટીમને અને વિદ્યાર્થીઓની મહેનતને અને ઈશ્વરને આપે છે.