મે ૨૦૧૪ બાદ પીએમ મોદીએ ૪૮ વિદેશ યાત્રાઓમાં પપ થી વધારે દેશોનો પ્રવાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ માં વડાપ્રધાન પદ પર બેઠા બાદ સતત પ્રવાસ કરતાં રહ્યાં છે. વિકાસ અને અન્ય દેશો સાથેના સંબંધો વધુ મજબુત બને તેમજ વ્યાપાર ક્ષેત્રે પણ વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ થી અત્યાર સુધીમાં રૂપિયા ૨૦૨૧ કરોડનો ખર્ચ કર્યો છે. જૂન ૨૦૧૪ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશયાત્રા પાછળ ર૦ર૧ કરોડનો ખર્ચ કર્યો છે.
શિયાળુ સત્ર દરમિયાન રાજયસભામાં વિ.કે.સિંહે એ ઉઠાવેલા આ પ્રશ્ન માં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૧૪ થી ૨૦૧૮ ના વિદેશ પ્રવાસ દરમિયાન ૧૦ દેશોમાંથી વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું. ૨૦૧૪માં વિદેશી કંપનીઓ દ્વરા ૩૦,૩૯૦.૫ મિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ થયું હતું. અને ૨૦૧૭ માં ૪૩૪૭૮.૨૭ મિલિયન ડોલરના રોકાણ વધારો થયો છે.તો બીજી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની વિદેશ યાત્રાનો ખર્ચ ૨૦૦૯-૨૦૧૦ થી ૨૦૧૩-૧૪ દરમિયાન રૂ ૧,૩૪૬ કરોડ હતો આ ખર્ચમાં ચાર્ટડ ફલાઇટ, એયરક્રાફટ મેન્ટેનન્સ અને હોટલ લાઇન ફેસિલિટીઓ પણ સમાવેશ થતો હતો. મહત્વનું છે કે વી.કે.સિંહે વધુમાં જણાવ્યું હતું કે મનમોહનસિંહ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધીની ટર્મનો વિદેશ ખર્ચ હતો જયારે મોદીને ૨૦૧૪ થી અત્યાર સુધીનો ખર્ચ છે.કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે મનમોહનસિંહ ના અધિકારિક વિદેશ પ્રવાસ સંબંધીત સવાલોના જવાબમાં આ જાણકારી આપી. જેમાં પુછવામાં આવ્યું કે ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી મનમોહનસિંહ ના પ્રધાનમંત્રી રૂપે કેટલો ખર્ચ થયો અને ૨૦૧૪ બાદથી પીએમ મોદીની વિદેશ યાત્રામા ૦ કેટલો ખર્ચ થયો.આંકડાઓ પ્રમાણે ૧પ જુન ૨૦૧૪ અને ૩ ડિસેમ્બર ૨૦૧૮ સુધી પ્રધાનમંત્રીના વિમાનના રખરખાવનો કુલ ૧૫૮૩.૧૮ કરોડ રૂપિયા અને ચાર્ટડ વિમાનો પર ૪૨૯.૨૫ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો. તાે હોટલાઇન સુવિધાઓ પર ૯.૧૧ કરોડ રૂપિયા ખચૈ થયો મહત્વનું છે કે વી.કે. સિંહ દ્વારા ઉપબ્ધલ થયેલા વિવરણ માં ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માં પીએમ મોદીની વિદેશ યાત્રાઓના પ્રવાસ હોટલાઇન સુવિધાઓ પર ખર્ચ સામેલ નથી કરાયો.આંકડાઓ પ્રમાણે ૨૦૧૪-૧૫માં વિદેશ યાત્રા માટે ચાર્ટર્ડ વિમાનો પર રૂ ૯૩.૭૬ કરોડથી જયારે ૨૦૧૫-૧૬ માં આ ૧૧૬.૮૯ કરોડ રૂ થયા હતા. જયારે ૨૦૧૬-૧૭ માં ૭૬.૨૭ કરોડ અને ૨૦૧૭-૧૮ માં ૯૯.૩૨ કરોડ રૂપિયા ખર્ચ કરાયા મહત્વનું છે કે મે ૨૦૧૪ બાદ પીએમ મોદીએ ૪૮ વિદેશયાત્રાઓમાં પપ થી વધારે દેશની યાત્રા કરી છે.