સિંગલ એન્જિન એરક્રાફટમાં કરી મુસાફરી: ચૂંટણીની સાથે વિકાસની પરાકાષ્ઠા અને શક્તિ પ્રદર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સાબરમતી રિવરફ્રંટથી સૌપ્રથમવાર ઉપયોગ કરીને અંબાજી દર્શન માટે પહોંચ્યા હતા. સવારે મોદી રિવરફ્રંટથી ધરોઈ ડેમ ગયા હતા અને ત્યાંથી મોટર માર્ગે અંબાજી સુધી રોડશો યોજયો હતો. અંબાજીમાં તેમણે બપોરે ૧ વાગે પહોંચી પૂજા અર્ચના કરી હતી. અંબાજી મંદિર મોદીના આગમનના પગલે ૨ કલાક સુધી બંધ રાખવામાં આવ્યું હતું.
સુરક્ષા કર્મચારીઓની દેખરેખ હેઠળ માતાજીનો મહાપ્રસાદ પણ બનાવાયો હતો. મંદિરમાં ઉપસ્થિત લોકોને થોડા સમય માટે બહાર કઢાયા હતા. આ દરમિયાન ત્યાં ચાલતી નવચંડીમાં પણ વિક્ષેપ પડયો હતો. ભાજપના વરિષ્ઠ નેતા અને કાયદામંત્રી રવિશંકર પ્રસાદે વડાપ્રધાન દ્વારા કરાયેલા ઉડ્ડયન અંગે કહ્યુ હતું કે, ભાજપનું ગુજરાતને નવી ઉંચાઈએ લઈ જશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબકકાનો પ્રચાર પૂરો થવામાં ગણતરીના કલાકો બાકી રહ્યાં હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોડિઆક દ્વારા ભરેલી ઉડાન ચર્ચાનો વિષય બની ગઈ હતી. જો કે મોદીએ ચૂંટણીની વેતરણી પાર કરવા જોખમી સફર કરી હતી.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સુરક્ષા અંગે સવાલ ઉઠાવ્યા હતા.
એટલે શું ?
સામાન્ય એરક્રાફટ ફકત જમીન પરથી ટેક ઓફ કે લેન્ડીંગ થઈ શકે છે. પરંતુ પાણીમાં પણ ટેક ઓફ કે લેન્ડીંગ કરી શકે છે. આમ તેને ફલાઈંગ બોટ પણ કહી શકાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઉડાનની મજા માણી તે સિંગલ એન્જિનવાળુ હતું. વળી તેના પાયલટ વિદેશી હતા. આવું પહેલીવાર બન્યું નહીંતર વડાપ્રધાનના વિમાનના પાયલટ દેશી હોય છે તે પ્રોટોકોલ છે.
વડાપ્રધાન જે અંબાજી પહોંચ્યા તે એરક્રાફટ કમાંડો ઓપરેશન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જો કે સિંગલ એન્જીન હોય તો જોખમ તો ખરું. ઉડાનનો કાર્યક્રમ ચાર દિવસ અગાઉ ઘડાયો હતો. દેશમાં પ્રથમવાર ઉડાન ભરી હોવાનો દાવો છે.
સૌપ્રથમ ઓસ્ટ્રેલિયામાં ૧૮૯૮માં બન્યું હતું
ભારતમાં નવાઈ છે પરંતુ ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસ, યુકે વિગેરે વિકસિત દેશોમાં આ સામાન્ય અને રોજિંદી વાત છે. ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ (એનએસડબલ્યુ)ની રાજધાની સીડની શહેરના વિલ્હેલ્મ ક્રેસે ૧૮૯૮માં સૌપ્રથમ બનાવ્યું હતું. ટૂંકમાં દુનિયાભરમાં સૌપ્રથમ ઓસ્ટ્રેલિયામાં આજથી કરીબ સવા સો વર્ષ પહેલા ઊડાન ભરી હતી. ઓસ્ટ્રેલિયામાં સુંદર બીચ ઘણા છે જેથી ઉડાન તે ઓસ્ટ્રેલિયામાં સામાન્ય અને રોજિંદી વાત છે.