વિશ્વના ફાઇનાન્સિયલ ટાસ્ક ફોર્સને ભારતના લોબિંગથી પાકિસ્તાનને વર્ષે ૭૦ હજાર કરોડ રૂપિયાની નુકસાનીનો અંદાજ
વિશ્વ સ્તર પર પાકિસ્તાન અત્યારના સમગ્ર દેશોની આંખે થઈ ગયું છે ત્યારે પાકને આર્થિક રીતે કોઈપણ દેશ મદદ કરવા માટે આગળ આવતું નથી. હાલ પાકિસ્તાને પોતાના પરનું જે ૧૦ હજાર અરબ ડોલરનું જે દેણુ રહેલું છે તેનાથી તે ગલ્ફ દેશને આજીજી કરી ૨ હજાર અરબ ડોલરની લોન લેવામાં આવી છે ત્યારે એક વાતની પુષ્ટિ થાય છે કે વિશ્વના જે ફાયનાન્સિયલ ટાસ્ક ફોર્સ છે તે ભારતની લોબિંગથી પાકિસ્તાનને આર્થિક નુકસાની પહોંચાડવાની કાર્યવાહી કરી રહ્યું છે.
જેને અનુલક્ષી પાક.ના વડાપ્રધાન ઈમરાન ખાનને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાક.ને આર્થિક રીતે પાયમાલ કરી રહ્યું છે. ટેરલ ફન્ડીંગ અને જૈશ એ મોહમ્મદના આતંકી સંગઠનને સાચવવાના આક્ષેપો અનેક વખત પાકિસ્તાન ઉપર લગાવવામાં આવ્યા છે ત્યારે વિશ્વ સમુદાય તે વાતને ખુબ જ ગંભીરતાથી જોઈ રહ્યું છે અને કહેવાય છે કે માત્ર ભારતે બોમ્બ વિસ્ફોટ કે ગોળીબારી નહીં પરંતુ કુટનીતિમાં પાકિસ્તાનને પછાડયું છે. હાલ ભારત દેશ પાકનું નાક દબાવી જે ઉત્પાત પાકિસ્તાન દ્વારા મચાવવામાં આવ્યો છે તેના ઉપર રોક લગાવી દેવામાં આવી છે.
પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી સહેજ પણ બાજ આવ્યું નથી માત્ર અમન અને શાંતીની હિમાયત કરી રહ્યું છે પરંતુ તે દિશામાં એક પણ પગલું તેમના દ્વારા લેવામાં આવ્યું નથી તે ખુબ જ શરમજનક કહી શકાય ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ માહિતી આપતા અને દાવો કર્યો હતો કે, ભારતના લોબિંગથી પાકિસ્તાનને આર્થિક રીતે પાયમાલ કરવા માટે ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સની મદદ લઈ બ્લેકલીસ્ટ કરવામાં આવશે. જો આ પગલું ભારત દેશ દ્વારા લેવામાં આવે તો પાકિસ્તાનને ખુબ મોટી તકલીફ પડી જશે. મહમદ કુરેશીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જો એફએટીએફની સુચી પ્રમાણે જો પાકિસ્તાન બ્લેક લીસ્ટમાં આવે તો પાક.ને પ્રતિ વર્ષ ૧૦ અરબ ડોલર એટલે કે ૭૦ હજાર કરોડની નુકસાની વેઠવી પડશે.
પેરીસ સ્થિત એફએટીએફે ગત જુન માસમાં પાકિસ્તાનને બ્લીક લીસ્ટેડની સુચિમાં દાખલ કર્યું હતું અને આ યાદીમાં તે દેશોનો સમાવેશ કરવામાં આવે છે કે જે દેશ મની લોન્ડરીંગ અથવા તો આતંકવાદને ફંડ આપતા દેશો હોય. એફએટીએફ સંસ્થા આતંકવાદ અને કોઈપણ દેશ દ્વારા મની લોન્ડરીંગ કરવામાં ન આવે અને આ તમામ કાર્યવાહી ઉપર પ્રતિબંધ મુકાય તે હેતુસર કાર્યવાહી કરતી હોય છે.
પુલવામાં થયેલા આતંકી હુમલા પછી પાકિસ્તાન ઉપર જૈશ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠનો ઉપર અંકુશ લગાવવા માટે વિશ્વ સમુદાય દ્વારા દબાણ કરવામાં આવ્યું છે ત્યારે કુરેશીએ સંવાદદાતાઓને માહિતી આપતા જણાવ્યું હતું કે, પાક.નું વિદેશ મંત્રાલય એ વાતની પુષ્ટિ કરી રહ્યું છે કે, જો તેને બ્લેકલીસ્ટ કરવામાં આવશે તો પાક.ને કેટલી નુકસાની વેઠવી પડશે તેનો સહેજ પણ અંદાજો હાલ લગાવી શકાય તેમ નથી ત્યારે પાકના વડાપ્રધાન ઈમરાન ખાને નરેન્દ્ર મોદી ઉપર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, પાક.ને બ્લેક લીસ્ટ કરવા માટે ભારત લોબિંગ કરી રહ્યું છે અને માની લઈએ કે જો ભારત આ કાર્યમાં સફળ નિવડે છે અને પાક.ને બ્લેકલીસ્ટ કરાવવામાં આવે છે.
તો આશરે ૭૦ હજાર કરોડની નુકસાની પ્રતિવર્ષ પાકિસ્તાને ભોગવવી પડશે ત્યારે હાલની સ્થિતિમાં પણ પાક.ને દેણા નીચે જીવી રહ્યું છે અને માત્ર જુજ દેશો જ પાકિસ્તાનને આર્થિક મદદ કરવા પહેલ કરે છે તેમાં પણ તે દેશનો ખુબ જ વધુ સ્વાર્થ પણ જોવા મળી રહ્યો છે ત્યારે પાકિસ્તાન ભારતની કુટનીતિથી કઈ રીતે બચશે તે તો આવનારો સમય જ જણાવશે પણ એ વાત નકકર છે કે ભારતે પાકિસ્તાનને આર્થિક રીતે અને કહી શકાય કે કુટનીતિમાં પછાડયું છે.