ચીનની દાદાગીરી સામે દુનિયાના શક્તિશાળી દેશો પણ ઘણી વાર લાચાર સાબિત થયા છે. ચીને સમગ્ર વિશ્વમાં પોતાની શાખ જમાવવા શામ, દામ ,દંડ ,ભેદનો રસ્તો અનેક વખત અપનાવ્યો છે. માટે કોઈ પણ દેશ ચીનના વિરોધમાં બોલતા ખચકાય છે. અમેરિકા પણ ચીન ઉપર કાબૂ રાખવાંમાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે મોદી દુનિયામાં ઍકમાત્ર એવા નેતા છે જેમણે ચીન સામે બાથ ભીડવાનું પસંદ કર્યું છે.
અમેરિકાએ પણ મોદીના પગલાંને વખાણ્યા છે. જ્યારે અમેરિકા જેવો દેશ પણ ચીનના વન નેશન વન રૂટ (ઓબોર) સામે ચૂપ છે ત્યારે મોદીએ ચીનના આ પગલાં સામે અડગ ઊભા રહેવાનો નિર્ણય લીધો છે. આ પગલાંને અમેરિકન થિંક ટેન્કે ભારોભાર સરાહયો છે. ચીન સાથે રાજનીતિને લગતી બાબતોના નિષ્ણાંત માઈકલ પિલ્સ્બ્નુરીએ ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદીની ઓબોર સામેની મક્કમતા અંગે તારીફ કરી છે. માઈકલ પિલ્સ્બ્નુરીને અમેરિકન થિંક ટેન્ક માનવમાં આવે છે. ઓબોર સામે અત્યાર સુધી હાથ ઉપર હાથ રાખી બેસવા મામલે તેમણે અમેરિકના સત્તાધીસોને પણ આડેહાથે લીધા હતા. તેમણે કહ્યું હતું કે, ચીન નાના દેશોને સસ્તા દરે લોન આપે છે.
અને તેઓ ના ભરી શકે તો તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. આવું જ એક ઉદાહરણ શ્રીલંકામાં જોવા મળ્યું છે, ચીને શ્રીલંકા ઉપર દબાણ લાવી તેનું બંદર હસ્તગત કર્યું છે. સાઉથ કોરિયા સાથે વેપારની મનાઈ હોવા છતાં કોરિયાને ખુબજ મોટા પ્રમાણમા સમાન આપે છે, આવી રીતે ચીન વૈશ્વિક સમુદાયના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે. ચીન સામે અત્યાર સુધી મોદી જ મક્કમતાથી જવાબ દઈ શક્યાં છે.