મોદી ફેસ્ટ ત્રિ-દિવસીય પ્રદર્શનને ખુલ્લી મુક્તા મંત્રી જયેશભાઇ રાદડીયા
રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડ મોદી ફેસ્ટ ત્રિ-દિવસીય પ્રદર્શનને ગુજરાતના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. ધનસુખ ભંડેરીએ જણાવ્યુ હતુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સફળતાપૂર્વક ૩ વર્ષ પુરા થયા છે. ત્યારે આ વિકાસ પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત મહાનગર રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મોદી ફેસ્ટ ત્રિ-દિવસીય પ્રદર્શનની થકી પ્રજાજનો સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૮ દરમ્યાન મુલાકાત લઇ અને કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અઁગેની માહિતી મેળવી શકશે તોઓએ શહેરના પ્રજાજનોને વધુમાં વધુ મોટી સંખ્યામાં આ પ્રદર્શનીની મુલાકાત લેવ અનુરોધ કર્યો હતો.
‘મોદી’નો અર્થ ‘મેકીંગ ઓફ ડેવલોપ્ડ ઇન્ડીયા’ એટલે કે સુવિકસીત ભારતનું સર્જન એવો થાય છે. આ પ્રદર્શનમાં ખાસ કરી લોકોને સ્પર્શતી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતીઓ લાઇવ જોઇ શકાય અને સમજી શકાય તેવી સુવિધાઓ રાખવામાં આવેલી છે. આ પ્રદર્શનીમાં મુલાકાતીઓને કેન્દ્ર સરકાર દ્વારા થઇ રહેલ વિકાસ કાર્યોની પુુસ્તીકાઓ પણ આપવામાં આવી રહી છે. આ પ્રસંગે શહેર ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ વાડોલીયા, મનીષ ભટ્ટ, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, લઘુમતી મોરચાના પ્રમુખ હા‚ન શાહમદાર, શિક્ષણ સમિતિના ચેરમેેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઇસ ચેરમેન અલ્કાબેન કામદાર, સભ્ય સંજય હિરાણી, મુકેશ મહેતા, ભારતીબેન રાવલ, કોર્પોરેટર દેવુબેન જાદવ તેમજ મયુર શાહ, પુનીતાબેન પારેખ, રાજેન્દ્રસિંહ ગોહિલ, ઘનશ્યામ કુંગશીયા, ગૌતમ ગોસ્વામી, અનીલ લીબડ સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.