ગત તા ૧૭/૦૬/૨૦૧૯ ના રોજ રાતે સગર્ભાને ડીલીવરી નો દુખાઓ થતા ૧૦૮ ઉપર ફોન કરતા ફોન ના લાગ્યો ત્યાર બાદ જે વાડીમાં ખેતમજુરી કરતા હતા તેના માલીક દિલીપભાઇ કકાણીયા ને જાણ કરતા તેઓની ગાડી મારફતે પડધરી આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરેલ પણ આખી રાતમાં ડીલીવરી ન થઈ. ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ જવા માટે કહેલ રાત દરમિયાન આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફે મનફાવે તેમ ગાળો આપેલ રાતે બિંદુબેન ના પતિ વિનોદભાઇ બામણીયાની પાસે એનકેન પ્રકારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્વારા પરાણે રુપિયા ૫૦૦ લેવામાં આવ્યા હતા અંતે તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટ લઈ જવા પડશે તેમ કહીને પોતાના હાથ ખંખેરી લીધા હતા. ત્યારબાદ રાજકોટ હોસ્પિટલમાં જતા હતા ત્યારે બીંદુબેન બેભાન થઈ ગયા હતા હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરેલ ત્યારે સારવાર દરમિયાન બાળકનું અગાઉથી પેટમાં જ મોત નીપજ્યું હતુ.
પડધરી માં રાત દરમિયાન કોય સારવાર ન મળતા વધુ સમય વીતતા બાળક મળ પી જતા મૃત્યુ થયું હતું તેવુ કહેલ પડધરી આરોગ્ય કેન્દ્રની બેદરકારીને કારણે એક સગર્ભા ના બાળકનું મોત થયું છે. સમયસર સારવાર કરવામાં આવી હોત તો બાળક સહી સલામત હોત આ બેદરકારી ના જવાબદાર આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ ઉપર શુ કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનુ રહ્યું.