એક વર્ષમાં સરકારે અનુચ્છેદ ૩૭૦ હટાવ્યો અને ત્રણ તલાક પ્રથા નાબૂદ જેવા કાયદા બનાવીને ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા

મોદી સરકારના બીજા કાર્યકાળને આજે એક વર્ષ  પુરુ થયું છે.આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની સિદ્ધી ગણાવી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં સરકારે અનુચ્છેદ ૩૭૦ હટાવ્યો અને ત્રણ તલાક પ્રથા નાબૂદ જેવા કાયદા બનાવીને ઘણા ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. કોરોના મહામારી સામેની સંપૂર્ણ લડાઈ કેવી રીતે લડાય એ મોદીએ સાબિત કરીને બતાવ્યું છે.

સરકારે સૌથી પહેલા ૧.૭૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું, ૮૦ કરોડ લોકોના રાશનની વ્યવસ્થા કરી, ૨૦ કરોડ બહેનોના જનધન ખાતામાં ૫૦૦-૫૦૦ રૂપિયા ત્રણ મહિના નાંખવાનો પ્રયાસ કર્યો, વૃદ્ધોના ખાતમાં ૧૦૦૦-૧૦૦૦ કરોડ રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો, મનરેગા હેઠળ મજૂરી અને રકમની ફાળવણી વધારી છે. કોરોનાની લડાઈ સાથે તેને હોલિસ્ટિક રીતે કેવી રીતે લડી શકાય એ મોદીજીએ તેમના નેતૃત્વ ક્ષમતામાં બતાવ્યું. દેશને ધન્યવાદ આપવા માંગીશ કે વડાપ્રધાન એક એક અપીલને સાંભળી રહ્યા છે.

મોદીજીના બીજા કાર્યકાળના પહેલા વર્ષમાં ઘણી ઈચ્છાશક્તિવાળા નિર્ણય લેવાયા હતા. અનુચ્છેદ ૩૭૦ હટાવવો દેશની એકતા અને અખંડતા માટે મહત્વપૂર્ણ નિર્ણય હતો. આ નિર્ણયોના સૂત્રોધાર ગૃહમંત્રી અમિત શાહ બન્યા હતા. અનુચ્છેદને હટાવવાથી જમ્મુ-કાશ્મીરની જનતા મુખ્યધારામાં

સામેલ થઈ ગઈ છે. જે દલિતો સાથે અન્યાય થઈ રહ્યો હતો. તેમને ન્યાય મળી રહ્યો છે. મહિલાઓને સંપત્તિ સાથે જોડાયેલા અધિકાર મળી રહ્યા છે. મોદીજી ત્રણ તલાકને ખતમ કરવા માટે કાયદો લઈને આવ્યા છે.

સીએએ દ્વારા પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશમાંથી આવેલા લોકોને ન્યાય મળ્યો છે. આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોક્સોનો નિર્ણય સાહસિક હતો. જેમાં મોતની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.