આગામી ૧પમી ઓગસ્ટે વીમા યોજના તૈયાર થઇ જશે
ખાનગી અને સરકારી હોસ્પિટલો સાથે વાટાઘાટો
દેશના અડધો અડધ નાગરીકો એટલે અંદાજીત ૫૦ કરોડ લોકોને હેલ્થ વીમા કવચમાં આવરી લઇ ૨૦૧૯ લોકસભા ચુંટણી જીતવાનો તખ્તો મોદી સરકારે તૈયાર કર્યો છે.
મોદી સરકાર સ્વાસ્થ્ય વીમા યોજનાની જાહેરાત પાંચ મહીના પહેલા કરી હતી. ત્યારબાદ આજ સુધી હોસ્પિટલો અને વીમા કંપનીઓ સાથે યોજનામાં જોડાવા અંગે ચર્ચા થઇ રીહ છે જો કે યોજનાનું લોન્ચીંગ ઓગસ્ટમાં થવાનું હતું. જેમાં દેશના સૌથી ગરીબોને આવરી લેવા સરકાર કટ્ટીબઘ્ધ છે. હવે લોકસભા ચુંટણી નજીક છે ત્યારે સરકાર પ૦ કરોડ લોકોને સ્વાસ્થ્ય વીમા કવચ હેઠળ આવરી લે તેવાી તૈયારી કરવામાં આવી છે.
તાજેતરમાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પોતાના અભ્યાસમાં તાકયું હતું કે મેડીકલ પાછળના ખર્ચાના કારણે પ.ર કરોડ લોકો ગરીબી રેખાની નીચે ધકેલાઇ ગયા હતા. જેથી સરકારના હેલ્થ વીમા કવચની લોકોને હવે તાતી જરુર પડી છે. મોદી સરકાર પણ પ૦ કરોડ લોકોને સ્વસ્થ્ય વીમો આપી ૨૦૧૯ લોકસભા ચુંટણીની વૈતરણી પાર કરવાની તૈયારી કરે છે.
કેન્દ્ર સરકાર આટલી મોટી સંખ્યામાં લોકોને એકલા હાથે હેલ્થ વીમા યોજનામાં સમાવી શકે નહીં આ કામગીરી માટે ખાનગી સેકટરનો સપોર્ટ જરુરી છે. આ યોજના પાછળ કુલ કેટલા રૂપિયાનો ખર્ચ થશે તેનો હિસાબ હજુ નથી કરવામાં આવ્યો જો કે એક પરિવાર પાછળ અંદાજીત ૫ લાખ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે. તેવું નિષ્ણાંતોનું માનવું છે.
આગામી લોકસભા ચુંટણીમાં વિજય મેળવવા માટે મોદી સરકારે કલ્યાણકારી યોજનાઓને ઝડપથી અમલી બનાવવા નિર્ધાર કર્યો છે.
સ્વાસ્થ્ય વીમા યોજનાની અમલવારી આગામી ૧પમી ઓગસ્ટથી થઇ શકે છે. આ યોજનાની સાથો સાથ અન્ય યોજનાઓનો પ્રારંભ પણ વહેલી તકે થશે.