લોકસભાની ચૂંટણીના પ્રચાર કાર્ય માટે વડાપ્રધાન મોદીએ અથાગ મહેનત કરીને દેશના ૨૭ રાજયોં અને ૨ કેન્દ્ર શાસીત પ્રદેશોમાં જાહેરસભા સંબોધવાથી માંડીને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં આરપારનો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામેલા આ જંગમાં રાજકીય રીતે અત્યારે ભાજપનો ઘોડો આગળ દોડી રહ્યો છે. ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા અથાગ કામ કરી શકે તેવા સ્ટાર પ્રચારક છે. ભાજપનો પુન: સત્તા અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ૨૭ રાજયો, બે કેન્દ્ર શાસીત પ્રદેશો સહિત વારાણસીની મુલાકાત સાથે ૨૦૦ કાર્યમાં હાજરી આપી ચુકયા છે. વડાપ્રધાન મોદીએ કેબીનેટની ૧૪ બેઠકો સહિત દિલ્હીમાં જ ૩૦ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
દેશમાં રાજકારણ અને જાહેર જીવનમાં અથાગ પુરુષાર્થ કરવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુસ્સા માટે કોઈ હરિફ નથી. નરેન્દ્ર મોદી સતત પ્રવાસો અને જાહેર કાર્યક્રમો યોજવામાં સૌથી આગળ છે. રાજસ્થાનમાં મોદીની રેલીમાં કોંગ્રેસે સર્જીકલ સ્ટ્રાઈક અંગેના જશનો વાંધો લીધો હતો. આ સભા મોદીની ૧૦૩મી સભા હતી.
ભાજપને પુન: સતામાં લાવવા વડાપ્રધાને સમગ્ર દેશમાં બે કેન્દ્ર શાસીત અને ૩૭ રાજયો સાથે છેલ્લા ૧૨૫ દિવસમાં પોતાના વારાણસીના મતક્ષેત્રની મુલાકાત સહિત અત્યાર સુધીમાં કુલ ૨૦૦ કાર્યક્રમોમાં હાજરી આપી છે. સતત વ્યસ્તતા વચ્ચે મોદીએ ૧૪ કેબીનેટ કક્ષાની બેઠકો સહિત દિલ્હીમાં ૩૦ કાર્યક્રમોમાં પોતાની હાજરી આપી છે. નરેન્દ્ર મોદી સતત લોક સંપર્કથી વ્યસ્ત રહીને વિદ્યાર્થીઓથી વૈજ્ઞાનિઓ, ખેડૂતોથી કામદારો, વિદેશી મહાનુભાવોથી લઈ છેવાડાના કાર્યકર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેલેન્ડરમાંથી ખાસ સમય ફાળવાઈ રહ્યો છે.
કાશ્મીરથી ક્ધયાકુમારી અને જામનગરથી શિલચાર સુધી ૧૨૫ દિવસમાં ૧૩૦ કરોડ ભારતીયોના લોક સંપર્ક અંગેનો અહેવાલ વાંચવા મળશે. વડાપ્રધાન મોદીએ ટવીટ કરી છેલ્લા ચાર મહિનામાં પોતાની લોક સંપર્કની વિગતો શેર કરી હતી. પક્ષની કામગીરી સરકારનું વહિવટ, ચૂંટણીનું ભારણ વચ્ચે નરેન્દ્ર મોદી પોતાના મતક્ષેત્રમાં એક વર્ષમાં પાંચ મુલાકાત લીધી હતી. પ્રવાસી ભારતીય દિવસ અને વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કર્યા હતા.
૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડાપ્રધાન વારાણસીમાં મહિલાઓના વિવિધ ગ્રુપોની મુલાકાત લીધી હતી. એપ્રિલ મહિનામાં ઉમેદવારીપત્ર ભરતી વખતે લીધેલા રોડ-શોમાં લાખો સમર્થકો જોડાયા હતા. વારાણસીમાં અનેક વિકાસ કામો સાંસદ તરીકે કર્યા છે. પરંતુ કાશી વિશ્ર્વનાથ મંદિરની કાયાપલટ માટે વિશ્વનાથ ધામ પ્રોજેકટમાં ગંગાને વિશ્વનાથ મંદિર સાથે જોડવાની યોજના ખૂબજ મહત્વકાંક્ષી ગણાય છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે સફાઈ કામદારોના પગ ધોઈ સન્માન કરવાનું અવસર જીવનમાં કાયમ યાદગાર રહેશે.
વડાપ્રધાન ટેકનોલોજીના માધ્યમથી ભાજપના કાર્યકરો સાથે સતત જોડાયેલા રહે છે. મેરા બુથ સબસે મજબૂત જેવા કાર્યક્રમો થકી કાર્યકરો અને વડાપ્રધાનના જીવંત સંપર્કની અનુભુતિ થાય છે. સુરતમાં ૨૧મી સદીના સપનાના વાવેતર જેવા પરિક્ષા પે ચર્ચાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પરિક્ષાના તનાવ સામે કેમ વિજય મેળવવો તેમ વાત કરી હતી. ગયા મહિને મે ભી ચોકીદારના કાર્યક્રમમાં છેવાડાના લોકોનો સંપર્ક જીવંત કર્યો હતો. ભુવનેશ્ર્વર, રાંચી, વારાણસીના રોડ-શોએ ઈતિહાસ રચ્યો છે. ૨૭મી માર્ચે એન્ટી સેટેલાઈટ મિસાઈલ ટેસ્ટથી નવો ઈતિહાસ રચીને વડાપ્રધાને ચૂંટણીની કામગીરી એકબાજુ મુકીને સાઉથ કોરિયામાં જઈ સેવોલ શાંતિ પુરસ્કાર લઈને ચાહકોને આફરીન કરી દીધા છે.