વડાપ્રધાન મોદી કેબિનેટના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહના રાજીનામાંથી અનેક અટકળો શરૂ
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસભાના સાંસદો તરીકેનો તેમનો કાર્યકાળ ગુરુવારે પૂરો થવાનો છે, બંને પ્રધાનોએ બંધારણીય જવાબદારી પૂરી કરવા માટે તેમના રાજીનામા સબમિટ કર્યા છે કારણ કે તેઓ શુક્રવારથી સંસદસભ્ય નહીં રહે! હવે જ્યારે બે મંત્રીઓએ રાજીનામું ધરી દીધું છે ત્યારે હવે આ બંને મંત્રીઓના રાજીનામાં બાદ અબેક અટકળો શરૂ થઈ ગઈ છે. આ બંને નેતાઓને કૈક અલગ જવાબદારી સોંપાશે કે પછી વધુ એક કેબિનેટનો ગંજીપો ચિપાશે તેવો સવાલ પણ થઈ રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ મોદી કેબિનેટમાં લઘુમતી કલ્યાણ મંત્રી હતા. માનવામાં આવે છે કે પાર્ટી નકવીને અન્ય કોઈ કામ સોંપશે.કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસભાના સાંસદો તરીકેનો તેમનો કાર્યકાળ ગુરુવારે પૂરો થવાનો છે, બંને પ્રધાનોએ બંધારણીય જવાબદારી પૂરી કરવા માટે તેમના રાજીનામા સબમિટ કર્યા છે કારણ કે તેઓ શુક્રવારથી સંસદસભ્ય નહીં રહે!
ઉલ્લેખનીય છે કે, નકવી લઘુમતી બાબતોના મંત્રાલયનો હવાલો સંભાળતા હતા, જ્યારે સિંહ મોદી 2.0 કેબિનેટમાં સ્ટીલ મંત્રી હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ બુધવારે દેશના વિકાસમાં યોગદાન માટે નકવી અને સિંહના વખાણ કર્યા હતા.મોદીની પ્રશંસાને એ સંકેત તરીકે જોવામાં આવી રહી હતી કે તે મંત્રીઓની છેલ્લી કેબિનેટ બેઠક હતી. કેબિનેટની બેઠક બાદ તરત જ નકવી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને બીજેપી હેડક્વાર્ટરમાં મળ્યા હતા. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, ભાજપ ઓગસ્ટમાં ચૂંટણી માટે તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નકવીનું નામ લઈ શકે છે અથવા તેમને અમુક રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના રાજ્યપાલ/લેફ્ટનન્ટ ગવર્નર પદ માટે નામાંકિત કરી શકે છે.