વડાપ્રધાન બન્યા બાદ મોદીનો અમેરિકાના ન્યુસ્ટનમાં ભવ્ય કાર્યક્રમ: પચાસ હજાર નાગરિકો જોડાય તેવી સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક લોકપ્રિયતામાં દિન દોગુની રાત ચોગુની વધારો થઈ રહ્યો છે. ગુજરાતમા મુખ્યમંત્રી કાળથી જ તેઓએ તેમની રચનાત્મક પ્રવૃત્તિ અને વિકાસના દ્રષ્ટિકોણ અને વિકાસના અમલીકરણથી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિય જેવા આયોજનથી વિશ્વની ટોચની નેતાગીરી અને ઉદ્યોગપતિઓને ભારત સાથે નાતો જોડવા જિજ્ઞાસુ બનાવ્યા હતા વડાપ્રધાન બન્યા પછી દેશ બાદ મોદી મેજીક સમગ્ર વિશ્વમાં જાદુ પથરાતો રહ્યો છે. મોદીના દ્રષ્ટિકોણ, જાણવા માટે વિશ્ર્વભરમાં એક આગવી રૂચી ઉભી થઈ છે. ત્યારે વડાપ્રધાન નરનેદ્ર મોદીનું અમેરિકામાં યોજાનાર હાવડીમોદીમાં અમેરિકાના ૬૦ થી વધુ સાંસદો ઉપસ્થિત રહેવા ઉત્સુકતા દાખવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકામાં યોજાનારૂ કાર્યક્રમ હાવડી મોદી એટલો ભવ્ય હશે તેનો અંદાજે એ વાત ઉપરથી લગાવી શકાય કે આ કાર્યક્રમમાં અમેરિકાના ૬૦ વધુ સાંસદો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે યોજાનારા આ કાર્યક્રમમાં પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાડ અને ભારતીય મૂળના સંસદ રાજાકૃષ્ણમૂર્તિ પણ જોડાશે.
આ કાર્યક્રમની તૈયારીમા જોડાયેલા આઈ.ટી. કંપની એકસ પીડીયનનાક સીઈઓ જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતુ કે જુદાજુદા રાજયના ગવર્નર અને બંને ગૃહના સાંસદો ભારતીય અમેરિકન સમુદાય દ્વારા ૨૨મી સપ્ટે. એનઆરજી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે. જેમાં ૫૦,૦૦૦ દર્શકો જોડાશે.
હાડી મોદી અમેરિકામાં અત્યાર સુધી યોજાયેલી ઈવેન્ટમાં સૌથી ભવ્ય બની રહેશે કેમકે ભારતીય અમેરિકનો અને અમેરિકન નાગરીકો સાંસદો બિઝનેશમેનોમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના દ્રષ્ટિકોણની જાણકારી માટે ભારે જીજ્ઞાસા ઉભી થઈ છે.
નરેન્દ્ર મોદી ૨૦૧૪માં પ્રથમવાર વડાપ્રધાન બન્યા પછી ભારતીય અમેરિકનો વચ્ચે તેમનો આ ત્રીજો કાર્યક્રમ હશે. પ્રથમબે કાર્યક્રમમાં ૨૦૧૪માં મેકિસનસ્ક્રેવર અને ૨૦૧૬માં સિલીકોન વેલીમા કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ૨૦,૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. આ ઈવેન્ય અમેરિકન રાજદ્વારી વર્તુળ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલી બની રહેશે કેમકે તેનું આયોજન ન્યુસ્ટનમાં કરવામાં આવ્યું છે. ન્યુસ્ટનની પસંદગી પાછળ ટેકસાસ અને ભારત વચ્ચેના વેપાર વ્યવહાર વદારવા માટે અને હ્યુસન જયારે વૈશ્ર્વિક ઉર્જાનું પાટનગર ગણાય રહ્યું છે. ત્યારે હ્યુસન ભારતના વિકાસ માટે સર્વોતમ સાથીદાર તરીકે ભારતના વિકાસમાં સહયોગી બની શકે છે.
અમેરિકામાં વસતા મૂળ ભારતીય અમેરિકનોમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા એવરેસ્ટના શિખરથી પણ વધુ ઉંચાઈ ધરાવે છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આઝાદ ભારતના ઈતિહાસમા અત્યાર સુધી રાજદ્વારી રીતે અમેરિકા ભારતના શત્રુ ગણાતા પાકિસ્તાન સાથે વધુ મનમેળ રાખતુ આવ્યું હતુ પરંતુ જયારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે.ત્યારથી ભારતીય મૂળના અમેરિકનોની લાગણીએ જાણે કે અમેરિકાની નીતિ બદલાવવા નવો માહોલ ઉભો કર્યો હોય તેવું તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવથી અમેરિકા સરકારે પણ ભારત સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો છે. મોદી હૈ તો મુમકીન હૈની આ વાતથી કાશ્મીર સહિતના મુદે ભારતને સમગ્ર વિશ્ર્વનું સમર્થન મળતુ થયું છે.