૩૨૦૦ કિમીની રિવર ક્રુઝ પૂર્વના રાજ્યોને દેશના તમામ છેડાઓ સાથે જોડી દેશે !!
૧૩મી જાન્યુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા રિવર ક્રુઝનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન મોદી
દેશના પૂર્વોત્તર રાજ્યો હજુ પણ અલ્પવિકસીત છે. પૂર્વોત્તર રાજ્યોમાં રોજગારી સહિતની સમસ્યાઓના લીધે યુવાનો પીડાઈ રહ્યા છે અને પરિણામે અમુક યુવાનો નક્સલવાદ તરફ પણ આગળ વધતા હોય છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યોની દેશના તમામ છેડાઓ સાથે કનેક્ટિવિટી વધારી આ રાજ્યોમાં વિકાસની ભરમાર સર્જવા તરફ આગળ વધી રહી છે. આ રાજ્યોમાં પ્રવાસન ઉદ્યોગ વિકસાવવામાં માટે સરકારે તૈયારી કરી છે. જેના ભાગરૂપે ૩૨૦૦ કિમી લાંબી રિવર ક્રુઝ માટે પૂર્વોત્તર રાજ્યોનો રૂટ પસંદ કરવામાં આવ્યો છે. ઉપરાંત ભારત વધુમાં વધુ જળમાર્ગો વિકસાવવા પ્રયત્નશીલ છે જેમાં પણ આ ૩૨૦૦ કિમી લાંબી રિવર ક્રુઝ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ વર્ષની શરૂઆતમાં જ દેશને એક મોટી ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ જાન્યુઆરીએ વિશ્વના સૌથી મોટા રિવર ક્રુઝનું ઉદ્ઘાટન કરશે. આ ક્રૂઝ ૩૨૦૦ કિમીનું અંતર કાપશે. પ્રવાસીઓ આ ક્રૂઝથી વારાણસી થઈને બાંગ્લાદેશ જશે અને પછી આસામના ડિબ્રુગઢ આવશે. આ પ્રવાસ દરમિયાન, પ્રવાસીઓ વારાણસીની ગંગા આરતી, કાઝીરંગા નેશનલ પાર્ક અને સુંદરવન જેવા ૫૦ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ જાન્યુઆરીએ વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝનું ઉદ્ઘાટન કરશે. આ ક્રૂઝ ઉત્તર પ્રદેશના વારાણસીથી શરૂ થશે અને બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ ખાતે તેની યાત્રા સમાપ્ત કરશે. ૫૦ દિવસમાં આ ક્રૂઝ ગંગા-ભાગીરથી-હુગલી, બ્રહ્મપુત્રા અને વેસ્ટ કોસ્ટ કેનાલ સહિત ૨૭ નદીઓની સિસ્ટમ દ્વારા ૩૨૦૦ કિમીની મુસાફરી કરશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ ડિસેમ્બરે કહ્યું હતું કે, આ ક્રૂઝ વિશ્વની સૌથી અનોખી ક્રૂઝ હશે. આનાથી ભારતના સતત વધી રહેલા પ્રવાસનને ઓળખ મળશે. હું પશ્ચિમ બંગાળના લોકોને આ તકનો પૂરો લાભ લેવા અપીલ કરું છું. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળ માટે ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કહી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ૧૩મી તારીખનો પણ ઉલ્લેખ કર્યો હતો.
માહિતી અનુસાર, આ ક્રૂઝ તેની યાત્રા દરમિયાન હેરિટેજ સાઇટ્સ સહિત ૫૦ પર્યટન કેન્દ્રોની મુલાકાત લેશે. જેમાં વારાણસીની ગંગા આરતી, કાઝીરંગા નેશનલ પાર્ક અને સુંદરવનનો સમાવેશ થાય છે. આ ક્રૂઝ બાંગ્લાદેશમાં લગભગ ૧૧૦૦ કિમીની મુસાફરી કરશે. સમાચાર અનુસાર ઈન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે, આ ક્રુઝનું સંચાલન ખાનગી કંપની કરશે. હાલમાં કેન્દ્ર સરકારનું સંપૂર્ણ ધ્યાન વિકાસ અને જળમાર્ગ પર છે. વિભાગ આ બાબતે વધુ ગંભીરતાથી કામ કરી રહ્યું છે. આ ક્રુઝના સફળ સંચાલન માટે નેવિગેશન સુવિધા અને જેટીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે તાજેતરમાં કહ્યું હતું કે, દરિયાકાંઠા-નદી પરિવહન, ક્રુઝ સેવા કેન્દ્ર સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાં છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશમાં ૧૦૦ જળમાર્ગો બનાવવાનું કામ હાથમાં લીધું છે. આ સાથે જ આ જળમાર્ગોમાં ક્રુઝ જહાજો ચલાવવાનું લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે.
આ સાથે કાર્ગો સેવાને પણ પ્રાથમિકતાઓમાં સામેલ કરવામાં આવી હતી. પ્રાચીન સમયમાં, જળમાર્ગો વેપાર અને પ્રવાસનનું સૌથી મોટું માધ્યમ હતું. આના કારણે નદીઓ અને સમુદ્રોના ઘણા કિનારાઓ સમૃદ્ધ અને વિકસ્યા. આ સાથે ત્યાં ઉદ્યોગોનો પણ વિકાસ થયો. ભારત ક્રુઝ સેવાના ટ્રાફિકને મહત્તમ બનાવવાનું લક્ષ્ય રાખે છે.
દરિયાકાંઠા, નદી પરિવહન અને ક્રુઝ સેવા સહિતનો વિકાસના ધ્યેય સાથે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે ત્યારે ૧૩ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝનું ઉદ્ઘાટન કરશે.
રિવર ક્રૂઝ ૫૦ પ્રવાસી કેન્દ્રોની મુલાકાત લેશે
જાણવા મળતી માહિતી અનુસાર આ ક્રૂઝ યાત્રા દરમિયાન હેરિટેજ સાઇટ્સ સહિત ૫૦ પર્યટન કેન્દ્રોની મુલાકાત લેશે. જેમાં વારાણસીની ગંગા આરતી, કાઝીરંગા નેશનલ પાર્ક અને સુંદરવનનો સમાવેશ થાય છે. આ ક્રૂઝ બાંગ્લાદેશમાં લગભગ ૧૧૦૦ કિમીની મુસાફરી કરશે. આ ક્રુઝનું સંચાલન ખાનગી કંપની કરશે. હાલમાં કેન્દ્ર સરકારનું સંપૂર્ણ ધ્યાન વિકાસ અને જળમાર્ગ પર છે. વિભાગ આ બાબતે વધુ ગંભીરતાથી કામ કરી રહ્યું છે. આ ક્રુઝના સફળ સંચાલન માટે નેવિગેશન સુવિધા અને જેટીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
દેશમાં ૧૦૦ જળમાર્ગો વિકસાવવાનો લક્ષ્યાંક !!
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે તાજેતરમાં કહ્યું હતું કે દરિયાકાંઠા, નદી પરિવહન અને ક્રુઝ સેવા સહિતના મુદાઓ પર કેન્દ્ર સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાં છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં ૧૦૦ જળમાર્ગો બનાવવાનું કામ હાથમાં લીધું છે. જેમાં ક્રુઝ જહાજો પણ ચલાવવામાં આવશે. મહત્વનું છે કે પ્રાચીન સમયમાં, જળમાર્ગોએ વેપાર અને પ્રવાસનનું સૌથી મોટું માધ્યમ હતું. જેને લઈને સમુદ્ર કિનારાઓ વિકસ્યા હતા.