મોદી વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે પાંચ કલાક વિતાવશે
ગુજરાતમાં બનશે લડાકુ પ્લેન
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત ગુજરાતના સંરક્ષણ ક્ષેત્રના વિકાસ માટે મહત્વની બની રહેશે. લડાકુ પ્લેન બનાવતી ટોચની કંપની લોકહીડ માર્ટીન તેના ખ્યાતનામ એફ-૧૬ લડાકુ વિમાનનું ગુજરાતમાં ઉત્પાદન કરે તેવી શકયતા છે. લોકહીડ માર્ટીન ઉપરાંત બોંઈગ સહિતની અન્ય એરક્રાફટ બનાવતી કંપનીઓ પણ ગુજરાતમાં પ્લેન બનાવવા માટે નજર દોડાવી રહી છે. ગયા અઠવાડીયે જ મુખ્યમંત્રી ‚પાણીને મુંબઈમાં રહેલા અમેરિકાના કાઉન્સીલ જનરલ થોમસ વાઝડા મળ્યા હતા. જેમાં મેન્યુફેકચરીંગ અંગે ચર્ચા થઈ હતી.
વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પાંચ કલાક લાંબી મેરેથોન મુલાકાત કરવા જઈ રહ્યા છે. વાઈટ હાઉસમાં ટ્રમ્પ સાથે ડિનર લેનાર મોદી પ્રથમ વૈશ્ર્વિક નેતા રહેશે. મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત ઔપાચારીક નહી હોય. બન્ને નેતાઓ સંબંધો મજબુત બનાવવાના પ્રયાસો કરશે. એશિયા-પેસીફીક અને વૈશ્ર્વિક સ્તરે અમેરિકા અને ભારતની ભાગીદારી મહત્વની બની જાય છે. વૈશ્ર્વિક રાજકારણમાં મોદી ભારતને મજબુત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે અત્યાર સુધીમાં બે વખત ટેલીફોિનક વાત-ચીત થઈ ચુકી છે. આતંકવાદનો ખાતમો, ભારતીય સંરક્ષણને મોડર્ન બનાવવું તેમજ એશિયા પેસીફીકમાં આધુનિક બનાવવું તે મામલે બન્ને દેશો સહમત છે. મજબુત ભારત અમેરિકા માટે અગત્યનું હોવાનું વાઈટ હાઉસ સતાવાર રીતે કહી ચુકયું છે.
અમેરિકામાં અમેરિકનો અને વિદેશીઓ વચ્ચે રોજગારી મુદે થતી ખેંચતાણ અંગે ટ્રમ્પ ઉગ્ર વલણ ધરાવે છે. પરિણામે તેમણે બનાવેલા નિયમો કેટલાક ભારતીયોને માફક નથી. આ મામલે મોદી અને ટ્રમ્પની બેઠકમાં ચર્ચા થવાની શકયતા છે. હાલ વાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદીના સોમવારે (ભારતીય સમય પ્રમાણે મંગળવાર) થનાર સ્વાગત અંગે તૈયારીઓ ચાલી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ નહોતા ત્યારે મુંબઈની મુલાકાત લઈ ચુકયા છે. તેમના બિઝનેસ માઈન્ડ માટે ભારત અજાણ્યું નથી.