કેનેડાના પીએમ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અહીં બંને દેશો વચ્ચે સિક્યુરિટી, એજ્યુકેશન, બિઝનેસ, આતંકવાદ અને એનર્જી સેક્ટરમાં મદદ વધારવા માટે કુલ 6 કરાર થયા છે. ત્યારપછી બંને દેશના પીએમ દ્વારા જોઈન્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. ત્યારપછી મોદીએ કહ્યું કે, કેનેડા આપણાં માટે ખૂબ મહત્વનું છે. આપણે તેમની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને ભારતના વિકાસમાં તેમની ભાગીદારી ઈચ્છીએ છીએ. કેનેડા એનર્જીનું સુપર પાવર છે અને આપણી વધતી જતી એનર્જીની ડિમાન્ડ પૂરી કરી શકે છે. આ પહેલાં શુક્રવારે સવારે ટ્રુડો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને અહીં પીએમએ તેમનું ઉમળાભેર ગળે લગાવીને સ્વાગત કર્યું હતું.
મોદીએ કહ્યું- કેનેડા સાથે આર્થિક સંબંધોને વધારીશું
– જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ કહ્યું કે, હું કેનેડા ગયો ત્યારે મને ત્યાં લોકોનો ભારત પ્રતિ વધારે લગાવ જોવા મળ્યો હતો. મને આશા છે કે, પીએમ ટ્રુડોએ પણ ભારત આવીને પરિવાર સાથે ઘણી મજા કરી હશે.
– અમે ઘણાં સેક્ટર વિશે વાત કરી છે, જેમાં બંને દેશો સાથે મળીને કામ કરશે. આજની ચર્ચામાં અમે આતંકવાદનું જોખમ જોઈને સુરક્ષાતંત્રને મજબૂત કરવા માટે સાથે મળીને નિર્ણય લીધો છે. બંને દેશોના એનએસએ મળ્યા છે અને આગળ પણ તેઓ મુલાકાત કરશે.
– કેનેડા સાથે આપણે સ્ટ્રેટજિક પાર્ટનરશિર સાથે આગળ વધીશું. આપણાં સંબંધો લોકતંત્ર, બહુલવાદ, કાયદાની સર્વોચ્ચ અને આતંરિક સંપર્ક પર આધારિત છે. કેનેડાનું પેન્શન ફંડ ભારતનું આર્થિકરીતે ભાગીદાર છે. કેનેડા સાથેના આર્થિક સંબંધોને વધારે વધારવામાં આવશે.
– હાયર એજ્યુકેશન માટે કેનેડા ખૂબ સારુ ડેસ્ટિનેશન છે. 1 લાખથી વધારે ભારતીય સ્ટૂડન્ટ્સ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. તે માટે અમે એમઓયુ પણ સાઈન કર્યા છે. ટેક્નોલોજીને વધારવાનો પ્રયત્ન ચાલુ છે. બંને દેશો વચ્ચે તેની ભાગીદારી કરી દેવામાં આવી છે. સૂચના અને સંચાર ક્ષેત્રે વિકાસ માટે બંને દેશની સરકાર તૈયાર છે.
– આપણી એટોમિક ક્ષમતા વધારવાની જરૂર છે.કેનેડા યૂરેનિયમનું ખૂબ મોટુ સપ્લાયર છે. તે એક રીતે એનર્જીનું સુપર પાવર છે. કેનેડા આપણી વધતી જતી એનર્જીની જરૂરિયાતને પૂરી કરી શકે છે.