રજીસ્ટર્ડ ઈન્ટીટયુશન કંપની કે સંસ્થાઓને ખાદીને ‘કલોથ ઓફ ઈન્ડિયા’ બ્રાન્ડ નેમ આપવા મંત્રાલયની તાકીદ.
ખાદી ગ્રામોદ્યોગ કમિશન કે જે કેન્દ્ર સરકારના મંત્રાલય હેઠળ સંકલિત છે. તેમના દ્વારા ચાર ઈન્ડિયન કંપનીઓને નોટીસ મોકલવામાં આવી હતી. જે અંતર્ગત વિશ્ર્વસ્તરે ખાદીને એક ટ્રેડમાર્ક સાથે પ્રોત્સાહિત કરી દેશની બ્રાન્ડ તરીકે ઓળખ અપાવવા જણાવવામાં આવ્યું હતુ પ્રધાન મંત્રીના યોગા અંગેની ઝુંબેશમાં મળેલ સફળતા બાદ હવે ખાદીને પણ વિશ્ર્વવિખ્યાત કરવા કેન્દ્રીય મંત્રાલય દ્વારા પગલા હાથ ધરવામાં આવશે.
સરકાર ખાદીને ભારતની વૈશ્ર્વિક બ્રાન્ડ તરીકે ખ્યાતિ અપાવવા ઈચ્છે છે જેમ અગાઉ તેમણે યોગા માટે કર્યું હતુ પરંતુ તેની પહેલા મહત્વના પગલા માટે સ્થાનિકોને સૂચન કરવામાં આવ્યું હતુ ખાદીની વૈશ્ર્વિક ઓળખ દ્વારા ઘણા જ ગ્રામ્ય લોકો સારી કમાણી કરી શકશે એવું મંત્રાલયનું માનવું છે.
જે માટે કોઈ સંસ્થા, કંપની કે તાલીમભવન કે જેમણે ખાદી માટે માન્યતા પ્રાપ્ત હોય તેમણે ખાદી શબ્દનો ઉપયોગ પોતાનીક બ્રાન્ડ તરીકે નહી પરંતુ એક જ બ્રાન્ડ કે જેને સરકારી દોરવણી હેઠળ સમાવેશ કરવા માટે સૂચન કર્યા હોવાનું તેમજ ખાદીને ‘કલોથ ઓફ ઈન્ડીયા’ બ્રાન્ડથી બહાર મોકલવા તાકીદ કરવામાં આવી છે. એવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતુ.આ ખાદીના સંકલન થકી ભારત સોફટ પાવરમાં અગ્રતા પ્રાપ્ત કરશે.
તેમજ વૈશ્ર્વિક સ્તરે તાજેતરમાં હાથ ધરાયેલ યોગ અંગેના સર્વે બાદ બીજા નંબરે ભારતમાં જ બીન ભારતીયને જોડવામાં મદદ‚પ થશે જેમને આ ક્ષેત્રેખાદીના માર્ક માટે સર્ટીફીકેટ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેમના માટે માર્ગ શરતોને આધીન ખૂલ્લો મૂકાશે એવું ખાદી ક્ષેત્રે અધિકારી વિજય સકસેના દ્વારા જણાવવામાં આવ્યું હતુ તેમજ આ અંગે કાયદેસરની છ નોટીસો કંપનીઓને ખાદીને એક બ્રાન્ડ હેઠળ સાંકળવા મોકલાઈ ચૂકી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતુ.
સરકારે આ અંગે અગાઉથી જ યુનાઈટેડ નેશનખાતે ખાદીને પ્રમોટ કરવા માટે તાકીદ કરી હતી તેમજ આ પ્રકારની પાંચ નોટીસો અમદાવાદ ખાતેની કંપનીઓમાં મોકલાઈ ચૂકી છે. આ અંગે વાય.જે. ત્રિવેદી એન્ડ કંપની દ્વારા તાજેતરમાં જ ખાદી ને સ્વદેશી બજારમાં જ રાખવા માટે વિરોધ નોંધાવ્યો હતો.